Advanced search


વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મ

વેસ્ટ બ્રોમવિચના શ્રી કૃષ્ણ મંદિર દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન શનિવાર 6 જૂને સત્તાવારપણે રૂફ ફંડરેઈઝર લોન્ચ કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસે ખાસ શ્રી વિષ્ણુ સહસ્રનામ પૂજા પણ કરવામાં આવી હતી.

સરિતા રિશિ ચૌહાણે વેસ્ટહાઉટોન મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો

બોલ્ટન, લેન્કેશાયરની વેસ્ટહાઉટોન કાઉન્સિલ દ્વારા મંગળવાર 5 મેના રોજ વેસ્ટહાઉટોન ટાઉન હોલમાં કાઉન્સિલર જિલિયન વ્રો પાસેથી નવા મેયર સરિતા રિશિ ચૌહાણના પદભાર અને મેયરની ફરજોનો કાર્યભાર સંભાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. સરિતાબહેન અને તેમના પતિ રિશિ રતિલાલ ચૌહાણે કોમ્યુનિટીની ઘણી સારી સેવા કરી છે અને કાઉન્સિલર તરીકે તેમણે બંનેએ સારું કાર્ય કર્યું છે.

17 આઇસોલેટ સિંહ પૈકી 12ને મુક્ત ક

જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 5 સિંહને જંગલમાં મુક્ત કરાયા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે જામવાળા એનિમલ કેર સેન્ટરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવાયા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ કુલ 12 સિંહને મુક્ત કરાયા છે અને 5 સિંહ સારવાર હેઠળ છે

ઊંટનાં દૂધથી કચ્છના પશુપાલકો

1 જૂને ઊજવાતા વિશ્વ દૂધ દિવસ નિમિત્તે કચ્છમાં પરંપરાગત પશુપાલન સાથે સંકળાયેલા ઊંટનાં દૂધનું મહત્ત્વ ફરી એકવાર ઉજાગર થયું. કચ્છના રણ અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અનેક માલધારી પરિવારો ઊંટપાલન સાથે જોડાયેલા છે અને ઊંટનું દૂધ તેમના જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન બન્યું છે. ‘રણનું જહાજ’ તરીકે ઓળખાતું ઊંટ ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે પણ જીવન જીવી શકે છે, જેથી માલધારીઓ માટે તે અત્યંત ઉપયોગી પશુ ગણાય છે.

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45 ક...

હાલની સ્થિતિમાં ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાયદા-કાનૂનની મજાક સમાન બની રહી છે. સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45.58 કરોડનાં કેફી દ્રવ્યો પકડાયા હોવાનું ખુદ રાજ્ય સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં કબૂલ્યું હતું. જેમાં એક વર્ષમાં જ રૂ. 45 કરોડથી વધુનો દારૂ-ગાંજાનો જથ્થો પકડાયો હોવાનું જણાયું છે.

અમિત ખૂંટ આત્મહત્યાકેસની આરો

ગોંડલ નજીક આવેલા શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નીપજયું હતું. 

6 મેટ્રિક ટન LPG ભરેલું ટેન્કર ઇર

ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે પોરબંદરની જેટી પર 6 હજાર મેટ્રિક ટન ભરેલું LPG ગેસ ભરેલું ટેન્કર આવી પહોંચ્યું છે. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠલવાયો હતો. પોરબંદરની જેટી પર છેલ્લા 10 દિવસમાં 4 જેટલાં LPG ટેન્કર ફાળવાયાં છે. પોરબંદરમાં અંદાજે 20 હજાર મેટ્રિક ટન LPG જાવરમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ફાળવાયો છે. આ એલપીજી ગેસથી આશરે 14,08,451 સિલિન્ડર ભરી શકાય છે.

બાળભક્તો શિવાન (11), અનય (11) અને રીઆન (6) દ્વારા ભગવાન, મંદિર અને તેમણે કેળવેલી મિત્રતા વિશે જણાવાયું હતું.

સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે ર...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો વિક્રમ હવે નરેન્દ્ર મોદીના નામે થઈ ગયો છે.

ફિફા વર્લ્ડ કપઃ 3 યજમાન, 39 દિવસ અ...

ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19 જુલાઈના રોજ ખેલાશે.