ભારતની 4 દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઃ સંરક્ષણ, ઊર્જા અને સેમિકંડક્ટરથી માંડી ક્રિટિકલ મિનરલ્સ સુધી હિત સાધ્યું

Friday 18th September 2026 05:04 EDT
 
 

નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની બહુપક્ષીય બેઠકોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ભારતના આર્થિક અને રાજદ્વારી હિતોને એક નવી દિશા આપી છે. સમિટમાં મલેશિયા, વિયતનામ, યુએઇ અને ઈથોપિયાના ટોચના નેતાઓ સાથે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં ભારતે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો જેવા કે સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા અને ખાદ્ય સુરક્ષા જેવા જરૂરી ક્ષેત્રોમાં ઊંડી રુચિ દર્શાવી છે.
મોદી શનિવારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ, વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હુંગ, ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલી અને યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
તમામ ચારેય દેશોએ ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ સાધનોની ખરીદી અને સૈન્ય દળોના સંયુક્ત પ્રશિક્ષણમાં વિશેષ રુચિ દાખવી હતી. આ સાથે જ ઈથોપિયાએ ભારતીય કંપાનીઓ માટે પોતાના દરવાજા ખોલ્યા છે અને યુએઈ, વિયતનામ સાથે ડિજિટલ મિનરલ્સ અને ઊર્જા સુરક્ષા પર ભાગીદારી મજબૂત થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter