હિન્દુ જીવનશૈલીના આસ્થા અને બંધુત્વના મૂલ્યો ઉજાગર કરતા સેમિનારમાં હજારોની ઉપસ્થિતિ 04/08/2026 8:43 am Achyut Sanghavi શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને ભારત તેમજ સમગ્ર યુકેમાંથી 3000 કરતાં વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્ ભાગવતના ઉપદેશો પર કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિમય પૂજા, સાંસ્કૃતિક ઉજવણીઓ અને કોમ્યુનિટી ભાઈચારાના પાંચ દિવસીય કાર્યક્રમંમાં તમામ વયના સભ્યો સાથેના પરિવારો એકત્ર થયા હતા.
દિલ્હીમાં થયેલા CJP વિરોધ દરમિયાન શું થયું? 04/08/2026 9:08 am Achyut Sanghavi દિલ્હીમાં થયેલા CJP વિરોધ દરમિયાન જે થયું તે અકસ્માત નહોતું, ભાવનાત્મક નહોતું અને નિર્દોષ તો બિલકુલ નહોતું. આ એક સુનિયોજિત અને સંકલિત રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ હતો— અને થોડા લાલચી ઇન્ફ્લુએન્સર્સ મોટા ખેલમાં સાધન બની ગયા.
BAPSના 30,000થી વધુ યુવાનો ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’માં જોડાયા 04/08/2026 9:05 am Achyut Sanghavi દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. MY Bharat સ્વયંસેવકો, NSS સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
ઈદી અમીનનો બોક્સર પૌત્ર કોમનવેલ્થ ગેમ્સમાં ડિસક્વોલિફાય 04/08/2026 8:12 am Achyut Sanghavi યુગાન્ડાના પૂર્વ તાનાશાહના પૌત્ર અને સ્કોટલેન્ડના નવા કિંગ બનવાની મહેચ્છા સાથે ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા બોક્સર અઝીઝ અબ્દુલને ઈંગ્લિશ બોક્સર અને પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન ડેમર થોમસને માથું મારવા બદલ રમતમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવ્યો હતો. અબ્દુલને ત્રણ વખત ફાઉલ આપવામાં આવ્યો હતો તેમજ ત્રીજા અને આખરી રાઉન્ડથી વચ્ચે જ રિંગમાંથી બહાર કરી દેવાયો હતો.
લેસ્ટર હિન્દુ મંદિરમાં સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા પવિત્ર ધ્વજારોહણ 04/08/2026 9:03 am Achyut Sanghavi મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક ગુરુના પુત્ર લાલજીશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શનિવાર 25 જુલાઈ 2026ના રોજ પધાર્યા હતા. સૌરભ પ્રસાદજી મહારાજે દિવ્ય આશીર્વચન આપ્યા હતા અને ભક્તો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
કેન્યામાં સાઈનાઈડ ઝેરથી 15 હાથીના મોત 04/08/2026 8:16 am Achyut Sanghavi દક્ષિણ કેન્યામાં એમ્બોસેલી નેશનલ પાર્ક નજીક કિમાના સેન્ક્ચ્યુરી અને કુકુ ગ્રૂપ રેન્ચ વિસ્તારમાં 15 હાથીના મોતથી સનસનાટી મચી ગઈ છે. હાથીના હાડપિંજરમાંથી લેવાયેલા સેમ્પલના એનાલિસીસ કરાતાં હાથીના મોત સાઈનાઈર્ડ પોઈઝનિંગથી થયાં હોવાનું બહાર આવ્યું હોવાનું કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસ દ્વારા જણાવાયું છે. ટામેટાનાં ફાર્મ્સમાં વપરાતાં પેસ્ટિસાઈડ્સ પ્રાણીઓના શરીરમાં જવાથી મોત થયાં હોઈ શકે તેમ કહેવાય છે.
યુગાન્ડામાં ઈબોલા રોગચાળાના અંતની જાહેરાત 04/08/2026 8:18 am Achyut Sanghavi યુગાન્ડાના હેલ્થ સત્તાવાળાઓએ દેશમાં ઈબોલા રોગચાળાનો અંત આવ્યાની જાહેરાત કરી છે. બીજી તરફ, પાડોશી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઈબોલાના ઈન્ફેક્શન્સની સંખ્યા વધી રહી છે.
ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિરે ઉજવાયો ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ 05/08/2026 7:35 am Nilesh Parmar શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.