રોયલ કોલેજ ઓફ સર્જન્સ ખાતે મહર્ષિ સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ 24/06/2026 7:36 am Achyut Sanghavi ભારતીય ચિકિત્સાની ધરોહરના સન્માનરુપે સ્કોટલેન્ડના એડિનબરાની રોયલ કોલેજ ઓફ સર્જન્સના પ્લેફેર ઓડિટોરિયમ ખાતે ઈતિહાસમાં સૌથી પ્રાચીન ચિકિત્સકોમાં એક અને આધુનિક પ્લાસ્ટિક સર્જરીના પ્રણેતા મહર્ષિ સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ શુક્રવાર, 19 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતવંશી તેલુગુ સર્જન પ્રોફેસર ચંદ્રા ચેરુવુની પહેલ થકી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
યોગથી કેન્સર પેશન્ટ્સના મિજાજ, થાક-નબળાઈ અને તણાવમાં સુધારો 24/06/2026 7:53 am Vikram Nayak ભારતીય સંસ્કૃતિએ વિશ્વને યોગની અનુપમ ભેટ આપી છે. વિજ્ઞાન પણ યોગના લાભને સ્વીકારે છે. કેન્સરના પેશન્ટ્સ તેમની સારવાર પછી તણાવ અને થાક-નબળાઈનો સામનો કરવામાં યોગથી લાભ મેળવી શકે છે તેમ સંશોધકો જણાવે છે. શિકાગોમાં અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની જનરલ મીટિંગમાં કેન્સરની સારવાર લઈ ચૂકેલા 400 પેશન્ટ્સ માટે ચાર સપ્તાહની ટ્રાયલના પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. આ ટ્રાયલ પછી પેશન્ટ્સને એન્ગ્ઝ્યાઈટી અને અનિદ્રામાં ઘટાડો થયાનું જણાયું હતું.
PCOSઃ પીરિયડ્સની ગરબડ સાથે ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝનું પણ જોખમ 22/06/2026 6:14 am Nilesh Parmar પીસીઓએસના ટૂંકા નામે ઓળખાતો પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે, જેનો સામનો મહિલાઓ ટીનેજથી લઈને મેનોપોઝ સુધી જીવનભર કરે છે. તે માસિકચક્રમાં ખલેલ, ખીલ, અનિચ્છનીય વાળ અને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનું કારણ બને છે. તે માત્ર માસિક સ્રાવ સંબંધિત વિકાર નથી, પરંતુ હોર્મોન્સ અને મેટાબોલિઝમને પણ અસર કરે છે. એક સંશોધનના તારણ અનુસાર, દુનિયામાં દર આઠમાંથી એક મહિલા તેનાથી પ્રભાવિત છે. તો આવો, આજે આપણે જાણીએ આ સમસ્યા વિશે જાણીએ સવાલ-જવાબના માધ્યમથી...
સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય 18/06/2026 9:32 am Nilesh Parmar ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. યાદીમાં સ્મૃતિ 41મા ક્રમે જોવા મળે છે. મેગેઝિને ખેલ હસ્તીઓની યાદીને ચાર કેટેગરીમાં વહેંચી છે જેમાં આઈકન્સ, ટાઈટન્સ, ઈનોવેટર્સ અને લીડર્સ સામેલ છે. સ્મૃતિનું નામ ‘ટાઈટન્સ’ યાદીમાં સામેલ કરાયું છે.
GHS આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી 24/06/2026 7:04 am Achyut Sanghavi ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા રવિવાર 21 જૂને ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો વિશેષ યોગ સેશનમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં યોગ અને તેના લાભનો પ્રસાર કરવાના હેતુસર યુનાઈટેડ નેશન્સ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.
ગાર્ડનિંગઃ મૂડ સારો કરવાની સરળ ટ્રિક 20/06/2026 8:08 am Nilesh Parmar દરરોજ થોડોક સમય ગાર્ડનિંગ કરવાની આદત તમારા મન અને શરીર બંનેને રાહત આપી શકે છે. ‘સ્પ્રિંગ નેચર’માં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે, બાગકામ અને બાગાયતી પ્રવૃત્તિઓ માનસિક સ્વાસ્થ્ય, સુખાકારી અને જીવનની ગુણવત્તા પર સકારાત્મક અસર કરે છે. તમારી બાલ્કની, ટેરેસ અથવા નાના કુંડામાં છોડ વાવવા એ એક સારી શરૂઆત છે.
યુકેથી ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે જસકિરત સિંહને 5 વર્ષ 3 મહિનાની કેદ 23/06/2026 10:26 am Arnold Christie યુકેથી લૉરીઓ મારફતે ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાં માઇગ્રન્ટ્સની હેરાફેરી કરવાના રેકેટમાં સંડોવણી કબૂલ્યા બાદ 25 વર્ષીય ભારતીય નાગરિક જસકિરત સિંહને દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
લંડન એરપોર્ટ પર પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી સામગ્રી રાખવા બદલ દોષિત 23/06/2026 10:27 am Arnold Christie પાકિસ્તાનની મુલાકાત લઈને પરત ફરેલા 20 વર્ષીય પાકિસ્તાની યુવકની તપાસ દરમિયાન તેની પાસેથી ઇસ્લામિક આતંકવાદી સામગ્રી મળી આવતા લંડનની અદાલતે તેને પ્રતિબંધિત સામગ્રી રાખવા અને અન્ય લોકો સાથે શેર કરવા બદલ દોષિત જાહેર કર્યો છે.
100થી વધુ નકલી એકાઉન્ટ દ્વારા મુસ્લિમોને બ્લેકમેલ કરનાર સોમાલીને 16 વર્ષની જેલ 23/06/2026 10:29 am Arnold Christie યુવાન મુસ્લિમો અને કિશોરોને નિશાન બનાવીને મોટા પાયે ઓનલાઈન બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવનાર સોમાલી મૂળના 31 વર્ષીય બ્રિટિશ નાગરિક વાલીદ સઇદને અદાલતે 16 વર્ષની જેલની સજા ફટકારી છે.
વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર પર હોમ ઓફિસના દરોડા, એક સ્ટોરને 40,000 પાઉન્ડનો દંડ 23/06/2026 10:30 am Arnold Christie સેન્ટ્રલ લંડનની સોવિનિયર શોપ્સ પર ઇમિગ્રેશન અને આવકવેરા વિભાગના શ્રેણીબદ્ધ દરોડામાં 3 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. રોયલ ફેમિલી અને યુકે થીમ પર આધારિત ગિફ્ટનું વેચાણ કરતા વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર્સ પર એચએમઆરસી અને હોમ ઓફિસના અધિકારીઓએ અચાનક દરોડા પાડ્યા હતા.