Advanced search


ઉમરાળાના પરેશ મેરની રાજ્યના શ

ધારુકા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય પરેશભાઈ શંભુભાઈ મેરની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, નવીન શૈક્ષણિક પ્રયોગો, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયત્નોને ધ્યાને લઈ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિવસે પીળા પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

a level result1

a level result1

a level result1

a level result1

ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ગુજર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં ગુજરાતનો રાજકીય પ્રભાવ સ્પષ્ટપણે વધ્યો છે. રાષ્ટ્રીય સંગઠનની જૂની જે.પી. નડ્ડાની 2023માં બનેલી ટીમમાં ગુજરાતના એક પણ નેતાને કે ચહેરાને સ્થાન મળ્યું નહોતું, તેને સ્થાને નબીનની નવી ટીમમાં ગુજરાતના 4 નેતાને સ્થાન મળ્યું છે. તેમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે, વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને કોંગ્રેસથી આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે.

નાઈરોબીમાં ભારતના સ્વાતંત્ર્યદિને આરાધના ત્રિવેદીનું સન્માન કરાયું

ઈન્ડિયા હાઉસ, નાઈરોબી ખાતે ભારતના 80 મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં આરાધના ત્રિવેદીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનના ઈનિશિયેટિવ હેઠળની ‘માય ઈન્ડિયા સ્ટોરી’ સ્પર્ધામાં તેઓ પ્રાઈઝનાં વિજેતા બન્યાં હતાં. કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકાનાૈ હસ્તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભાવનગરઃ દેશની પ્રથમ મોબાઈલ વો

શહેરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા પાણીને શુદ્ધ કરવા, ખારાં પાણીને પીવાલાયક બનાવવા (ડિસેલિનેશન), એડવાન્સ્ડ મેમ્બ્રેન ટેક્નોલોજી, સોલર-પાવર્ડ પ્રોસેસ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવામાં વિશેષતા ધરાવે છે.

કેન્દ્ર સરકારે વસ્તીગણતરી - 2027 માટેના 40 સવાલોની યાદી જારી કરી દીધી છે. તેમાં લોકોને એસસી-એસટી કે અન્ય જ્ઞાતિ વિશે પૂછાશે. આઝાદી બાદ પહેલીવાર તમામ સમુદાયોની જ્ઞાતિની વિગતો વસ્તીગણતરીમાં નોંધાશે. અન્ય સવાલોમાં ધર્મ, શિક્ષણ, રોજગારી, માઈગ્રેશન અને પરિવાર અંગેની વિગતો મેળવાશે. કોરોના વેક્સિનથી માંડીને બેન્ક એકાઉન્ટની સંખ્યા, મોબાઈલ નંબર, આધાર, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ જેવી વિગતો પણ મગાશે.

Census

Census

 ભવન દ્વારા હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત

ધ ભવન, લંડન દ્વારા શનિવાર 8 ઓગસ્ટે ઐતિહાસિક હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત તેની સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત કરવામાં આવી હતી. આ લેન્ડમાર્ક સ્થળે ભારતીય ક્લાસિકલ સંગીત અને નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. આ ઈવેન્ટ ભવનના વાર્ષિક સમર સ્કૂલની પરાકાષ્ઠા સમાન હતો જ્યાં ભારત અને વિશ્વના ભારતીય શાસ્ત્રીય કળાઓના ગુરુઓ પાસેથી સઘન તાલીમ લેનારા વિદ્યાર્થીઓએ ઓડિયન્સ સમક્ષ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ઊંડાઈ, વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટતાનું જોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.