Advanced search


sonam vangchuk

sonam vangchuk

rahul gandhi

rahul gandhi

cb sir (1)

cb sir (1)

sansad

sansad

20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર માટે સરકારે પોતાનો એજન્ડા નક્કી કરી દીધો છે. લોકસભામાં કુલ 7 વિધેયકો રજૂ કરાશે, જેમાં વંદે માતરમના અપમાન અને વિદેશી દાન (FCRA) કાયદામાં સુધારા સંબંધિત વિધેયકોનો પણ સમાવેશ થાય છે. હાલમાં જાહેર કરાયેલી અસ્થાયી યાદીમાં સીમાંકન અથવા મહિલા અનામત સંબંધિત કોઈપણ બંધારણીય સુધારા વિધેયકનો ઉલ્લેખ કરાયો નથી.

મધ્યપ્રદેશ કેબિનેટ દ્વારા રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલના ડ્રાફ્ટને મંજૂરી અપાઈ હતી. આ સાથે જ મધ્ય પ્રદેશમાં યુસીસી અમલમાં લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ કાયદો નિકાહ, હલાલા, ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ વગેરે પર પ્રતિબંધ મૂકશે અને તેનો ભંગ કરનારા સામે ક્રિમિનલ કાર્યવાહી થશે.

ભારત હવે મિસાઈલ, ડ્રોન, ટેન્ક, યુદ્ધજહાજ, મોબાઈલ, કોમ્પ્યુટર, કેમેરા અને એક્સ-રે મશીનોમાં વપરાતી ચિપ દેશમાં જ બનાવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે રૂ. 1.27 લાખ કરોડના સેમિકોન 2.0 કાર્યક્રમને લીલીઝંડી આપી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (ડીસીજીઆઇ) દેશમાં પહેલી ડેન્ગ્યૂ વેક્સિનને મંજૂરી આપી. જાપાનની ફાર્મા કંપની ટાકેડાએ આ વેક્સિન બનાવી છે, જેનું નામ ક્યૂડેંગા છે. 

chip

chip

ucc

ucc