Advanced search


Bharti Vora

Bharti Vora

amreli saurabh jolly

amreli saurabh jolly

tharad savapur

tharad savapur

rotery club

rotery club

FLIGHT

FLIGHT

નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેજા હેઠળના વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકાર ઝુકી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાથે 36 દિવસથી ચાલી રહેલું આંદોલન પણ સમાપ્ત થયું હતું. સરકારે આંદોલનકારીઓની બીજી તમામ માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. પ્રધાનના રાજીનામાના સમાચાર મળતાની સાથે જંતર-મંતર પર જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પરીક્ષાઓમાં ગેરરીતિ અને NEET પેપર લીક સામેના અભૂતપૂર્વ યુવા આંદોલનની આ એક મોટી જીત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના સ્થાને શિક્ષણ મંત્રાલયનો હવાલો પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે.

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ સળવળાટ શરૂ કર્યો છે.
દાયકા પહેલાં અનામત આંદોલન કરનારા પાટીદાર અનામત આંદોલન સમિતિ - પાસ (PAAS) અને સરદાર પટેલ ગ્રુપ - એસપીજી (SPG)ના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ આંદોલનને સમર્થન અપાયું છે

નીટ પેપર લીકના મુદ્દે ભારે વિવાદનો સામનો કરનારા ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે અંતે શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, વિધિની વક્રતા એ છે કે વર્ષ 1997માં પેપર લીકના આંદોલને ધર્મેન્દ્ર પ્રધાનને નેતા બનાવ્યા હતા.

એક રિપોર્ટ મુજબ વર્ષ 2004થી 2014 દરમિયાન વિવિધ મુખ્ય પરીક્ષાઓના પેપર લીક થવાની 24 જેટલી ઘટનાઓ સામે આવી હતી. જ્યારે વર્ષ 2014થી 2026 દરમિયાન આ આંકડો 89 રહ્યો. એટલે કે યુપીએ સરકારના શાસન કરતા વર્તમાન એનડીએ સરકારના શાસનમાં પેપર લીકની ઘટનાઓ વધુ સામે આવી છે. 

જખૌ નજીક ભારતીય જળસીમાથી 2019માં 217 કિલો ડ્રગ્સ પકડાવાના કેસમાં એનઆઈએ સ્પેશિયલ કોર્ટના જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે 6 પાકિસ્તાની અને એક ભારતીયને એનડીપીએસ એક્ટ, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ક્રિમિનલ ષડયંત્ર જેવા ગુનાથી નિર્દોષ જાહેર  કર્યા છે.