બોલિવિયાના ભારતીય દૂતાવાસ દ્વારા ટિવાનાકુ ખાતે યોગ ઈવેન્ટ

Tuesday 17th June 2025 16:10 EDT
 
 

લા પાઝઃ બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટ UNESCO દ્વારા વિશ્વ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા પ્રાપ્ત 2000 વર્ષ પ્રાચીન આર્કિયોલોજી સાઈટ ટિવાનાકુ સાઈટ મ્યુઝિયમ ખાતે યોજાયો હતો. આલ્ટિપ્લાનો પર લેક ટિટિકાકાના દક્ષિણ તટ પરની આ સાઈટ 3850 મીટરની ઊંચાઈ પર છે.

ઈવેન્ટના આરંભે ભારતીય એમ્બેસેડર રોહિત વઢવાણાએ સહુનું સ્વાગત કર્યું હતું અને ઈવેન્ટના ચીપ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવા બદલ ટિવાનાકુના મેયર મિ. ફ્લેવિઓ એયુડાલ્ડો મેરલો મેડાનાનો મઆભાર માન્યો હતો. ઈવેન્ટ પછી એમ્બેસેડર અને મેયર વચત્ચે મીટિંગ યોજાઈ હતી જેમાં મેયરે 21 જૂન 2017ના રોજ ઉદ્ઘાટન કરાયેલા ટિવાનાકુ લાઈટિંગ પ્રોજેક્ટનું ફંડિંગ કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

લા પાઝમાં 7 યોગ નિષ્ણાતોએ શાંતિ યોગનું પ્રદર્શન કર્યું હતું. ‘દિલ દિવાના ઈન્ડિયન ડાન્સ ગ્રૂપ’ દ્વારા ભારતના મંત્રમુગ્ધ કરી દેનારા પરંપરાગત ડાન્સ પરફોર્મન્સીસ રજૂ કરાયા હતાં. આ ઈવેન્ટમાં યોગ પ્રોટોકોલ અને ભારતીય નૃત્યોથી અંજાયેલા યોગના 200 જેટલા ઉત્સાહીઓ હાજર રહ્યા હતા. આ ઈવેન્ટ ભારત અને બોલિવિયાની પ્રાચીન પરંપરાઓનું પ્રતીક બની રહ્યો હતો. 31 મેએ કોચામામ્બા ખાતેના પ્રથમ ઈવેન્ટમાં 600 લોકો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter