રોબોટિક્સની દુનિયામાં હવે ‘માનવીય ચેતનાનો સંચાર’ 10/08/2026 10:59 am Nilesh Parmar રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના રોબોટ હોસ્પિટલ અને હેલ્થકેર, વૃદ્ધોની સંભાળ, રિસેપ્શન અને કસ્ટમર સર્વીસ, શિક્ષણ સહિતના ક્ષેત્રે સેવા આપવા સક્ષમ હશે.
125 ટી-શર્ટ પહેરીને મેરેથોન રન 10/08/2026 11:00 am Nilesh Parmar ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ રેકોર્ડ ધરાવતા અમેરિકાના ડેવિડ રશે વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેમણે 125 ટી-શર્ટ પહેરીને 42.2 કિમીની મેરેથોન દોડી હતી. આ સાથે જ ‘મોસ્ટ ટી-શર્ટ્સ વોર્ન ડ્યુરિંગ અ મેરેથોન’ ટાઇટલ સાથે નવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.
તૈયારીઃ સફળતાની નહીં, જીવનની સંસ્કૃતિ 10/08/2026 7:19 am Nilesh Parmar જીવનમાં કેટલીક વાતો એવી હોય છે, જે પ્રથમ વખત સાંભળીએ ત્યારે સામાન્ય લાગે; પરંતુ વર્ષો પછી એ જ વાક્ય આખા જીવનનો અર્થ સમજાવી જાય છે. અંગ્રેજીમાં એક જાણીતું સુવાક્ય છે - Failed to prepare, prepare to fail. શબ્દો નાના છે, પરંતુ તેમાં જીવનનો એક મોટો સિદ્ધાંત સમાયેલો છે. પ્રથમ નજરે તે સફળતાનો મંત્ર લાગે, પરંતુ થોડું થોભીને વિચારીએ તો સમજાય છે કે આ માત્ર પરીક્ષા, નોકરી કે વ્યવસાય માટેની સલાહ નથી; તે જીવન જીવવાની એક સંસ્કૃતિ છે.