સેન્ટ્રલ ક્રોયડન રેલવે સ્ટેશનોને ઝોન ચારમાં લઈ જવા અભિયાન 05/12/2014 7:59 am Sandip Bhavsar લંડનઃ ક્રોયડન સેન્ટ્રલ મતક્ષેત્ર માટે લેબર પાર્ટીના ઉમેદવાર સારાહ જોન્સ અને ક્રોયડન નોર્થના સાંસદ સ્ટીવ રીડ દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર લંડનના નકશામાં સેન્ટ્રલ ક્રોયડન રેલવે સ્ટેશનોને ઝોન પાંચમાંથી ઝોન ચારમાં લઈ જવા સંયુક્ત અભિયાન આદરવામાં આવ્યું છે.
આગામી વર્ષે ઘરના ભાવ ઘટશે? 06/12/2014 5:09 am Sandip Bhavsar લંડનઃ મકાન કે ઘર ખરીદવા આવતા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કે નહિ, તે મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચની આગાહી મુજબ ઘરની કિંમતોમાં આગામી વર્ષે ૦.૮ ટકાનો ઘટાડો થશે.
મોદીની વિદેશનીતિ પર લંડનમાં ચર્ચા 05/12/2014 8:00 am Sandip Bhavsar લંડનઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા, રાજકીય નીરિક્ષક, પત્રકાર, લેખક અને બિહારમાં કિશનગંજ લોકસભા ક્ષેત્રના સાંસદ એમ. જે. અકબર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ અને હેતુઓ, પડકારો અને તકો તેમજ ખાડી પ્રદેશો અને ઇન્ડો પેસિફિક વિસ્તારોમાં ભારતના વિકલ્પોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા વિશે ૨૮ નવેમ્બરે ચર્ચાનું આયોજન થયું છે.
‘નરેન્દ્ર મોદીને આવકારવા અમે ઉત્સુક છીએ’ 06/12/2014 5:10 am Mukesh Patel લંડનઃ દિવાળીના શુભ તહેવારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં વડા પ્રધાન ડેવિડ કેમરને એશિયન મતદારોને ખાતરી આપી હતી કે તેમની કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી અને પક્ષ વચ્ચેની ખાઈ પૂરવા તમામ પ્રયાસ કરી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ અન્ય કોમ્યુનિટીઓનો ટેકો અને મત મેળવવા પૂરતું કાર્ય કર્યું ન હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આગામી ચૂંટણીમાં બહુમતી ન મળે તો પક્ષ UKIP સાથે ગઠબંધન કરી શકે તેવી અટકળો વચ્ચે તેમનો ઉત્તર આવ્યો હતો.
ચેરિટીના નાણાનો ઉપયોગ ત્રાસવાદમાં?ઃ 05/12/2014 8:01 am Sandip Bhavsar મેટ્રોપોલીટન પોલીસ કમિશનર સર બર્નાર્ડ હોગાન-હોવે જાહેર જનતાને ચેરિટી સંસ્થાઓને દાન આપવામાં કાળજી રાખવાની સલાહ આપી છે. ચેરિટી બોક્સમાં અપાયેલાં દાનના નાણાનો ઉપયોગ ઈસ્લામિક ત્રાસવાદીઓને ભંડોળ આપવામાં થતો હોવાનું જોખમ છે. અધિકારીઓએ સામાન્યપણે આવી એકાદ યોજનાની સરખામણીએ આ વર્ષે મુસ્લિમ ત્રાસવાદીઓ દ્વારા અમલમાં મૂકાનારી ચાર-પાંચ ત્રાસવાદી યોજનાઓ નિષ્ફળ બનાવી છે.
લંડનમાં ત્રાસવાદના હજારો શકમંદો પર નજરઃ 06/12/2014 5:11 am Sandip Bhavsar લંડનના મેયર બોરિસ જ્હોન્સને કરેલા ઘટસ્ફોટ અનુસાર સિક્યુરિટી એજન્સીઓ લંડનમાં ત્રાસવાદના હજારો શકમંદો પર નજર રાખી રહી છે. મેયરે કહ્યું હતું કે Isil અને અન્ય ઈસ્લામિક ત્રાસવાદી જૂથો તરફથી જોખમ ધારણા કરતા વધુ છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે યુકેથી સીરિયા અને ઈરાક જઈIsil અથવા અલ-કાયદાના ત્રાસવાદીઓ સાથે મળી લડનારા ૫૦૦ જેટલા જેહાદીઓમાંથી પાછા ફરેલા અડધા જેહાદીથી દેશના માથે જોખમ છે.
નીસડન સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઊજવણી કરાશે 05/12/2014 8:04 am Sandip Bhavsar લંડનઃ નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય બનેલા સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાશે ત્યારે તેની એક વર્ષ લાંબી ઊજવણીનો આરંભ કરવા નિર્ણય લેવાયો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઓગસ્ટ ૧૯૯૫માં લંડનમાં BAPS સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરે શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને સ્થાનિક નિવાસીઓને અધ્યાત્મિકતા, સમુદાય, શાંતિ અને પ્રેરણાની લાગણી પૂરી પાડી છે.
યૌનશોષણના છ અપરાધી સામે પ્રતિબંધાત્મક આદેશ 05/12/2014 8:06 am Sandip Bhavsar લંડનઃ હાઈ કોર્ટ ઓફ લંડનના જસ્ટિસ કીહાને જાતીય શોષણના છ અપરાધીઓના નામનો ઉલ્લેખ કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સાથે તેમના દુષ્કૃત્યનો ભોગ બનેલી કિશોરીનો તેમ જ ૧૮ વર્ષથી ઓછી વયની અન્ય કિશોરીઓનો સંપર્ક સામે પ્રતિબંધ ફરમાવતો ઐતિહાસિક આદેશ કર્યો છે.
અનીના હત્યારા વિશે ખોટાં તારણો પર આવ્યાનો નિષ્ણાત સાક્ષીનો એકરાર 06/12/2014 5:14 am Mukesh Patel કેપ ટાઉન, લંડનઃ અની દેવાણી હનીમૂન હત્યાની ટ્રાયલમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. અનીના એક હત્યારા ઝોલિલે મ્નજેનીને અપરાધી ઠરાવવામાં ચાવીરૂપ સાક્ષી અને સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસ (SAPS)ના બેલેસ્ટિક્સ નિષ્ણાત પીટર એન્જલબ્રેખ્તે હત્યારાએ અનીને ઠાર મારી ત્યારે તે ક્યાં ઉભો હતો તેના ખોટાં તારણો પર આવ્યાનો વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટ સમક્ષ એકરાર કર્યો છે. આના પરિણામે બ્રિસ્ટલના બિઝનેસમેન અને અનીની પતિ શ્રીયેન દેવાણીને હત્યાના આયોજન માટે અપરાધી ગણાવતી સાઉથ આફ્રિકન પોલીસની સમગ્ર તપાસ વિશે શંકા સર્જાઈ છે. બે વર્ષ અગાઉ, આ નિષ્ણાતે ટેક્સીની આગળની બેઠક પરથી હત્યારાએ પાછળની સીટ પર બેઠેલી અની દેવાણીને ગોળી મારી હોવાનો મત દર્શાવ્યો હતો.
મોદીનાં પત્નીએ સુરક્ષા અંગે માહિતી માગીઃ 05/12/2014 8:08 am Sandip Bhavsar વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી વર્ષોથી અલગ રહેતા તેમના પત્ની જશોદાબહેને તેમને જે રીતે સરકાર તરફથી સુરક્ષા મળે છે તે અંગે ખુલાસો માગતી રાઇટ ટુ ઇન્ફર્મેશન મુજબ મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. નિવૃત્ત શિક્ષિકા જશોદાબહેને ત્રણ પાનાની અરજીમાં જણાવ્યું છે કે, ‘હું વડા પ્રધાનની પત્ની છું અને પ્રોટોકોલ મુજબ સુરક્ષા સિવાય બીજી અન્ય કઇ સુવિધા માટે હું હકદાર છું તેની વિગતો માંગુ છું. મને એ ઓર્ડરની પ્રમાણિત કોપી આપવામાં આવે, જેની હેઠળ વડા પ્રધાનના કુટુંબીજનો, ભાઇઓ, બહેનો અને મને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સ્વ. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના સુરક્ષાકર્મીઓએ હત્યા કરી હતી તે જોતાં મારી ફરતેના સુરક્ષાકવચની હાજરીથી મને ડર લાગે છે. તેથી મને અપાતા સુરક્ષાકવચ અંગે વિગતો આપવામાં આવે.’