Advanced search


બ્રિટિશ પીએમ એન્ડી બર્નહામ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે પ્રથમ વખત ટેલિફોન પર વાતચીત કરી હતી અને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પદ સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારત સરકારે જણાવ્યું હતું કે, ગત વર્ષે 12 જૂને અમદાવાદથી ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી જોવા મળી નથી.

કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની એક ભારતીય રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નક્શાને લઇને વિવાદ સર્જાયો હતો. ભારતીય ખેલાડીઓના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અપાયેલા નેપકિન પર પ્રિન્ટ કરાયેલા ભારતના નક્શામાં પૂર્વોત્તર ભારતના રાજ્યો દર્શાવાયા નહોતાં.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.

ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની જેગુઆર લેન્ડ રોવર બિઝનેસ મોડેલમાં ફેરફાર અને પુનર્ગઠનના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.

ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાષ્ટ્રમંડળ રમતો ધ્વજ સોંપાયા બાદ સમગ્ર મંચ ભારતના રંગે રંગાઇ ગયો હતો.

સરકારે જણાવ્યું છે કે વરસાદમાં વિક્રમી ઘટાડા અને અસાધારણ ગરમીના કારણે ઇંગ્લેન્ડના અડધાથી વધુ વિસ્તારોમાં દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીનો સૌથી સૂકો જુલાઈ મહિનો નોંધાવાના એંધાણ છે, જેમાં સમગ્ર દેશમાં અપેક્ષિત વરસાદના માત્ર સાત ટકા વરસાદ થયો છે અને દક્ષિણ ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં તો માત્ર એક ટકા જ વરસાદ નોંધાયો છે.

નવા એનાલિસિસ અનુસાર યુકેમાં મિલિયોનર્સની સંખ્યા ઘટીને નાણાકીય કટોકટી પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટર રાઇટ થિંક ટેન્ક એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં યુકેમાં મિલિયોનર્સની સંખ્યા ઘટીને 4,42,000 થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 7 ટકાનો ઘટાડો દર્શાવે છે. વર્ષ 2008 પછી નોંધાયેલો આ સૌથી નીચો આંકડો છે.

નેપાળમાં જન્મેલા બ્રિટિશ પર્વતારોહક નિર્મલ 'નિમ્સદાઈ' પુરજા (43) નું પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં 8,047 મીટર ઊંચા બ્રોડ પીક પર થયેલા હિમસ્ખલનમાં અન્ય નવ પર્વતારોહકો સાથે દુઃખદ અવસાન થયું હતું.

વડાપ્રધાન એન્ડી બર્નહામે વેસ્ટમિન્સ્ટરથી સ્થાનિક નેતાઓ સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના પ્રયાસ રૂપે ઇંગ્લેન્ડના શહેરોના મેયરોને પ્રથમ વખત ઇન્કમટેક્સમાંથી સરકારને થતી આવકમાં હિસ્સો આપવાની જાહેરાત કરી છે.