Advanced search


Former President of Bangladesh Mohammad Shahabuddin

Former President of Bangladesh Mohammad Shahabuddin

ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.

અયોધ્યા રામમંદિર દાનચોરી કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દલીલો કરાઈ હતી. રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નવી સીટની રચના કરાઈ છે. જેમાં લખનઉ રેન્જના પોલીસવડા IG કિરણ એસ. ને સીટનાં વડા બનાવાયા છે.

એક મહિનાથી વધુ સમય સુધી આંદોલન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની ફરજ પાડનારી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) હાલ સેલિબ્રેશન મોડમાં છે. લાંબા સંઘર્ષ બાદ મળેલી આ જીતની ખુશીમાં સીજેપીના નેતાઓ ખૂબ નાચ્યા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ઘણાં વીડિયોમાં સીજેપી પ્રવક્તા સૌરભ દાસ, આશુતોષ રાંકા સહિત કોર ટીમના ડઝનબંધ લોકો લડકી બ્યુટીફુલ અને નાગિન ડાન્સ નચના સહિતના ફિલ્મી ગીતો પર નાચતા દેખાય છે.

બાંગ્લાદેશમાં બે દિવસ પહેલાં રાજીનામું આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ શહાબુદ્દીન સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાશે અને તે પછી કાર્યવાહી પણ કરાશે એમ કાયદામંત્રી મોહંમદ અસદુઝમાને જણાવ્યું હતું. સત્તા પરથી હટાવાયેલાં વડાંપ્રધાન શેખ હસીનાના સહયોગી 76 વર્ષીય શાહબુદ્દીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ટાંકીને તેમનો કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ અગાઉ શુક્રવારે રાજીનામું આપ્યું હતું.

રોમાનિયા પ્રવાસે ગયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુખારેસ્ટની બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીસ દ્વારા માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ સમગ્ર ભારત તરફથી રોમાનિયાનો આભાર માન્યો હતો.

head constable aashiq hussain qureshi kashmir

head constable aashiq hussain qureshi kashmir

Dr. Degree to Murmu in Romania

Dr. Degree to Murmu in Romania

Vande Mataram

Vande Mataram

ram mandir

ram mandir