ભીખ મગાવવા 11 માસના બાળકનું અપહરણ 21/07/2026 2:28 pm Badal Lakhlani શહેરમાં 15 જુલાઈએ એક મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા માત્ર 11 મહિનાના એક બાળકનું અપહરણ કરી લેવાયુંું. જો કે પોરબંદર પોલીસે ટેકનિકલ સોર્સ અને ત્વરિત એક્શન પ્લાન દ્વારા માત્ર 4થી 5 કલાકમાં જ બાળકને હેમખેમ છોડાવી તેની માતાને સોંપ્યું છે. આ ગુનામાં સામેલ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી લેવાઈ છે. મહિલા એકલી છે અને તેને મદદ કરનારું કોઈ નથી તે જાણીને ગેંગ દ્વારા બાળકનું અપહરણ કરાયું હતું.
ગુજરાતી લોકસંગીતના સૂરનો પર્યાય અવિનાશ વ્યાસ 21/07/2026 2:32 pm Badal Lakhlani ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-80નો વિષય એક એવા વ્યક્તિત્વ પર કેન્દ્રિત રહ્યો, જેનાથી ગુજરાત અને ગુજરાતીઓની એક વિશેષ ઓળખ વિશ્વ સમક્ષ ઊભી થાય છે. ‘પદ્મશ્રી અવિનાશભાઈ વ્યાસ’ એક એવું વીરલ વ્યક્તિત્વ, જેણે ગુજરાતી સંગીત અને લોકગીતોને અવિનાશી બનાવી દીધાં. સોનેરી સંગતનો આ અધ્યાય તેમનાં જ સુમધુર સંસ્મરણોને આધિન રહ્યો.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ મુદ્દે સડકથી સંસદ સુધી હંગામોઃ રાહુલની અટકાયત અને મુક્તિ 21/07/2026 4:42 pm Badal Lakhlani સોમવારનો દિવસ રાજધાની દિલ્હી અને દેશ માટે ઘટનાસભર રહ્યો હતો. નીટ પેપર લીક અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શન અને વિપક્ષોના હંગામાને કારણે સડકથી સંસદ સુધીનો વિસ્તાર રણમેદાન બની ગયો હતો. સીજેપીએ માર્ગો પર મોરચો માંડ્યો હતો તો ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષોએ સંસદને સમરાંગણમાં ફેરવી દીધી હતી.
સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલ શિફ્ટ કરાયા 21/07/2026 4:43 pm Badal Lakhlani નીટની પરીક્ષાના પેપર લીક થવાના વિરોધમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતરમંતર પર ભૂખ હડતાળ કરી. ભૂખ હડતાળના 21મા દિવસે દિલ્હી પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. આ અંગે પોલીસે કહ્યું હતું કે, અમે વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરોની સલાહ અને દિલ્હી હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને તેમને જંતરમંતરેથી લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વાંગચુકને સૌપ્રથમ સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા, જ્યાંથી તેમને વધુ ઇલાજ માટે મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. સફદરગંજથી ડિસ્ચાર્જ સમયે તેમની તબિયત સ્થિર હતી, પરંતુ લોહી સાથે સંકળાયેલી સમસ્યા અને પોટેશિયમનું સ્તર ઓછું હોવાથી સતત દેખરેખ હેઠળ રાખવાનું કહેવાયું છે.