ભાવના કંઠઃ ભારતનાં પ્રથમ મહિલા ટોપ ગન પાઇલટ 12/08/2026 5:59 am Nilesh Parmar ઇંડિયન એરફોર્સનાં ત્રણ મહિલા ફાઈટર પાઇલટોમાંના એક સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ ફાઈટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરીને દેશનાં પ્રથમ મહિલા ‘ટોપ ગન’ પાઇલટ બન્યાં છે. આ કોર્સ યુએસ નેવીનાં ચર્ચિત ટોપ ગન કોર્સના સ્તરનો છે. ભાવનાએ ગ્વાલિયર સ્થિત ટેક્ટિસ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (ટેકડી)માં 20 અઠવાડિયાની ટ્રેનિંગ લીધી. આમાં જટિલ યુદ્ધ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરાવાય છે. આકાશી લડાઈના-દાવપેચ, ઓછી ઊંઘમાં ઓપરેશનલ નિર્ણયો અને યુદ્ધ જેવી સ્થિતિમાં અનેક પ્લેટફોર્મનું કમાન્ડ સંભાળવાની રણનીતિ પણ શીખવાય છે. આ પહેલા ભાવના 2016માં અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે વાયુસેનાના પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટોમાં સામેલ થયાં હતાં. 2021માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થનારા તેઓ પ્રથમ મહિલા પાઇલટ પણ બન્યા હતા.
આ સંકેત દર્શાવે છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે 07/08/2026 6:46 am Nilesh Parmar શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો સમસ્યાઓ શરૂ થઈ જાય છે - ખાસ તો ઉનાળાના દિવસોમાં. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. મોટાભાગે ડિહાઈડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ હોય શરીરની પાણીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાના નથી હોતા, પરંતુ આ લક્ષણો દ્વારા શરીર સંકેત આપે છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. જો સમયસર આ સંકેતોને સમજીને તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો તો સ્થિતિ નોર્મલ થઈ જશે.
મોહમ્મદ રફીએ જ્યારે હંમેશા માટે ફિલ્મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો... 10/08/2026 8:14 am Nilesh Parmar ‘તમે મુસ્લિમ છો... અને ફિલ્મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક વિદ્વાને મોહમ્મદ રફી સાહેબને કહેલા આ શબ્દોએ મહાન ગાયકને એટલા ઊંડે સુધી હચમચાવી દીધા કે તેમણે હંમેશ માટે ફિલ્મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...!
શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી સેલિબ્રિટી બ્રાન્ડઃ ટોપ-25માં 12 અભિનેત્રી 10/08/2026 8:11 am Nilesh Parmar ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના ટોચના 25 સેલિબ્રિટી બ્રાન્ડ્સની કુલ બ્રાન્ડ વેલ્યુ 2 બિલિયન ડોલર છે. અને સેલિબ્રિટી બ્રાન્ડમાં શાહરુખ સર્વોચ્ચ સ્થાને છે. આ વર્ષે યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલિબ્રિટીઝનો સમાવેશ થયો છે. રિપોર્ટમાં બ્રાન્ડ વેલ્યુનું મુલ્યાંકન સેલિબ્રિટીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પ્રભાવના આધારે કરાય છે.
રોબોટિક્સની દુનિયામાં હવે ‘માનવીય ચેતનાનો સંચાર’ 10/08/2026 10:59 am Nilesh Parmar રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના રોબોટ હોસ્પિટલ અને હેલ્થકેર, વૃદ્ધોની સંભાળ, રિસેપ્શન અને કસ્ટમર સર્વીસ, શિક્ષણ સહિતના ક્ષેત્રે સેવા આપવા સક્ષમ હશે.
બીમારીમાં એઆઇની સલાહ લેવી ભયજનકઃ નિષ્ણાતોની ચેતવણી 11/08/2026 11:15 am Arnold Christie એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસ અનુસાર ચેટબોટ્સ અને અપ્રમાણિત માર્ગદર્શનને કારણે વેક્સિનની સુરક્ષા અને ફર્ટિલિટી કેર અંગે અફવાઓ ફેલાઈ રહી છે જે લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે.
125 ટી-શર્ટ પહેરીને મેરેથોન રન 10/08/2026 11:00 am Nilesh Parmar ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ રેકોર્ડ ધરાવતા અમેરિકાના ડેવિડ રશે વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેમણે 125 ટી-શર્ટ પહેરીને 42.2 કિમીની મેરેથોન દોડી હતી. આ સાથે જ ‘મોસ્ટ ટી-શર્ટ્સ વોર્ન ડ્યુરિંગ અ મેરેથોન’ ટાઇટલ સાથે નવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.
ભારતનો ચીનને જવાબઃ 27 સ્થળોનાં નામ બદલ્યાં 12/08/2026 6:54 am Badal Lakhlani વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામોને બદલી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હવે ભારતે અરુણાચલ પ્રદેશના આશરે 27 સ્થળનાં નામો બદલ્યાં છે અને તેને નવાં નામો સાથે નકશામાં સ્થાન અપાયું છે.