DID YOU INVEST IN MARKET FINANCIAL SOLUTIONS? 30/07/2026 9:49 am Shrijit Rajan DID YOU INVEST IN MARKET FINANCIAL SOLUTIONS?We may be able to help you get your money back.
કિન્નરી પટેલઃ ઉમદા હૃદય, હિંમત અને હેતુ સાથેની યાત્રા 04/08/2026 8:29 am Achyut Sanghavi કિન્નરીની સ્ટોરી માત્ર બિઝનેસની સફળતા કે એવોર્ડ્સ હાંસલ કરવાની કથા નથી. તેમની કથા હિંમત, બલિદાન, મક્કમતા તેમજ સારા ભવિષ્યની આસ્થામાં ઉદ્ભવતી શાંત તાકાતની કહાણી છે. ત્રણ વર્ષની વયે યુનાઈટેડ કિંગ્ડમમાં આવી પહોંચેલી નાનકડી બાળાને તેના જીવનમાં શું આવશે તેની જાણ પણ ક્યાંથી હોય? અન્ય લોકોની માફક સંઘર્ષ તેમના જીવનનો સતત હિસ્સો બની રહ્યો હતો. તેમના માતાપિતા કિન્નરી અને તેના ભાઈબહેનાના સારાં ભવિષ્ય માટે અથાક મહેનત કરતા હતા. તેઓ જે કાંઈ આપી શકે તે તમામ તેમણે આપ્યું અને હવે તેના પેરન્ટ્સ શાંતિપૂર્વક નિવૃત્તિમાં રાચે છે
ઈદી અમીનનો બોક્સર પૌત્ર કોમનવેલ્થ ગેમ્સમાં ડિસક્વોલિફાય 04/08/2026 8:12 am Achyut Sanghavi યુગાન્ડાના પૂર્વ તાનાશાહના પૌત્ર અને સ્કોટલેન્ડના નવા કિંગ બનવાની મહેચ્છા સાથે ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા બોક્સર અઝીઝ અબ્દુલને ઈંગ્લિશ બોક્સર અને પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન ડેમર થોમસને માથું મારવા બદલ રમતમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવ્યો હતો. અબ્દુલને ત્રણ વખત ફાઉલ આપવામાં આવ્યો હતો તેમજ ત્રીજા અને આખરી રાઉન્ડથી વચ્ચે જ રિંગમાંથી બહાર કરી દેવાયો હતો.
યુગાન્ડાના વિપક્ષી નેતા બેસિગ્યે હોસ્પિટલમાં દાખલ 04/08/2026 8:14 am Achyut Sanghavi દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા યુગાન્ડાના 70 વર્ષીય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે 29 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેભાન થઈ ગયા પછી તેમને કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડ્યા હતા. કિઝા બેસિગ્યેને 2024ના નવેમ્બરથી જેલમાં રખાયા છે. તાજેતરમાં જ કોર્ટે તેમની સામે કાનૂની કાર્યવાહી ચલાવવાનો ચુકાદો આપ્યો હતો. બેસિગ્યેના પત્ની વિન્ની બ્યાનયિમાએ સરકારી નહોસ્પિટલમાં અવિશ્વાસ જાહેર કરી તેમના પતિને અંગત ફીઝિશિયન દ્વારા સારી સારવાર થઈ શકે તે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગણી કરી છે. જોકે, કોર્ટે બેસિગ્યેને અન્યત્ર ખસેડવા પરવાનગી આપી નથી.
કેન્યામાં સાઈનાઈડ ઝેરથી 15 હાથીના મોત 04/08/2026 8:16 am Achyut Sanghavi દક્ષિણ કેન્યામાં એમ્બોસેલી નેશનલ પાર્ક નજીક કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તારમાં 15 હાથીના મોતથી સનસનાટી મચી ગઈ છે. હાથીના હાડપિંજરમાંથી લેવાયેલા સેમ્પલના એનાલિસીસ કરાતાં હાથીના મોત સાઈનાઈર્ડ પોઈઝનિંગથી થયાં હોવાનું બહાર આવ્યું હોવાનું કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસ દ્વારા જણાવાયું છે. ટામેટાનાં ફાર્મ્સમાં વપરાતાં પેસ્ટિસાઈડ્સ પ્રાણીઓના શરીરમાં જવાથી મોત થયાં હોઈ શકે તેમ કહેવાય છે.
યુગાન્ડામાં ઈબોલા રોગચાળાના અંતની જાહેરાત 04/08/2026 8:18 am Achyut Sanghavi યુગાન્ડાના હેલ્થ સત્તાવાળાઓએ દેશમાં ઈબોલા રોગચાળાનો અંત આવ્યાની જાહેરાત કરી છે. બીજી તરફ, પાડોશી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઈબોલાના ઈન્ફેક્શન્સની સંખ્યા વધી રહી છે.