Advanced search


ચશ્માંની ફ્રેમ તો પસંદ કરી, પણ લેન્સ ક્યા લેશો?

ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ મળી જાય છે! આ વાત સગવડની દૃષ્ટિએ ભલે સારી જણાતી હોય, પણ હકીકત છે એ કે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામથી આંખોનું ચેકિંગ નથી થતું, માત્ર તમારા નંબરનું ચેકિંગ જ થાય છે. પરિણામે ક્યારેક આંખની તકલીફોનું યોગ્ય નિરાકરણ થતું નથી, અને ભવિષ્યમાં તે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

દિવાળીના શુભ મુહૂર્તો

તા. ૧૬ ઓક્ટોબર, આસો વદ ૮ ગુુરુવાર નવા વર્ષના ચોપડા લેવા માટે શુભ દિવસ છે. પુષ્ય નક્ષત્ર દિન-રાતભર છે. ચોઘડિયાં: ૭-૩૩થી ૮-૫૨ સુધી શુભ, બપોરે ૧૨-૫૦થી ક-૧૪-૦૯ લાભ, ૧૪-૦૯થી ૧૫-૨૮ સુધી અમૃત પછી કલાક ૧૬-૪૮થી ૧૮-૦૭ સુધી શુભ ચોઘડિયું છે.

તેલ અવીવઃ ઈઝરાયલના રિસર્ચરોનું કહેવું છે કે જમવાનો ટાઈમ વારંવાર બદલતા રહેવાથી લિવરમાં ખરાબ ગણાતી ટ્રાઈગ્લિસેરોઈડ્ઝ પ્રકારની ચરબીનો સંગ્રહ થવાનું પ્રમાણ વધે છે. શરીરની મેટાબોલિઝમ (ચયાપચય)ની વ્યવસ્થા એક રિધમ મુજબ ચાલે તો તમામ અવયવોનું સ્વાસ્થ્ય સારું રહે. જોકે જ્યારે જમવાના સમયમાં બદલાવ આવે ત્યારે એની પાચનક્રિયા પર અસર પડે છે અને લિવરમાં ખરાબ પ્રકારની ચરબી સંઘરાઈ રહેવાનું પ્રમાણ વધી જાય છે.

મોસ્કોઃ નશીલા પદાર્થોની આદતથી કંટાળેલાં લોકોને આ કુટેવથી છોડાવવા દવા અપાય છે કે પછી તેની સાથે કાઉન્સેલિંગ કરાય છે, પણ રશિયાના ડોક્ટર્સે અનોખી પદ્ધતિ શોધી છે. 

પધારો અમારે દેશઃ હવે બ્રિટને પણ નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ ટચુકડા પડોશી દેશ નેપાળથી માંડીને ભૂતાન, જપાન અને મહાસત્તા અમેરિકાના પ્રવાસો કરીને વિશ્વભરમાં છવાઈ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હવે બ્રિટન પ્રવાસનો તખતો ગોઠવાઈ રહ્યો છે.

કુંતલ એક આરોપમાંથી મુક્ત, બીજામાં દોષિત

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને હતી. 

શૈલેષ વારા ‘ગુજરાત ગૌરવ’

અમદાવાદઃ ‘ગુજરાતમાં આવીને મને અપાર આનંદ થયો છે. ગુજરાત અને ઇંગ્લેન્ડનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. આપણે ગુજરાતીઓએ યુગાન્ડાથી ઈંગ્લેન્ડ જઇને જે પુરુષાર્થ કર્યો તે અદભૂત છે. તમામ ક્ષેત્રોમાં ગુજરાતીઓએ નામ કાઢ્યું છે. બ્રિટનની નજર ભારત તરફ છે, અને ગુજરાત તરફ પણ છે.’ કેમરન સરકારમાં મિનિસ્ટર ઓફ જસ્ટિસ તરીકે સેવારત પ્રથમ ગુજરાતી એમ.પી. શૈલેષ વારાએ વિશ્વ ગુજરાતી સમાજનું ‘ગુજરાત ગૌરવ’ સન્માન સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા.