Advanced search


ફોર્ચ્યુન ઇંડિયા વેલ્યુએબલ સ

‘ફોર્ચ્યુન ઈન્ડિયા’ દર વર્ષે વેલ્યુએબલ સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કરે છે. આ વખતે આ લિસ્ટમાં પહેલા નંબર પર ક્રિકેટર વિરાટ કોહલી છે, તેની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જોકે તેને બાદ કરતાં લિસ્ટમાં બોલિવૂડનો દબદબો જોવા મળે છે.

અને આમિર-પુત્રને બાજુમાં ધકેલ

સુપરસ્ટાર આમિર ખાનની આઇકોનિક ફિલ્મ ‘લગાન’ અને તેમના પ્રોડક્શન હાઉસને 25 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તાજેતરમાં એક શાનદાર સેલિબ્રેશન પાર્ટી યોજાઇ હતી. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓએ હાજરી આપી હતી.

આમિર ખાન પ્રોડકશનની સિલ્વર જ્

આમિર ખાને 25 વર્ષ પહેલા પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. આ શરૂઆત પણ જેવીતેવી ફિલ્મ માટે નહીં, પણ ‘લગાન’ માટે કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, આશુતોષ ગોવારીકર આમિર પાસે ‘લગાન’ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને પહોંચ્યા હતા. 

GHS Bhajan Sammelan-- Welcoming ladies group from Walsall

GHS Bhajan Sammelan-- Welcoming ladies group from Walsall

GHS Bhajan Sammelan-- Pravachan by Pujya Bharat Rambhaktji

GHS Bhajan Sammelan-- Pravachan by Pujya Bharat Rambhaktji

ઘરેબેઠાં 9 સરળ યોગાસન કરો: તન-મન...

આજની બેઠાડુ જીવનશૈલીમાં, લોકો તેમનો મોટાભાગનો સમય ખુરશી-ટેબલ પર બેસીને કામ કરવામાં વીતાવે છે. જીવનમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સર્વે મુજબ, ભારતમાં માત્ર 11 ટકા લોકો જ કોઈ શારીરિક પ્રવૃત્તિ અથવા નિયમિતપણે કસરત કરે છે. 21જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય લોકોને યોગના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. તો આજે યોગ દિવસ પર અમે તમને આવા 10 આસાન યોગાસનો વિશે જણાવીએ છીએ, જેને કોઈપણ વ્યક્તિ સરળતાથી ઘરે કરી શકે છે.

અથ યોગાનુશાસનમ્

મહર્ષિ પતંજલિ દ્વારા રચિત સુપ્રસિદ્ધ ગ્રંથ ‘પતંજલિ યોગ-સૂત્ર’નું પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે ‘અથ યોગાનુશાસનમ્’ એટલે કે હવે યોગની શરૂઆત થાય છે, આ યોગની શરૂઆત છે, હવે યોગ જરૂરી છે... આ બધાં વાક્યો એક બાબત તો સ્પષ્ટ કરે જ છે કે ‘હવે’ની સ્થિતિની સમજ જરૂરી છે. જ્યારે ખબર પડે કે આપણે બંધનમાં છીએ ત્યારે જ મુક્તિ માટેનો પુરુષાર્થ ચાલુ થાય. જિંદગીમાં કંઈક અયોગ્ય થઈ રહ્યું છે તેની પ્રતીતિ થતા જ શું યોગ્ય છે તે જાણવાનો અને તે દિશામાં જીવનને લઈ જવાનો પ્રારંભ થાય. શરીર રોગગ્રસ્ત થયું તેની ખબર પડે પછી જ સારવાર કરાવવાનો વિચાર આવે. પ્રશ્ન છે એની જાણ થતાં ઉત્તર શોધવાના પ્રયત્નો થાય. સબંધોમાં ખટરાગ છે એ સમજાય પછી જ તેને દૂર કરવાનો પ્રયત્ન થાય.

રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરનારી...

ગુજરાત સરકારે નવી ઉદ્યોગનીતિ વિકસિત ગુજરાત ઉદ્યોગનીતિ-2026ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવી નીતિ જાહેર કરી છે. સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધી ગુજરાતમાં બનેલી તમામ ઉદ્યોગનીતિ પૈકી આ સૌથી વધુ આકર્ષક છે. આ નીતિ અનુસાર રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરનારી અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝને રૂ. 3500 કરોડની સહાય મળશે.

ભરૂચની જુમ્મા મસ્જિદના પ્રવે

ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્ત્વ વિભાગે ખોલીને તપાસ કરી. આ તપાસમાં અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળતાં સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે. છેલ્લા છ મહિનાથી ચાલતા આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.