ફરજિયાત સેક્સ એજ્યુકેશનની માગણી 06/12/2014 5:21 am Mukesh Patel ચેરિટી નેતાઓએ નવેસરથી ફરજિયાત સેક્સ એજ્યુકેશન માટે માગણી કરી છે.
મોડાસામાં મહાસુખ વિદ્યાનગરીના સર્જક અને દાતાનું અભિવાદન 05/12/2014 8:14 am Sandip Bhavsar મોડાસાઃ સાબરકાંઠાના ગાંધીજી એવા મથુરદાસના નામ સાથે જોડાયેલ અહીંના કેળવણી મંડળ સંચાલિત વિવિધ ૧૭ વિદ્યાશાખા દ્વારા ઉચ્ચ શિક્ષણની સુવિધા ઘરઆંગણે પ્રાપ્ત બની છે.
બ્રિટિશ દાનના નાણા ત્રાસવાદીઓને પહોંચવાની આશંકાઃ 06/12/2014 5:21 am Vikram Nayak કમિશને આતંકવાદીઓ તરફથી જોખમ ધરાવતા ૮૬ સહાય જૂથો વિશે તપાસ આરંભી છે, જેમાં સીરિયા કટોકટીનો ભોગ બનેલા અસરગ્રસ્તોને મદદ માટે કાર્યરત ૩૭ જૂથોનો પણ સમાવેશ થાય છે. બ્રિટિશ સહાયના નાણા અને પૂરવઠો યુદ્ધમોરચા પરના ત્રાસવાદીઓને રોકડ, સાધનો અને લડવૈયાઓને મોકલવા માટે થતો હોવાની ચિંતા કમિશનના વડાએ દર્શાવી હતી. બ્રિટિશ પ્રજા દ્વારા દાનમાં અપાયેલાં નાણા સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના લડવૈયાઓને પહોંચતાં હોવાની ચેતવણી ચેરિટી કમિશનના અધ્યક્ષ વિલ્યમ શોક્રોસે આપી છે.
મુલાયમ સિંહનું ગુજરાતીઓ વિશે અણછાજતું નિવેદન 05/12/2014 8:15 am Vikram Nayak અમદાવાદઃ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વાક્પ્રહાર કરવાની લાલચમાં તમામ ગુજરાતીઓને ‘જૂઠા’ કહ્યાં છે. મંગળવારે લખનઉમાં આઠ વર્ષ બાદ યોજાયેલી પાર્ટીની મહિલા પાંખની બેઠકમાં તેમણે આવું વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું.
યુરોપિયન નોકરીવાંચ્છુઓની સંખ્યા પર બ્રેકની વિચારણા 06/12/2014 5:21 am Mukesh Patel મોટા ભાગની ચૂંટણીઓમાં અર્થતંત્ર અને આરોગ્યના મુદ્દાથી પણ ઈમિગ્રેશનનો મુદ્દો વધુ મહત્ત્વનો બની ગયો છે.
સીબીઆઇઃ વિશ્વસનીયતાનું દેવાળું ફૂંક્યું છે 05/12/2014 8:15 am Nilesh Parmar વિશ્વના દરેક દેશમાં તેની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થાને આગવી વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા અને સન્માનજનક નજરે નિહાળવામાં આવતી હોય છે, પણ ભારતની વાત અલગ છે. અહીં તો દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇની આબરૂ-પ્રતિષ્ઠા દિનપ્રતિદિન તળિયે જઇ રહી છે.
વિદ્યાર્થી હરેશ મહેતાએ આધુનિક ટેકનોલોજી થકી અપરાધી પકડાવ્યો 06/12/2014 5:23 am Sandip Bhavsar લંડનઃ સાઉધમ્પ્ટનના આઈટી સિક્યુરિટીના ૨૦ વર્ષીય વિદ્યાર્થી હરેશ મહેતાએ તેની કનડગત કરતા અપરાધીને આધુનિક ડિજિટલ વિડિયો ટેકનોલોજીના ઉપયોગથી પકડાવી દીધો છે. ખાસ પ્રકારના તૈયાર કરાયેલા સર્વેલન્સ સનગ્લાસીસની મદદથી મહેતાએ વિડિયો પૂરાવા એકત્ર કર્યા હતા. આના પરિણામે તેમને ખાનગી પ્રોસીક્યુશન માટે પરવાનગી પણ અપાઈ હતી. હરેશ મહેતાએ તેની સાથે કરાતા અપમાન અને ધાકધમકી વિશે પોલીસને ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ સત્તાવાર કાર્યવાહી કરાઈ ન હતી.
આણંદમાં રૂ. ૬૦૦ કરોડનું મૂડીરોકાણ થશે 05/12/2014 8:16 am Sandip Bhavsar વલ્લભ વિદ્યાનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રૂ. છ હજાર કરોડનું રોકાણ આવશે 06/12/2014 5:23 am Mukesh Patel ગાંધીનગરઃ કેવડિયા ખાતે નર્મદા નદીમાં આકાર લેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં અનેક સ્થળે માવઠુંઃ 05/12/2014 8:17 am Vikram Nayak વાતાવરણમાં આવેલા પલટાને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૧૨-૧૩ નવેમ્બરે જોરદાર કમોસમી વરસદ પડ્યો હતો.