Advanced search


ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે H-1B, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ માટે સ્ટે મૂકવાની જોગવાઈ છે. આ બિલ સેનેટમાં પસાર થાય તો હજારો આઈટી પ્રોફેશનલ સહિત હજારો ભારતીય ઈમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બીજી બાજુ એપેલેટ કોર્ટે H-1B વિઝા પર ફરીથી 1 લાખ ડોલરની જંગી ફી નાંખવાની ટ્રમ્પ સરકારની માગ નકારી કાઢી છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથેના ઐતિહાસિક પરમાણુ કરારને ઔપચારિક મંજૂરી આપી છે. આ કરારથી સાઉદી અરેબિયામાં યુરેનિયમનું સંવર્ધન કરવાની મંજૂરી મળી શકે છે અને અમેરિકન કંપનીઓ માટે અબજો ડોલરના કરારોનો માર્ગ મોકળો થઈ શકે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી.

પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. વ્હાઈટ હાઉસ અનુસાર, નવા ટેરિફ આગામી 30 દિવસમાં અમલમાં આવશે. તેમાં વાઈન, હોકી સ્ટીક અને સિમેન્ટ સહિત વિવિધ પ્રકારના કેનેડિયન ઉત્પાદનોનો સમાવેશ થશે. વહીવટી તંત્ર માને છે કે કેનેડાને આવી કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવું જોઈએ.

અમેરિકાએ ફોર્સ્ડ લેબર (બળજબરીપૂર્વકના શ્રમ)થી બનેલા ઉત્પાદનોની આયાત પર કડક વલણ દાખવતાં ભારત સહિત 17 દેશોમાંથી આવતા માલસામાન ઉપર સેક્શન 301 હેઠળની તપાસ બાદ વધુ 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. અમેરિકી વ્યાપાર કાયદા હેઠળ સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેનેડાનાં ઓન્ટારિયો પ્રાંતમાં પોલીસે સીમા પારથી પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી કરતા વિશાળ નેટવર્કનો પર્દાફાશ કરીને 19 લોકોની ધરપકડ કરી છે જેમાંના મોટા ભાગના ભારતવંશી છે. અધિકારીઓ દ્વારા આશરે 1.7 ટન ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની કિંમત 139 મિલિયન ડોલર (આશરે 930 કરોડ રૂપિયા) છે. જપ્ત ડ્રગ્સમાં કોકેઈન, મેથામફેટામાઈન અને અફીણનો સમાવેશ થાય છે.

અમેરિકાના જર્સીસિટીમાં SMVS મંદિરનો 23મો પાટોત્સવ ઉજવાયો અમેરિકામાં જર્સીસિટી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS)નો 23મો પાટોત્સવ સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામી (પૂ. બાપજી) તથા સદ્ગુરુ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (પૂ. સ્વામીશ્રી)ના આશિર્વાદ સાથે પૂ. ધરમ સ્વામી તથા સંતવૃંદ દ્વારા ઉજવાયો હતો. 

ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે.

નિસ્વાર્થ સેવા અને સમર્પણનું પ્રતીક વિનુભાઇ નકારજાના 80મા જન્મદિન પ્રસંગે અનુપમ મિશન ડેનહામ ખાતે ઉષ્માપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ વિનુભાઇના જીવન-કવનને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી અનુપમ મિશન-યુકેના પ્રમુખ તરીકે જે નિષ્ઠા, અને દૃઢતા સાથે દુરંદેશીપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું છે તે અનુપમ મિશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમૂલ્ય સેવા છે. ઉલ્લેખનીય છે કે આજે યુકેમાં અનુપમ મિશન જે મજબૂત પાયા પર ઊભું છે, તેની પાછળ વિનુભાઇનો અવિરત પરિશ્રમ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સિંહફાળો છે.

અનુપમ મિશન - ડેનહામ ખાતે પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબદાદાની નિશ્રામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. પ્રારંભે શ્રી ઠાકોરજી મહારાજ, સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ અશ્વિનદાદા તથા પૂજ્ય સાધુ હિંમતદાસજીનું પૂજન અને પુષ્પહાર અર્પણ કરીને ગુરુવંદના કરાઇ હતી.
આ પ્રસંગે સતીશભાઈ ચતવાણીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે મહાપુરુષો દ્વારા મંદિર, ક્રેમેટોરિયમ, કેન્ટીન જેવા અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ ભૌતિક નિર્માણ માટે નહીં, પણ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા, સમર્પણ, ભગવાન સર્વ કર્તાહર્તા છે તેવો દૃઢ વિશ્વાસ પ્રગટાવવા હાથ ધરાય છે. ગુરુકૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રસરે છે ને ભગવાનની અવિરત રક્ષાનો અનુભવ થાય છે.

UK-- Anti-racism campaigners gathered in Glasgow

UK-- Anti-racism campaigners gathered in Glasgow