ખંભાળિયાના કિરીટ કણજારિયાનું પણ કતાર પ્લાન્ટના બ્લાસ્ટમાં મોત 01/07/2026 6:32 am Badal Lakhlani દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપીવાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારિયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાથી ખંભાળિયા સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઈજિપ્તમાં 2,200 વર્ષ જૂનું ધર્મસ્થાન મળ્યું 01/07/2026 6:52 am Vikram Nayak ઈજિપ્તના ઉત્તર સિનાઈ વિસ્તારમાં પુરાતત્વવિદોએ એક અનોખા પ્રાચીન મંદિરની શોધ કરી છે. આશરે 2,200 વર્ષ પહેલા આ મંદિરને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે, તેનો ઉપયોગ પવિત્ર જળવિધિઓ માટે થતો હશે. આ મંદિર પ્રાચીન શહેર પેલુસિયમ (આજના ટેલ એલ-ફારામા) ખાતે મળ્યું છે.
APK ફાઈલથી મોબાઇલ હેક કરતી ગેંગ ઝડપાઈ 01/07/2026 5:45 am Badal Lakhlani સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરી તેમના બેન્ક એકાઉન્ટથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી એપીકે (APK) ફાઇલ બનાવનારી અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનારી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ માત્ર ધોરણ-5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યૂબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા.
રાજકોટના ડિમોલિશન દરમિયાન રૂ. 39 લાખનાં ભોજન-પાણી 01/07/2026 6:36 am Badal Lakhlani 23 અને 24 ફેબ્રુઆરીએ રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સતત બે દિવસ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન કરાયું હતું. આ અંગે મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ રૂ. 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાતાં ભારે વિવાદ સર્જાયો હતો. ભોજનના બિલ અંગે વિવાદ છેડાતાં ભ્રષ્ટાચાર સામે આવવાના ડરે કોર્પોરેશનના અધિકારીઓએ રૂ. 12 લાખનું મિનરલ વોટરનું બિલ જ સામેલ ના કરી, તેને પાછલા બારણે પાસ કરવાનો કારસો ઘડ્યો હતો.
ધુવારણ પાસે ‘બદલપુર-કારેલા બેરેજ કમ બ્રિજ’ આકાર લેશેઃ ખારાશનો પ્રશ્ન કાયમી હલ થશે 01/07/2026 6:55 am Badal Lakhlani ગુજરાત સરકારે આણંદ જિલ્લામાં મહી નદી પર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે અંદાજિત રૂ. 1700 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે બે કિલોમીટરની લંબાઈના બ્રિજનું સ્ટ્રક્ચર બનાવીને નદીના વહેણને નિયંત્રિત કરવા અને પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 દરવાજા મુકાશે. જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવાશે. આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેક્નોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરાશે, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકશે.
5 વર્ષનો માસૂમ બન્યો સિંહણનો કોળિયો, અમરેલીમાં એક મહિનામાં ત્રીજી ઘટના 01/07/2026 6:27 am Badal Lakhlani ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે 24 જૂને રાત્રે એક કાળજું કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળક જિયાન દેવકુભાઈ સીધાને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને ભય સાથે વનવિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલીમાં એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.
વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ શ્રેષ્ઠ મિત્રોએ, બંનેની વિચારસરણી પણ સમાન છેઃ ગોર 01/07/2026 6:50 am Nilesh Parmar ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી ગણાવતાં કહ્યું કે તેઓ એકસરખી રીતે વિચારે છે.
ખડેશ્વરી બાબા 27/06/2026 8:12 am Nilesh Parmar હરિયાણાના પાણીપતના એક સાધુબાબાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થયો છે. જેમાં દર્શાવાયેલા બાબા છેલ્લા 12 વર્ષથી સળંગ ઉભા રહીને કઠોર તપસ્યા કરી રહ્યા છે. સાધુબાબાનું નામ છે દુલાલ ગિરીજી મહારાજ.