ડ્રગ્સ સાથે ઝડપાયેલા સ્લાઉના મોહસિન હુસૈનને 3 વર્ષની કેદ 30/06/2026 11:21 am Arnold Christie સ્લાઉના સોલ્ટ હિલ પાર્ક વિસ્તારમાંથી ક્લાસ એ કેટેગરીના ડ્રગ્સના 100 પેકેટ સાથે ઝડપાયેલા મોહસિન હુસૈનને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 3 વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
પાંચ મહિલા પર બળાત્કારઃ બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર સામે ખટલો ચાલશે 30/06/2026 11:24 am Arnold Christie બીબીસીના પૂર્વ પ્રેઝન્ટેટર અને ભારતીય મૂળના કોમેડિયન હરદીપ સિંહ કોહલી વિરુદ્ધ પાંચ મહિલાઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ સહિતના અન્ય 20 ગંભીર આરોપો હેઠળ ખટલો ચલાવવામાં આવશે.
એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ 30/06/2026 11:35 am Arnold Christie કોલકાતામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ભારતીય મૂળના શંખ મિત્રાએ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકાની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની વેલટાવર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શંખ મિત્રા વિશ્વના બીજા સૌથી વધુ પગાર મેળવતા કોર્પોરેટ લીડર બન્યા છે.
હિથ્રો રન-વે પ્રોજેક્ટઃ હિથ્રો મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ સામસામે 30/06/2026 11:29 am Arnold Christie હિથ્રો એરપોર્ટ રન-વે પ્રોજેક્ટ મામલે એરપોર્ટ મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. હિથ્રો એરપોર્ટના સીઈઓ થોમસ વોલ્ડબાયે અરોરા ગ્રુપના પ્લાનને નકારી કાઢતા કાગળના ટુકડા પર દોરેલા નકશા સમાન ગણાવ્યો હતો.
અમારી પેઢી પર લુપ્ત થઇ જવાનું જોખમઃ નોર્થસ્ટોની યુવા હિન્દુ પેઢીની ચિંતા 30/06/2026 11:28 am Arnold Christie કેમ્બ્રિજશાયરમાં પૂજા અને એકત્રિત થવા માટે કોઈ ચોક્કસ સ્થળ ન હોવાને કારણે યુવા હિન્દુઓને ચિંતા છે કે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થવાથી તેમની પેઢી લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે.
એમએફએસના પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવાયો 30/06/2026 11:30 am Arnold Christie મેફેર સ્થિત માર્કેટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ (MFS) કંપનીમાંથી અંદાજે 1.3 બિલિયન પાઉન્ડની ગેરરિતીના આરોપી પરેશ રાજાના દુબઇ છોડવા પરનો પ્રતિબંધ હટાવી લેવાતાં તેમને મોટી રાહત મળી છે. કંપનીના એડમિનિસટ્રેટર દ્વારા વૈશ્વિક સ્તરે સંપત્તિ ફ્રીઝ કરવાનો આદેશ અને ટ્રાવેલ બેન મેળવવામાં આવ્યા બાદ રાજાને દુબઈમાં જ રહેવાની ફરજ પડી હતી.
કિંગ ચાર્લ્સે 2024-25ના નાણાકીય વર્ષમાં 12.9 મિલિયન ટેક્સ ચૂકવ્યો 30/06/2026 11:27 am Arnold Christie શાહી પરિવારના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના દ્વારા ચૂકવાતા ટેક્સની માહિતી જાહેર કરાઇ છે. કિંગ ચાર્લ્સે શાહી પરિવારની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શિતાના હેતુથી પોતાના ટેક્સ બિલની વિગતો જાહેર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ પોતાની ટેક્સ ચૂકવણી સાર્વજનિક કરનારા દેશના પ્રથમ બ્રિટિશ સમ્રાટ બન્યા છે.
બ્રિટનમાં અભ્યાસ કરતા તેલંગાણાના એસ. શ્રીનાથ રેડ્ડીનું રહસ્યમય મોત 30/06/2026 11:32 am Arnold Christie યુકેમાં અભ્યાસાર્થે આવેલા તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાના 25 વર્ષીય એસ.શ્રીનાથ રેડ્ડીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. શ્રીનાથ તાલામાડલા ગામનો વતની હતો.
ઓલ્ડ ટ્રેફોર્ડમાં બ્રિટિશ શીખ અગ્રણી જ્ઞાનીજીના માનમાં બ્લુ પ્લેકનું અનાવરણ 30/06/2026 11:31 am Arnold Christie બ્રિટિશ શીખ સમુદાયના એક મહાન નાયકના જન્મના એક સદી કરતાં પણ વધુ સમય બાદ, તેમના પૂર્વ નિવાસસ્થાને તેમના સન્માનમાં એક બ્લુ પ્લેકનું અનાવરણ કરવામાં આવ્યું છે.
બ્રિટન સહિત યુરોપ બન્યાં અગનભઠ્ઠી 30/06/2026 11:36 am Arnold Christie જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ગરમીએ યુરોપ સહિત યુકેમાં જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓમેગા હીટ ડોમ ઇફેક્ટના કારણે બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં ગરમીનો પારો ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગયો હતો.