મોદીના વડપણમાં અમિત શાહને ગૃહ અને રાજનાથ રક્ષા પ્રધાનઃ ૫૦ વર્ષ બાદ નાણાં પ્રધાન બનનારા મહિલા નિર્મલા સીતારમણ

Friday 31st May 2019 08:27 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી મેએ પ્રધાનોને વિભાગની વહેંચણી કરી. અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ૫૦ વર્ષ પછી આ વિભાગની જવાબદારી કોઈ મહિલાની પાસે છે. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯-૭૦માં નાણા મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. મોદી કેબિનેટમાં રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે. તો પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નીતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો હવાલો સોંપાયો છે.

પ્રધાનોને ખાતાંની ફાળવણી

૧. નરેન્દ્ર મોદી (વડા પ્રધાન) વડા પ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.

૨. રાજનાથ સિંહ (કેબિનેટ પ્રધાન) સંરક્ષણ મંત્રાલય

૩. અમિત શાહ (કેબિનેટ પ્રધાન) ગૃહ મંત્રાલય

૪. નીતિન ગડકરી (કેબિનેટ પ્રધાન) માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

૫. સદાનંદ ગૌડા (કેબિનેટ પ્રધાન) કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય

૬. નિર્મલા સીતારમણ (કેબિનેટ પ્રધાન) નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

૭. રામવિલાસ પાસવાન (કેબિનેટ પ્રધાન) ખાદ્ય-સાર્વજનિક વિતરણ મંત્રાલય

૮. નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ પ્રધાન) કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

૯. રવિશંકર પ્રસાદ (કેબિનેટ પ્રધાન) કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ

૧૦. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ પ્રધાન) ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

૧૧. એસ. જયશંકર (કેબિનેટ પ્રધાન) વિદેશ મંત્રાલય

૧૨. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ પ્રધાન) માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય

૧૩. થાવર ચંદ ગેહલોત (કેબિનેટ પ્રધાન) સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

૧૪. અર્જુન મુંડા (કેબિનેટ પ્રધાન) આદિવાસી બાબતનું મંત્રાલય

૧૫. સ્મૃતિ ઈરાની (કેબિનેટ પ્રધાન) મહિલા અને બાલ વિકાસ, કાપડ મંત્રાલય

૧૬. હર્ષવર્ધન (કેબિનેટ પ્રધાન) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન

૧૮. પ્રકાશ જાવડેકર (કેબિનેટ પ્રધાન) પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ

૧૮. પીયૂષ ગોયલ (કેબિનેટ પ્રધાન) રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

૧૯. ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ પ્રધાન) ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય

૨૦. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ પ્રધાન) લઘુમતી બાબતોના મંત્રાલય

૨૧. પ્રહલાદ જોશી (કેબિનેટ પ્રધાન) સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ

૨૨. મહેન્દ્ર નાથ પાંડે (કેબિનેટ પ્રધાન) સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા

૨૩. અરવિંદ સાવંત (કેબિનેટ પ્રધાન) ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય

૨૪. ગિરિગાજ સિંહ (કેબિનેટ પ્રધાન) પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય

૨૫. ગજેન્દ્ર સિંહ શેખાવત (કેબિનેટ પ્રધાન) જળ શક્તિ મંત્રાલય

૨૬. સંતોષ ગંગવાર (રાજ્ય પ્રધાન - સ્વતંત્ર હવાલો) શ્રમ અને રોજગાર મંત્રાલય

૨૭. રાવ ઈન્દ્રજીત સિંહ (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

૨૮. શ્રીપદ નાઈક (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય

૨૯. જીતેન્દ્ર સિંહ (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય પ્રધાન)

૩૦. કિરણ રિજ્જૂ (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્ય પ્રધાન)

૩૧. પ્રહલાદ સિંહ પટેલ (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)

૩૨. આર કે સિંહ (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્ય પ્રધાન)

૩૩. હરદીપ સિંહ પુરી (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્ય પ્રધાન)

૩૪. મનસુખ માંડવિયા (રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો) શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (રાજ્ય પ્રધાન)

૩૫. ફગ્ગન સિંહ કુલસ્તે (રાજ્ય પ્રધાન) સ્ટીલ રાજ્ય પ્રધાન

૩૬.અશ્વિની ચૌબે (રાજ્ય પ્રધાન) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્ય પ્રધાન)

૩૭. જનરલ રિટાયર્ડ વીકે સિંહ (રાજ્ય પ્રધાન) માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્ય પ્રધાન)

૩૮. કૃષ્ણપાલ ગુજ્જર (રાજ્ય પ્રધાન) સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય પ્રધાન)

૩૯. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય પ્રધાન) ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્ય પ્રધાન)

૪૦. જી. કિશન રેડ્ડી (રાજ્ય પ્રધાન) ગૃહ રાજ્ય પ્રધાન

૪૧. પુરુષોત્તમ રુપાલા (રાજ્ય પ્રધાન) કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્ય પ્રધાન)

૪૨. રામદાસ આઠવલે (રાજ્ય પ્રધાન) સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય પ્રધાન)

૪૩. સાધ્વી નિરંજન જ્યોતિ (રાજ્ય પ્રધાન) ગ્રામીણ વિકાસ (રાજ્ય પ્રધાન)

૪૪. બાબુલ સુપ્રિયો (રાજ્ય પ્રધાન) પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન (રાજ્ય પ્રધાન)

૪૫. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય પ્રધાન) પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન (રાજ્ય પ્રધાન)

૪૬. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય પ્રધાન) માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક (રાજ્ય પ્રધાન)

૪૭. અનુરાગ ઠાકુર સિંહ (રાજ્ય પ્રધાન) નાણા અને કોર્પોરેટ મામલે (રાજ્ય પ્રધાન)

૪૮. સુરેશ અંગાદિ (રાજ્ય પ્રધાન) રેલવે (રાજ્ય પ્રધાન)

૪૯. નિત્યાનંદ રાય (રાજ્ય પ્રધાન) ગૃહ (રાજ્ય પ્રધાન)

૫૦. વી. મુરલીધરન (રાજ્ય પ્રધાન) વિદેશ, સંસદીય કાર્યના રાજ્ય પ્રધાન

૫૧. રેણુકા સિંહ (રાજ્ય પ્રધાન) આદિવાસી મામલે (રાજ્ય પ્રધાન)

૫૨. સોમ પ્રકાશ (રાજ્ય પ્રધાન) વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્ય પ્રધાન)

૫૩. રામેશ્વર તેલી (રાજ્ય પ્રધાન) ખાદ્ય પ્રસંસ્કરણ (રાજ્ય પ્રધાન)

૫૪. પ્રતાપ ચંદ્ર સારંગી (રાજ્ય પ્રધાન) સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન (રાજ્ય પ્રધાન)

૫૫. કૈલાશ ચૌધરી (રાજ્ય પ્રધાન) કૃષિ અને કિસાન કલ્યાણ (રાજ્ય પ્રધાન)

૫૬. દેબોશ્રી ચૌધરી (રાજ્ય પ્રધાન) મહિલા અને બાળ વિકાસ (રાજ્ય પ્રધાન)

૫૭. અર્જુન રામ મેઘવાલ (રાજ્ય પ્રધાન) સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્ય પ્રધાન

૫૮. રતન લાલ કટારિયા (રાજ્ય પ્રધાન) જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ (રાજ્ય પ્રધાન)

જયશંકર વિદેશ સચિવ હતા

એસ. જયશંકર પહેલાં એવા વિદેશ પ્રધાન છે જેઓ વિદેશ સચિવ પણ રહી ચૂક્યા છે. જાન્યુઆરી ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૮ સુધી તેઓ આ પદ પર રહ્યા છે. તેઓ ૧૬ મહિના પહેલાં જ નિવૃત્ત થયા હતા. આ પહેલાં એમસી ચાગલા અને નટવર સિંહ એવા વિદેશ પ્રધાન હતા જેઓ વિદેશ સેવામાં રહી ચૂક્યા હતા. એમ સી ચાગલા ૧૯૬૬-૬૭ વચ્ચે વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ યુએસ, ક્યૂબા, મેક્સિકો અને આયરલેન્ડમાં પણ ભારતીય રાજદૂત રહ્યા છે. તેઓ બ્રિટનમાં હાઈ કમિશ્નર પણ રહ્યા છે. નટવર સિંહે ૧૯૫૩થી ૧૯૮૪ સુધી વિદેશમાં સેવા કરી હતી. મે ૨૦૦૪થી ડિસેમ્બર ૨૦૦૫ સુધી તેઓ મનમોહન સરકારમાં વિદેશ પ્રધાન રહ્યા છે.

ગિરિરાજ, રિજ્જૂ અને શેખાવતને પ્રમોશન

અરુણાચલ પશ્ચિમ સીટથી બે વાર સાંસદ રહેલા કિરણ રિજ્જૂને ઉર્જા રાજ્ય પ્રધાનથી વધારીને આ વખતે રાજ્ય પ્રધાનનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ગિરિરાજ સિંહને પણ કેબિનેટ પ્રધાનના શપથ અપાવવામાં આવ્યા છે. ગઈ વખતે તેમને રાજ્ય સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. ગજેન્દ્ર સિંહ શેખાવતને પણ કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ગઈ વખતે તેમને રાજ્ય પ્રધાનનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. મહેન્દ્ર નાથ પાંડે કેબિનેટ પ્રધાન બન્યા. તેમને પણ ગઈ વખતે રાજ્ય પ્રધાનનો સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter