‘વિસ્તારા’ દ્વારા દિલ્હી અને લંડનના હીથ્રો વચ્ચે નોન-સ્ટોપ સ્પેશિયલ ફ્લાઈટ્સ

Wednesday 26th August 2020 08:24 EDT
 
 

લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન દિલ્હી અને લંડનના હીથ્રો વચ્ચે નોન-સ્ટોપ સ્પેશિયલ ફ્લાઈટ્સનું આયોજન કરાયું છે. બોઈંગ ૭૮૭-૯ ડ્રીમલાઈનર વિમાન સાથે લાંબા અંતરની ક્ષમતા વધવા સાથે ફ્રાન્સના પેરિસ અને જર્મનીના ફ્રેન્કફર્ટ માટે પણ સ્પેશિયલ ફ્લાઈટ્સનું આયોજન થઈ રહ્યું છે.
આ સમયગાળા દરમિયાન, વિસ્તારા બંને શહેરો વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ –સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉડ્ડયન કરશે. દિલ્હીથી લંડન સુધી એકમાર્ગીય ભાડું ઈકોનોમી કલાસના ભારતીય રુપિયા ૨૯,૯૧૨, પ્રીમિયમ ઈકોનોમી કલાસના ભારતીય રુપિયા ૪૪,૪૪૯ અને બિઝનેસ કલાસ માટે ભારતીય રુપિયા ૭૭,૩૭૩થી શરુ થશે. વિસ્તારાની વેબસાઈટ, મોબાઈલ એપ અને ટ્રાવેલ એજન્ટ્સ સહિત તમામ ચેનલ મારફત આ ફ્લાઈટ્સના બુકિંગ્સ શરુ થઈ રહ્યાં છે.
બંને તરફના પ્રવાસીઓને અભૂતપૂર્વ અને સળંગ ઉડ્ડયનનો અનુભવ મળે તે માટે એરલાઈન દ્વારા આ રુટ પર તદ્દન નવા બોઈંગ ૭૮૭-૯ ડ્રીમલાઈનર વિમાન મૂકાયાં છે. એરલાઈને હાલમાં જ તેનું બીજું ડ્રીમલાઈનર વિમાન મેળવ્યું છે જેના પરિણામે લાંબા અંતરના ઉડ્ડયનોની તેના કાફલાની ક્ષમતા વધુ મજબૂત બનવા સાથે આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સનો વિસ્તાર થયો છે. વિસ્તારા દ્વારા ફ્રાન્સના પેરિસ અને જર્મનીના ફ્રેન્કફર્ટ સુધી આ જ પ્રકારની સ્પેશિયલ ફ્લાઈટ્સ માટે આવશ્યક મંજૂરી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.
વિસ્તારના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિ. લેસ્લી થુંગે જણાવ્યું હતું કે,‘વૈશ્વિક લોકડાઉન્સ પછી વિશ્વ ધીરે ધીરે કામગીરી શરુ કરી રહ્યું છે ત્યારે આ સ્પેશિયલ ફ્લાઈટ્સ અમને બે દેશો વચ્ચે પ્રવાસને સંભવિત બનાવવાની વિશેષ તક આપે છે. અમને વિશ્વાસ છે કે લંડનથી અવરજવર કરવા માટે પ્રવાસીઓ સલામતી અને સ્વચ્છતાના સર્વોચ્ચ ધોરણો સાથેની ભારતની એક માત્ર ફાઈવ સ્ટાર એરલાઈનમાં ઉડ્ડયનની પસંદગીની કદર કરશે.’ મિ. થુંગે ઉમેર્યું હતું કે,‘અમારા બીજા બોઈંગ ૭૮૭-૯ ડ્રીમલાઈનર વિમાનના આગમન સાથે અમારો કાફલો વધુ મજબૂત બન્યો છે અને તે વૈશ્વિક વિસ્તરણની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. લાંબા અંતરના નોન-સ્ટોપ ઉડ્ડયન માર્ગો પર આધુનિક ફ્લીટ, વિશ્વસ્તરીય કેબિન પ્રોડક્ટ્સ અને ઓનબોર્ડ સર્વિસ સાથેની ભારતીય કેરિયરની આવશ્યકતા વર્તાતી હતી. અમારા ડ્રીમલાઈનર એરક્રાફ્ટ અમારી સેવાને અલગ પાડવામાં અને માર્કેટમાં સ્પર્ધાત્મક સરસાઈ હાંસલ કરવામાં મદદરુપ બની રહેશે.’
વિસ્તારા બંને દેશની સરકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત બંને દેશોની વિઝા/એન્ટ્રી જરુરિયાતો પરિપૂર્ણ કરતા તમામ લાયક કસ્ટમર્સને આવકારશે. પોતાનું બુકિંગ કરાવતા પહેલા કસ્ટમર્સ આ ગાઈડલાઈન્સ બરાબર સમજી લે તેને વિસ્તારા પ્રોત્સાહન આપે છે.

૨૮ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી દિલ્હી અને લંડન હીથ્રો વચ્ચે નોન-સ્ટોપ સ્પેશિયલ ફ્લાઈટ્સનું સમયપત્રક

સેક્ટર ફ્લાઈટ નં. ઉડ્ડયનના દિવસો ડિપાર્ચર આગમન
દિલ્હી-લંડન-હીથ્રો UK 015 સોમ, બુધ, શુક્ર 0215કલાક 0655 કલાક
લંડન હીથ્રો-દિલ્હી UK 016 સોમ, બુધ, શુક્ર 1535 કલાક 0415 કલાક (+1)
(+1 બીજા દિવસે આગમન સૂચવે છે. તમામ સમય સ્થાનિક ટાઈમ ઝોનના છે)
• * સમયપત્રક રેગ્યુલેટરી મંજૂરીને આધીન રહેશે.
• ** ઉપરોક્ત સમયપત્રક ઓગસ્ટ ૩૧થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના ગાળા માટે છે. ૧૫ સપ્ટેમ્બરથી UK 016 ઉડ્ડયન લંડન હીથ્રોથી 1505 કલાકે રવાના થશે.
*** લંડન હીથ્રોથી દિલ્હી માટેની પ્રથમ ફ્લાઈટ ૨૯ ઓગસ્ટ શનિવારે 1535 કલાકે રવાના થશે. અન્ય તમામ ફ્લાઈટ્સ ઉપર દર્શાવેલા સમયપત્રકને અનુસરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter