JITOPRENEURS 2017અધિવેશનમાં જૈન કોર્પોરેટ માંધાતાઓ સામેલ થયા

સેસિલ એ સોન્સ Wednesday 11th October 2017 06:00 EDT
 
પેનલચર્ચામાં (ડાબેથી) મોતીલાલ ઓશવાલ (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, મોતીલાલ ઓશવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિમિ.), નિર્મલ જૈન (ચેરમેન અને એમડી, ઈન્ડિયા ઈન્ફોલાઈન લિમિટેડ-IIFL), પારસ ચંદેરિઆ ( ચેરમેન, UST Global) અને દિલિપ મહેતા (સીઈઓ, રોઝી બ્લુ NV) સાથે હોસ્ટ સોનાલી શાહ (BBC), 
 

લંડનઃ JITO G2G Going Global દ્વારા આયોજિત ત્રીજી ઈન્ટરનેશનલ બિઝનેસ અને નેટવર્કિંગ કોન્ફરન્સનો લંડનની હોટેલ પાર્ક પ્લાઝા ખાતે આઠ ઓક્ટોબરે શાનદાર આરંભ થયો હતો. જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનિઝેશન (JITO) સમાજના ભાવિને કંડારવાની ઉત્કટ ભાવના ધરાવતા સ્વપ્નશીલ જૈન ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સનો અનોખો સમુદાય છે. ૨૦૦૯માં રચાયેલા સંગઠન JITOની સભ્ય સંખ્યા ૬,૦૦૦થી વધુ હોવા સાથે ૫૭ ચેપ્ટર્સમાં મજબૂતપણે ફેલાયેલી છે. JITOનું વર્તમાન અધ્યક્ષપદ મોતીલાલ ઓશવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મોતીલાલ ઓશવાલ સંભાળી રહ્યા છે.

ચાર દિવસની કોન્ફરન્સમાં ૩૦ બિલિયન યુએસ ડોલરથી વધુ અંદાજિત માર્કેટ કેપ ધરાવતા ભારતના સૌથી મોટા બિઝનેસ માલિકોમાંના કેટલાક બિઝનેસ માલિકો તેમજ ૧૬ દેશોમાંથી જૈન બિઝનેસ માલિકોએ હાજરી આપી હતી. આયોજકોએ ઉદ્યોગોનાં વિવિધ પાસાનું પ્રતિનિધિત્વ કરતા અને નવી બિઝનેસ તકો અને નેટવર્ક્સની શોધખોળના ધ્યેય સાથે ભારત, યુએસએ, યુકે, યુએઈ, યુરોપ, કેન્યા અને જાપાન સહિત વિશ્વના દેશોમાંથી અંદાજે ૨૦૦થી વધુ એન્ટ્રેપ્રીન્યોર્સ અને હાઈ નેટ વર્થ ધરાવતી વ્યક્તિઓ કોન્ફરન્સમાં હાજરી આપશે તેવી ગણતરી રાખી છે.

અનેક કોર્પોરેટ માંધાતાઓ ઉપરાંત, વિશિષ્ટ મહાનુભાવોમાં જીપી હિન્દુજા (હિન્દુજા ગ્રૂપ), લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ), દિલિપ મહેતા (સીઈઓ, રોઝી બ્લુ), પારસ ચંદેરિઆ (UST Global), મોતીલાલ ઓશવાલ (ચેરમેન, MOFSL) અને અનિલ અગ્રવાલ (વેદાંતા રિસોર્સીસ)નો સમાવેશ થયો હતો. આ મહાનુભાવો JITOના હાર્દરુપ આર્થિક સશક્તિકરણ, જ્ઞાન અને સેવાના લક્ષ્યોને આગળ ધપાવવા એકત્ર થયા હતા.

દુબઈ (૨૦૧૫) અને સિલિકોન વેલી (૨૦૧૬)ની અતિ સફળ કોન્ફરન્સ પછી JITOPRENEURSની આ ત્રીજી આવૃત્તિ છે.

JITOPRENEURS 2017ના ઉદ્દેશો

ભારત- યુકે બિઝનેસ સહકારની વૃદ્ધિ કરવી.

ગ્લોબલ સ્પીડ નેટવર્કિંગ અને નેટવર્કડ લર્નિંગને ઉત્તેજન આપવું.

યુકેમાં ભારતીય ઈન્વેસ્ટમેન્ટ તેમજ ભારતમાં યુકેના રોકાણને ઉત્તેજન આપવું.

બંને દેશો માટે એન્ટ્રેપ્રીન્યોરશિપને આગળ વધારવી.

યુકે અને યુરોપમાં નવતર બિઝનેસ (B2B & B2C) તકોની શોધખોળ આદરવી.

ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રનો લાભ ઉઠાવવાની સમજ કેળવવી.

અગ્રણી ‘કોર્પોરેટ ગુરુ’ઓ પાસેથી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ વિશે શીખવું.

અગ્રણી પ્રોફેસર્સ અને કોર્પોરેટ નિષ્ણાતો પાસેથી વૃદ્ધિલક્ષી રણનીતિઓના અમલ વિશે શીખવું.

પ્રેરણાદાયક બિઝનેસ સફળતાની સ્ટોરીઝ અને તેમની કોર્પોરેટ રીતરસમો વિશે શીખવું.

સ્ટાર્ટ-અપ્સને ઉત્તેજન અને લોન્ચિંગ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter