ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં ઇતિહાસ સર્જ્યો 15/07/2026 6:19 am Nilesh Parmar ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફરી એક વાર પોતાની સર્વોપરિતા પુરવાર કરી દેતાં સોમવારે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રિત કૌરની ટીમે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પહેલી વિમેન્સ ક્રિકેટ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવી હતી. આ સાથે લોર્ડ્સ ખાતે ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ પ્રથમ મહિલા ટીમ બની હતી તો આ જ મેચમાં ભારતની યાસ્તિકા ભાટીયાએ સદી ફટકારી હતી અને આવી સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ વિમેન્સ ક્રિકેટર બની હતી.
ગાંગુલી - કેવિન પીટરસન - અંજુમ ચોપરાને આઇસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન 15/07/2026 6:23 am Nilesh Parmar ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં યોજાયેલા સમારોહમાં આ ત્રણેયનું સન્માન કરાયું હતું.પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ગાંગુલીએ કહ્યું, ‘આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવું મારા માટે સન્માનની વાત છે. ક્રિકેટના મહાન ખેલાડીઓમાં મારું નામ સામેલ થવું એ મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે.’
પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ 15/07/2026 6:02 am Nilesh Parmar બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.