Advanced search


સાઉથોલમાં એક દુકાનની બહાર અન્ય ભારતીય નાગરિક ગુરભેજ સિંહની કરપીણ હત્યા કરવાના મામલે ભારતીય નાગરિક 20 વર્ષીય નવજોત સિંહ વિરુદ્ધ લંડનની કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

modi and trump at g7

modi and trump at g7

ટ્રમ્પ ઓળઘોળઃ મોદી મહાન નેતા,

અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12 વર્ષથી વધુ સમયથી સત્તા પર છે. ભારતે ઉત્તમ આર્થિક આંકડા જાહેર કર્યા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે સમજદારીભર્યું છે. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે અને મોદી એક મહાન નેતા છે. સત્તા, પ્રભાવ અને નિર્ણયો અમલમાં મૂકવાની ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના બે મહાન નેતાઓમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગના નામ આપ્યાં હતાં.

બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત વચ્ચે એક અગ્રણી ફાર્માસિસ્ટ દ્વારા દેશના લાખો દર્દીઓ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરમાં બે ફાર્મસી ચલાવતા મો અલ્મોબારકીના જણાવ્યા અનુસાર હાલમાં બ્રિટનમાં એસ્પિરિન, હૃદયની બિમારીઓ અને બ્લડ પ્રેશર જેવી અત્યંત પ્રાથમિક અને રોજિંદી દવાઓ મેળવવી પણ ભારે પડકારજનક બની ગઈ છે.

શિકાગોમાં ઓબામાના જીવનસફરની

લગભગ એક દસકો રાહ જોયા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઓબામા પ્રેસિડેન્શિયલ સેન્ટરને લોકો માટે ખુલ્લુ મૂકાયું છે. શિકાગોના ઐતિહાસિક જેક્સન પાર્ક વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ઓબામાની માત્ર લાઈબ્રેરી કે મ્યુઝિયમ નથી પરંતુ, તેમના જીવન, શિક્ષણ અને એક યંગ લીડર તરીકે શરૂઆતથી લઈને પ્રેસિડેન્ટ બનવા સુધીની તમામ માહિતી છે.

એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે કે વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ સેક્રેટરી ડેરેન જોન્સ લેબર પાર્ટીના આગામી નેતા બનવાની રેસમાં એન્ડી બર્નહામ સામે મેદાનમાં નહીં ઉતરે. લેબર પાર્ટીના કેટલાક સાંસદો એવી આશા રાખતા હતા કે ડેરેન જોન્સ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવે, જેથી બર્નહામ બિનહરીફ પક્ષના નેતા અને આગામી વડાપ્રધાન ન બની જાય.

ભારતીય વાયુસેનાએ યુકે પાસેથી નવ નિવૃત્ત જગુઆર ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા વચ્ચે આ ઊંડી પ્રહાર ક્ષમતા ધરાવતા વિમાનોના કાફલાને કાર્યરત રાખવા માટે આ નિવૃત્ત વિમાનોનો ઉપયોગ સ્પેરપાર્ટ્સ અને પુનઃઉપયોગી સબ-એસેમ્બલીના સ્ત્રોત તરીકે કરવામાં આવશે.

obama presidential centre1

obama presidential centre1

anil menon nasa

anil menon nasa