સતનાઃ મધ્ય પ્રદેશની સંજય ગાંધી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ૩૨ વર્ષના મોહમ્મદ મકસૂદ નામના યુવકના પેટની સર્જરી કરીને એમાંથી જે અધધધ સામગ્રી કાઢી છે એ ચોંકાવનારી છે. સાત ડોક્ટરોની ટીમે મોહમ્મદના પેટની સર્જરી કરીને તેમાંથી ૨૬૩ સિક્કા, દસથી બાર શેવિંગ બ્લેડ, કાચના ટુકડા, કૂતરાને બાંધવાની છ ઈંચ લાંબી લોખંડની સાંકળ, ચાર મોટા સોયા સહિત લગભગ પાંચ કિલો જેટલી સામગ્રી કાઢી હતી. સતના જિલ્લાના સોહાવલ ગામમાં રહેતા મોહમ્મદ મકસૂદને તેના પરિવારજનો પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે લાવેલા. આ યુવક માનસિક રીતે વિક્ષુપ્ત હતો અને તેને ચોરીછૂપીથી લોખંડની ચીજો ગળી જવાની આદત પડી હતી.


