Advanced search


વોશિંગ્ટનઃ અમેરિકાની નબળી ઇમિગ્રેશન સિસ્ટમને સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં વસતા અંદાજે ૫૦ લાખ ગેરકાયદે વિદેશીઓને દેશનિકાલ સામે રક્ષણ આપવાની જાહેરાત કરી છે. ઓબામાની જાહેરાતને પગલે દેશમાં ગેરકાયદે રહેતા પરિવારો કાયદેસર વર્કપરમિટની માગ કરી શકશે.

લોર્ડ ફોકનર હવે ‘વજનદાર’ રાજકીય હસ્તી નથી

લંડનઃ લેબર પાર્ટીના ૬૨ વર્ષીય ઉમરાવ લોર્ડ ચાર્લ્સ ફોકનર હવે ‘વજનદાર ’ રાજકીય હસ્તી રહ્યા નથી. તેમણે બે વર્ષમાં પોતાનું શારીરિક વજન ૧૬ સ્ટોન અને છ પાઉન્ડથી ઘટાડીને ૧૧ સ્ટોન અને પાંચ પાઉન્ડ સુધી લાવી દીધું છે. 

દ્વારકાઃ પશ્ચિમ ભારતના મહત્ત્વના તીર્થક્ષેત્ર એવા દ્વારકામાં દ્વારકાધિશને સોના-ચાંદીના મુગટ, હાર, થાળ, આભૂષણોની ભેટ ભક્તો ચઢાવતા હોય છે.

અમદાવાદઃ ભૂજથી દિલ્હી અને અમદાવાદથી અબુધાબીની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેટ એરવેઝ ૧૪ નવેમ્બરથી અમદાવાદથી અબુધાબી તેમ જ ૨૬ ઓક્ટોબરથી ભૂજથી દિલ્હી માટે ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે.

અમેરિકી કોંગ્રેસ ખાતે સાંસદોએ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી કરી છે. તમામ સભ્યોએ પોતાની પક્ષની મર્યાદાઓ નેવે મૂકીને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. સાંસદોએ અમેરિકાનું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ સારું બનાવવામાં ભારતીય અમેરિકનોની ભૂમિકાની પ્રશંસા પણ કરી છે.

પેટાચૂંટણીઓમાં કેસરિયો લહેરાયો

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ૪૬ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા છે. જેમાં ૪૬ પૈકી ૩૪ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ જણાવ્યું છે.

ઝીન્નત અમાનને પૈણ ચઢ્યું!

એક જમાનાની હિન્દી ફિલ્મોની ગ્લેમરસ, બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રી ઝીન્નત અમાન ફરીથી ચર્ચામાં છે. ૧૯ નવેમ્બરે તેણે પોતાનો ૬૩મો જન્મદિન ઉજવ્યો હતો.