Advanced search


પોરબંદરમાં અદ્યતન ફર્નિચર પા

પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરાઈ છે. વર્ષ 2047 સુધીમાં રાજ્યનાં બંદરોની કાર્ગો ક્ષમતાને 600 મિલિયન મેટ્રિક ટનથી પાંચ ગણી વધારીને 3000 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે, પોરબંદરમાં એક અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ અને ‘ફર્નિચર પાર્ક’ની સ્થાપના માટેની કવાયત હાથ ધરાઈ છે.

સાળંગપુર હનુમાનજીનાં નામ અને

દેશવિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના અનન્ય પ્રતીક સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દિવ્ય સ્વરૂપો, કિંગ ઓફ સાળંગપુર તેમજ તીર્થધામ સાથે સંકળાયેલી અનેકવિધ આધ્યાત્મિક વિશેષતાઓને ભાવી પેઢીઓ સુધી સુરક્ષિત રાખવા માટે અને ભવિષ્યમાં કોઈપણ ખોટો કે વ્યવસાયિક દુરુપયોગ ન કરી શકે તે માટે ટેમ્પલ મેનેજમેન્ટ દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવીને તેને કાયદાકીય સુરક્ષાકવચ આપવામાં આવ્યું છે.

અભી તો મૈં જવાન હૂં......

અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને 83 વર્ષની ઉમરે પણ યુવાનો જેવી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે તેઓ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ફેન્સ સાથે સતત સંપર્ક જાળવે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં આશ્ચર્યજનક ખુલાસો કરીને સહુને ચોંકાવી દીધા છે. 

ગુજરાત હાઇકોર્ટની યુસુફ પઠાણ

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સમયની માગણી કરાઈ હતી.

Sri Ayyappa Seva Samaj, Nairobi – 24th Prathishta Day-1

Sri Ayyappa Seva Samaj, Nairobi – 24th Prathishta Day-1

નાઈરોબી એરપોર્ટ નવીનીકરણનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાયો

કેન્યાએ નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણનો 2.9 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન કંપની (CCCC)ને સોંપ્યો છે. ભારતના અદાણી ગ્રૂપ સાથે એરપોર્ટ અપગ્રેડેશનનો સોદો રદ કરાયાના બે વર્ષ પછી આ જાહેરાત કરાઈ છે.

કેન્યામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનઃ 500,000 વૃક્ષ રોપાશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ ઈનિશિયેટિવ હેઠળ નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને અમ્બોસેલીના ડ્રાયલેક એન્જેલેસા કન્ઝર્વન્સીના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ 2026 સંદર્ભે વૃક્ષારોપણનું મહાઅભિયાન આદર્યું છે. આ કેમ્પેઈન હેઠળ કેન્યામાં અમ્બોસેલી ઈકોસિસ્ટમમાં આગામી પાંચ વર્ષમાં 500,000થી વધુ સ્વદેશી વૃક્ષો રોપવામાં આવશે.

કેન્યા માનવાધિકારોના 2000 જેટલા વિક્ટિમ્સને વળતર આપશે

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં માનવાધિકારોના શોષણ અને દુરુપયોગ સંબંધિત હિંસાનો શિકાર બનેલા લગભગ 2000 વિક્ટિમ્સને વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્યામાં ન્યાયતંત્ર સિસ્ટમની બહાર રાષ્ટ્રીય વળતરની આ દુર્લભ પ્રક્રિયા છે. રાષ્ટ્રીય ભંડોળ સાથેના હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા ચકાસણી પછી આગામી સપ્તાહથી માનવાધિકારોના દુરુપયોગનો શિકાર બનેલાને વળતર આપવાનું શરૂ કરાશે. કુલ વળતરની રકમ 15 મિલિયન ડોલર રહેવાની ધારણા છે.

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એ

પાકિસ્તાને એકવાર અફઘાનિસ્તાનમાં ઘાતક એરસ્ટ્રાઇક કરી છે. અફઘાન સરકારના અધિકારીઓફરી અને સ્થાનિક સૂત્રોએ બુધવારે સવારે જણાવ્યું હતું કે, બંને દેશોની સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયાં છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે, પાકિસ્તાની સૈન્ય વિમાનોએ રાત્રે તેના હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં સામાન્ય નાગરિકોનાં ઘરો પર બોમ્બમારો કર્યો. અફઘાન અધિકારીઓ અનુસાર આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયાં છે.