બ્રિટનના અર્થતંત્રમાં નવા પ્રાણ પૂરવા એન્ડી બર્નહામની 10 વર્ષીય આર્થિક યોજના 30/06/2026 11:07 am Arnold Christie લેબર પાર્ટીમાં વડાપ્રધાનપદના અગ્રીમ દાવેદાર એન્ડી બર્નહામે બ્રિટનની અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા 10 વર્ષીય આર્થિક મેપની જાહેરાત કરી હતી. બર્નહામે કેન્દ્રીય સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા, પ્રાદેશિક રોકાણો વધારવા અને દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત એક મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ રજૂ કરી છે.
ભારત-યુકે વેપાર કરાર વિશ્વ માટે 'ફોર્સ મલ્ટિપ્લાયર' સાબિત થશેઃ ગોયલ 30/06/2026 11:04 am Arnold Christie લંડનમાં આયોજિત 'ઈન્ડિયા ગ્લોબલ ફોરમ'ની 'યુકે-ઇન્ડિયા વીક 2026'ને સંબોધતા ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો વેપાર કરાર વેપાર, મૂડી રોકાણ અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને મજબૂત કરીને વૈશ્વિક અર્થતંત્ર માટે 'ફોર્સ મલ્ટિપ્લાયર' તરીકે કામ કરવા સંપૂર્ણપણે સજ્જ છે.
રાજ્યાશ્રયના નિયમોમાં ધરમૂળથી બદલાવ, નવા લીગલ રાઉટની જાહેરાત 30/06/2026 11:10 am Arnold Christie બ્રિટન સરકાર યોગ્યતા ધરાવતા રેફ્યુજી માટે નવા સુરક્ષિત અને કાયદેસરના રાઉટ શરૂ કરશે અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને દેશનિકાલ સરળ બનાવવા માટે માનવ અધિકાર કાયદાઓમાં પણ સુધારો કરશે. આ નવી યોજના શરણાર્થીઓ માટેના કાયદેસરના માર્ગો પ્રશસ્ત કરવાની સાથે ઇમિગ્રેશન સિસ્ટમમાં થતા દુરુપયોગને રોકવા માટેના વ્યાપક કાયદાકીય ફેરફારો પર કેન્દ્રિત છે.
એન્ડી બર્નહામ ક્યારે વડાપ્રધાન બની શકેઃ સંભવિત સમયપત્રક 30/06/2026 11:08 am Arnold Christie સોમવારે આપેલા એક પ્રવચનમાં ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામે પોતાની નીતિઓ રજૂ કરી હતી જેના પરથી હવે તેઓ વડાપ્રધાન બનશે કે નહીં તે પ્રશ્ન નથી રહ્યો, પણ ક્યારે બનશે તે માત્ર સમયનો સવાલ હોય તેમ લાગી રહ્યું છે.
પીયૂષ ગોયલ એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત 30/06/2026 11:05 am Arnold Christie ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને લંડન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સ 2026માં ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ઘરેલું હિંસામાં હત્યા કરનારાઓની જેલની સજામાં 10 વર્ષનો વધારો કરવા પ્રસ્તાવ 30/06/2026 11:09 am Arnold Christie મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને અટકાવવાના ભાગરૂપે સજાના કાયદાઓને વધુ કડક બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ ઘરમાં જ પોતાના પાર્ટનર કે ભૂતપૂર્વ પાર્ટનરની છરી અથવા અન્ય કોઈ હથિયાર વડે હત્યા કરશે તેને વધારાની 10 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે.
ગુજરાત ફ્યુચર ફોરમઃ રીજનલ લીડરશિપ, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીનું આયોજન 30/06/2026 11:17 am Arnold Christie યુકે-ઇન્ડિયા વીકની 10મી એડિશનના ભાગરૂપે, ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે ગુજરાત ફ્યુચર ફોરમઃ રીજનલ લીડરશિપ, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય હાઈ કમિશન ખાતે આયોજિત ફોરમમાં સરકાર, વેપાર અને ઉદ્યોગ જગતના વરિષ્ઠ અગ્રણીઓ એકત્રિત થયા હતા.
એર ઇન્ડિયા ક્રેશઃ ભારતીય એજન્સીના તારણો યુએસ લીગલ ફર્મે ફગાવ્યા 30/06/2026 11:16 am Arnold Christie ગયા વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રવાસીઓના આશરે 130 પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકા સ્થિત કાયદા કંપનીએ યુએસ અને યુકેની એવિએશન એજન્સીઓને ફ્લાઇટ સિમ્યુલેશન ટેસ્ટનો ડેટા સોંપ્યો છે.
નવી રાજ્યાશ્રય નીતિ અંતર્ગત માઇગ્રન્ટે 10,000 પાઉન્ડ ચૂકવવા પડશે 30/06/2026 11:11 am Arnold Christie બ્રિટનમાં અસાયલમ મેળવનાર માઇગ્રન્ટ્સે કમાણી શરૂ કર્યા પછી તેમના રહેઠાણ અને સહાયના ખર્ચ પેટે આશરે 10 હજાર પાઉન્ડ પરત ચૂકવવા પડશે. નવા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલમાં સામેલ નવા નિયમો હેઠળ પૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા પુખ્ત વયના લોકોને સમયાંતરે આ રકમ ચૂકવવા માટે જણાવવામાં આવશે.
ગ્રૂમિંગ ગેંગ તપાસઃ સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે 30/06/2026 11:15 am Arnold Christie ગ્રૂમિંગ ગેંગ તપાસ સમિતિ દ્વારા સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ, કીઘલી અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટેચ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી ઇનટુ ગ્રૂમિંગ ગેંગ્સના અધ્યક્ષ બેરોનેસ એન લોંગફિલ્ડે જણાવ્યું હતું કે, આ સમિતિ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે શું પગલાં લીધાં અથવા ક્યાં ચૂક કરી, તે અંગે સવાલો કરશે.