ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયનું સન્માન 21/07/2026 10:23 am Arnold Christie હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સાંસદો, રાજદ્વારીઓ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણીઓ બાપજી તરીકે જાણીતા મારવાડ-જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયના જીવન અને લોકસેવાને બિરદાવવા માટે એકત્રિત થયા હતા.
સાઉથ આફ્રિકામાં ખોરાક-પાણી વિના ફસાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ 21/07/2026 10:25 am Achyut Sanghavi સાઉથ આફ્રિકામાં ડર્બનથી મુસિના મોકલી અપાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ ખોરાક-પાણી આશ્રય અને ટોઈલેટ વિના ખરાબ હાલત અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓને ક્યારે સ્વદેશ પરત મોકલાશે તેની રાહ જોતા તેઓને ખુલ્લામાં સુવાની ફરજ પડે છે. રોજ ઘણી ઓછી સંખ્યામાં ઈમિગ્રન્ટ્સનું પ્રોસેસિંગ કરાય છે.
ઓસીઆઈ અરજી માટેના દસ્તાવેજોની જરૂરિયાતોમાં મોટી રાહત 21/07/2026 10:22 am Arnold Christie ભારત સરકારના બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા ભારતમાં સબમિટ કરવામાં આવતી ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ અરજીઓ માટેના વિઝા નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.
નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની માતા કિરણ કૌરને 3 વર્ષની કેદ 21/07/2026 10:25 am Arnold Christie હેનરી નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની માતા કિરણ કૌરને અદાલતે હત્યામાં વપરાયેલ છરી છૂપાવીને મદદ કરવા માટે દોષી ઠેરવી 3 વર્ષની કેદ ફટકારી છે.
નાઈજિરિયાના 1490 નાગરિક સાઉથ આફ્રિકાથી પરત લવાયા 21/07/2026 10:05 am Achyut Sanghavi સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.
કેર વર્કર્સ આનંદોઃ હવે એનએચએસની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો 21/07/2026 10:35 am Arnold Christie ઇંગ્લેન્ડના આશરે 15 લાખ જેટલા સોશિયલ કેર વર્કર્સ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હેલ્થ સ્ટાફ અને કેર વર્કર્સ વચ્ચેના વેતન તફાવતરને ઘટાડવાના ઉદ્દેશ્યથી હવે તેમને પણ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો આપવામાં આવશે.
કોરોનાકાળમાં લાખો ડોલરનું ફુલેકુ ફેરવનાર જોગેશ ભંડારી આણિ મંડળી દોષી 21/07/2026 10:24 am Arnold Christie કોવિડ મહામારી દરમિયાન પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઇ) ની ભારે અછત અને આપાતકાલીન માગનો દુરુપયોગ કરી વૈભવી જીવનશૈલી માણવા માટે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીને નેશનલ ક્રાઈમ એજન્સીની સઘન તપાસ બાદ દોષિત ઠેરવવામાં આવી છે.