વિક્રમ-1ની સફળતામાં સૌરાષ્ટ્રના બે તેજસ્વી તારલાની મહત્ત્વની ભૂમિકા ભજવી 21/07/2026 2:14 pm Badal Lakhlani હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ કર્યું. ભારતની આ સિદ્ધિમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના બે તારલાની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. ભારતની આ સિદ્ધિમાં જામનગરની પૃથ્વી દિનેશભાઈ સંઘાણી અને ભાવનગરના દર્શન ત્રિવેદીનો પણ સિંહફાળો છે.
ઉત્તર ગુજરાત આતંકીઓનો ગઢ, 15 દિવસમાં 13 આતંકી ઝડપાયા 21/07/2026 2:09 pm Badal Lakhlani ગુજરાત ATSએ જૈશ-એ-મોહંમદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન આ તમામનાં નામ ખૂલ્યાં હતાં. પાંચેય આરોપીને સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આંકડાને વિસ્તૃત રીત જોઈએ તો 42 મહિનામાં કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતથી 42 આતંકીને ઝડપી લીધા છે.
અમેરિકા-ઈરાન યુદ્ધથી એક કન્ટેનરની નિકાસનો ભાવ 1500 ડોલર પહોંચ્યો 21/07/2026 2:11 pm Badal Lakhlani ઇરાન-ઇઝરાયલ યુદ્ધવિરામથી ઉદ્યોગોને રાહત તો મળી, પરંતુ થોડા દિવસોમાં જ ફરી હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર બંધ થતાં ઉદ્યોગો ફરી એક વખત કપરી સ્થિતિમાં મુકાયા છે. માલસામાનની હેરાફેરી માટે દરિયાઈ માર્ગે મોકલાતા એક કન્ટેનર માટે ઉદ્યોગોને 1,000ના બદલે હાલ 1,500 ડોલર ચૂકવવા પડી રહ્યા છે. ઇરાનની દરિયાઈ રૂટ બંધ કરવાની ધમકી વચ્ચે યુદ્ધ દરમિયાન માલવાહક જહાજો અટકી જતાં આયાત-નિકાસના ભાવમાં વધારો થયો હતો.
કચ્છના ક્રિક વિસ્તારથી પાકિસ્તાની બોટ ઝડપાઈ 21/07/2026 2:12 pm Badal Lakhlani ગુજરાતના સરહદી જિલ્લાના દરિયાઈ ક્રીક વિસ્તારથી સુરક્ષાદળોના પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં સનસનાટી મચી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન આ બોટથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આ પાકિસ્તાની બોટ તેમની નજર પડી હતી.
21 ગાયો માટે રાત્રે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા 21/07/2026 2:10 pm Badal Lakhlani શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથનાં દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોનાં ધણ સાથે દ્વારકાધીશનાં દર્શને પગપાળા પહોંચ્યો. આ નિમિત્તે નિયત સમય બાદ પણ મંદિરને ગૌમાતા માટે ખોલાયા હતા.