અમે ભારત સાથે મળીને સુખોઇ-57 બનાવવા તૈયાર, વેપાર 100 બિલિયન ડોલર કરાશેઃ પુતિન 10/06/2026 7:17 am Badal Lakhlani રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારત સમક્ષ એક મોટો સંરક્ષણ વેપાર પ્રસ્તાવ મૂક્યો છે. પુતિને જણાવ્યું કે, રશિયા ભારત સાથે પાંચમી પેઢીના સુખોઈ-57 (Su-57) સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, આ સોદો કોઈપણ પ્રતિબંધો કે શરતો વિના થશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત પોતાનું ફાઈટર જેટ વિકસાવી રહ્યું છે, જેને વિકસાવવામાં ઘણો સમય લાગી શકે છે.
ભારતમાં ઈ-85 ફ્યૂઅલ લોન્ચ 10/06/2026 7:15 am Badal Lakhlani વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું ઈ-85 ફ્યૂઅલ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી.
બાગેશ્વર બાબાના દરબારમાં 20 લોકો ધૂણવા લાગ્યા, સિક્યોરિટી-પત્રકાર પર હુમલો કર્યો 10/06/2026 6:32 am Badal Lakhlani રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 3 દિવસીય ધાર્મિક મહોત્સવના અંતે મોટો વિવાદ શરૂ થયો છે. પ્રથમ 2 દિવસ હનુમંત કથાના રસપાન બાદ, ત્રીજા દિવસે 'દિવ્ય દરબાર'માં (પ્રેત દરબાર) જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના આક્ષેપો ઉઠ્યા છે. બાબા દ્વારા લોકોની જટિલ સમસ્યાઓ અને પારિવારિક કંકાસના ઉકેલના દાવા વચ્ચે, નકારાત્મક ઊર્જા દૂર કરવાના મંચ પરથી હુંકાર બાદ પંડાલમાં મહિલાઓ સહિત મધ્યપ્રદેશ સાથેના રાજ્યના 20થી વધુ લોકો ધૂણવા લાગ્યા હતા. સિક્યૂરિટી-પત્રકાર પર હુમલો પણ કર્યો હતો. કલાકો સુધી અંધશ્રદ્ધાનો આ ખેલ રાજકોટના સમગ્ર સરકારી તંત્રએ લાઇવ અને રૂબરૂમાં નિહાળ્યો હતો.
ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપઃ 35નાં મોત 10/06/2026 7:20 am Badal Lakhlani ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ ભયાવહ ભૂકંપમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 200થી વધુ ગંભીર રીતે ઘાયલ છે. ભૂકંપના કારણે કેટલીય ઈમારતો અને દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપના તટ પાસે 33 કિ.મી.ની ઊંડાઈએ હતું. સૌથી વધુ અસર જનરલ સેન્ટોસ શહેર અને આસપાસના વિસ્તારોમાં થઈ છે, જ્યાં કેટલીય સરકારી ઇમારતો, સ્કૂલ અને પુલને નુકસાન થયું છે.
સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન 10/06/2026 5:00 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના સ્થાને શ્રેયસ ઐયરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે આઇપીએલમાં ઝંઝાવાતી બેટિંગ કરીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરનાર 15 વર્ષીય વૈભવ સુર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.