ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા 22/07/2026 7:36 am Nilesh Parmar ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરશેઃ ભારતીય ઉદ્યોગ સંગઠનો 21/07/2026 10:17 am Arnold Christie ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠનોએ યુકે સાથેના વેપાર કરારના અમલને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. ફિક્કીના જનરલ સેક્રેટરી અનંત સ્વરૂપે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર વૈશ્વિક વેલ્યુ ચેઈન્સમાં ભારતની ભાગીદારી વધારવામાં અને ઇનોવેશન આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં લાંબાગાળાની ભુમિકા ભજવશે.
યુકેના બિઝનેસોમાં નવો ઉત્સાહ અને તરવરાટઃ બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ 21/07/2026 10:18 am Arnold Christie બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ ટ્રેડ ડિરેક્ટર સ્ટીવ લિન્ચ (MBE)એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો યુકેના બિઝનેસ માટે અત્યંત પડકારજનક રહ્યા છે પરંતુ આ કરાર અમલમાં આવતાની સાથે જ વ્યવસાયિક ક્ષેત્રે એક નવો ઉત્સાહ અને તરવરાટ જોવા મળી રહ્યો છે.
ક્વીન દ્વારા 79મા જન્મદિવસ નિમિત્તે યર 6ના દરેક બાળકને પુસ્તક ભેટ આપવાની જાહેરાત 21/07/2026 10:20 am Arnold Christie ક્વીન કેમિલાએ 79મા જન્મદિવસની ઉજવણી કરતાં આગામી ક્રિસમસ પર યર 6માં અભ્યાસ કરતા દરેક બાળકને એક નવલકથા ભેટમાં આપવાની જાહેરાત કરી છે.
અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ 22/07/2026 7:21 am Nilesh Parmar વડોદરા શહેરના અટલાદરામાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાઇ ગયો. આ ભવ્ય મંદિર છેલ્લા આઠ દસકાથી જિલ્લા અને શહેરના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર બીએપીએસ સંસ્થાના આરંભકાળમાં નિર્મિત ચોથા મંદિર તરીકે આગવી ઓળખ ધરાવે છે.
પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ 22/07/2026 7:19 am Nilesh Parmar બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.