Advanced search


ભારત-ન્યૂઝીલેન્ડ વર્ષ 2030 સુધી

ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મંત્રણા કરી હતી. બંને દેશોના વડાએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ઉપરાંત 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી રૂ. 35,000 કરોડ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પણ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, આ ઉપરાંત બંને દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી નીતિને ખાળવા આ પ્રદેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ ચર્ચા કરી હતી. બંને દેશોના વડા વચ્ચે 10 કરારો સહિત 18 બાબતો પર સમજૂતી થઈ હતી. જે અંતર્ગત નક્કી કરાયેલાં ચાર વર્ષના રોડમેપમાં હાઇડ્રોગ્રાફિક ડેટા શેરિંગ, પરસ્પર નેવલ લોજિસ્ટિક્સની વહેંચણી તથા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ હાજરી વધારવા જેવા ત્રણ મુદ્દા પર સહમતી સધાઈ હતી.

વિયેતનામમાં બોટ ડૂબતાં 15 ભારત

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામના હોન મે રુટ દ્વીપથી એન થોઈ પોર્ટ જઈ રહેલા ભારતીય પ્રવાસીઓની સ્પીડ બોટ પલટી ગઈ. કિનારાથી 400 મીટર પહેલાં થયેલી દુર્ઘટનામાં 15 ભારતીયનાં મોત થઈ ગયાં છે, જ્યારે 17 લોકોને બચાવી લેવાયા છે. બે લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં 13 પુરુષ અને 2 મહિલા છે. મોટાભાગના પ્રવાસીઓ આંધ્રપ્રદેશ અને તામિલનાડુના હતા. સ્પીડ બોટના તમામ 4 ફૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ પીડિતોને તમામ સંભવ મદદ પહોંચાડી રહ્યું છે.

કતારના પૂર્વ અમીર શેખ હમદનું ન...

કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું રવિવાર સવારે 74 વર્ષની ઉમરે નિધન થયું. તેમણે 1995થી 2013 સુધી આશરે 18 વર્ષ સુધી કતારમાં શાસન કર્યું. તેમને મોડર્ન કતારના જનક તરીકે ઓળખવામાં આવે છે.

PoKમાં મુનિરની સેનાએ 4000 જવાન અને

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં 15 જુલાઈએ મોટાપાયે થનારા વિરોધ પ્રદર્શન અને લોન્ગ માર્ચ પહેલાં ત્યાંની સ્થાનિક કઠપૂતળી સરકાર ચિંતામાં ગરકાવ થઈ છે. PoK માં થનારા વિરોધ પ્રદર્શન અને અશાંતિને દબાવી દેવા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર દ્વારા આર્મીના 4000 જવાનો અને રેન્જર્સની 7 વિંગને ખડકી દેવાઈ છે.

canada fire

canada fire

federal

federal

ડોક્ટર શરીરની સારવાર નથી જ કરત...

શ્રોતાઓ અને વાંચકો માટે ગુજરાત સમાચારનો વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ કાયમ જ્ઞાનવર્ધક વિષયો સાથે રજૂ થતો આવ્યો છે. આ કાર્યક્રમ થકી અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લોકસુખાકારી અને જ્ઞાન પિરસવાનો જ રહ્યો છે. આવી જ જાણવાલાયક અને જ્ઞાનવર્ધક ચર્ચા લઈને ‘સોનેરી સંગત’નો અધ્યાય-79 રજૂ થયો. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન-યુકેનાં ગ્રેજ્યુએટ્સ ડોક્ટર્સના અનુભવો અંગે વિષદ્ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, અમદાવાદ મેડિકલ એસોસિયેશન યુકેમાં લાંબા સમયથી કાર્યરત્ છે, જેની સ્થાપના કરવામાં ડો. ગૌતમભાઈ બોડીવાલાનો સિંહફાળો રહ્યો છે, એમની સાથે અન્ય સ્થાપકોમાં ડો. વિપીનભાઇ ત્રિવેદી, ડો. હરિકૃષ્ણ પટેલ, ડો. રમેશભાઈ ગાંધી, રમણીકભાઈ શાહનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1948માં શરૂ થયેલી બ્રિટનની એનએચએસ દુનિયાભરમાં એક અદ્વિતીય સર્વિસ છે. એનએચએસની શરૂઆતથી જ ભારતીય ડોક્ટર્સને ભરતી કરાયા હતા. 15થી 17 વર્ષ પહેલાંના ઓવરસીઝ મેડિકલ એસોસિયેશનના રિપોર્ટ મુજબ 60 હજાર લોકો ભારતથી અહીં આવ્યા હતા, જેમાં 17થી 20 હજાર જેટલા લોકો ગુજરાતી જ હતા.

તાલિબાને ભારત તરફ પ્રેમ દર્શા

એક તરફ અફઘાનિસ્તાનના પાકિસ્તાન સાથેના સંબંધો સતત કથળી રહ્યા છે, જી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથેના સંબંધોને સતત સુધારવામાં પ્રવૃત્ત છે. આ અનુસંધાને અફઘાની કૃષિ, સિંચાઈ અને પશુપાલન પ્રધાન અતાઉલ્લાહ ઉમારીનો ભારત પ્રવાસ ઘણા અર્થોમાં મહત્ત્વપૂર્ણ છે. આ પ્રવાસ બદલાઈ રહેલાં પ્રાદેશિક સમીકરણો અને નવી કૂટનીતિક દિશાનો પણ મોટો સંકેત આપે છે.

ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘા

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.