સંસ્થા સમાચાર (અંક 22 ઓગસ્ટ 2026) 19/08/2026 6:28 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સપ્તપદીની સુવર્ણ જયંતી પ્રસંગે સોનેરી સંભારણું 19/08/2026 6:10 am Nilesh Parmar તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ અમે અમારા દાંપત્યજીવનની શાનદાર સફરના 50 વર્ષ પૂર્ણ કર્યા. ગુજરાત સમાચાર પરિવાર સાથે હંમેશાથી એક ઘનિષ્ઠ લગાવ રહ્યો હોવાથી અમારા સહજીવનની યાત્રાનું એક સોનેરી સંભારણું તસવીર સ્વરૂપે આપને પણ મોકલી રહ્યો છું. આ ફોટો 16 ઓગસ્ટ 1976ના દિવસનો છે.
ઓનલાઇન ગેમિંગઃ એશિયામાં ભારત સૌથી ઝડપે વિકસતું બજાર 19/08/2026 6:07 am Nilesh Parmar ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને ટકાવી રાખવા ઈન એપ પરચેઝ, પ્રિમિયમ પાસ, કોસ્મેટિક માટે થતાં ખર્ચ, વિવિધ સબસ્ક્રિપ્શન અને જાહેરાતના માધ્યમથી પોતાની કમાણી વધારવા પ્રયાસો હાથ ધર્યા છે અને તેમને સફળતા પણ મળી છે.
હસાયરો 19/08/2026 6:13 am Nilesh Parmar પડોશણઃ અલી, તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?બીજી પડોશણઃ આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું, પણ પતિ કરતાં સારું કશું જ ન લાગ્યું!•••
હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખાએ ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો 19/08/2026 7:30 am Achyut Sanghavi હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખા દ્વારા નકુરુના કૃષ્ણ ટેમ્પલ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો કેન્દ્રવર્તી વિષય આપણા દેશનું રક્ષણ કરવા શહીદ થનારા હીરોઝ, સૈનિકો અને સ્વાતંત્ર્યવીરોનું સન્માન કરવા બાબતે હતો. અધ્યક્ષા ધર્મિષ્ઠાબહેન માનસુરીઆ અને કમિટી દ્વારા મનોરંજન અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, સ્નેહમિલન અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગની તસવીરમાં (1) વંદે માતરમ્ નૃત્ય પ્રસ્તુત કરતા ભાહવકાબિેન ગોહિલ અને (2) હિદુ કાઉન્સિલના ચેરમેન શૈલેષભાઈ શેઠ અને ટ્રસ્ટીગણ સાથે કાઉન્સિલના સક્રિય સભ્યો
સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજની 10મી પૂણ્યતિથિએ સ્મૃતિ સભા 19/08/2026 6:33 am Nilesh Parmar બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 10મી પૂણ્યતિથિની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. પ્રમુખસ્વામી મહારાજે જીવનના અંતિમ ત્રણ વર્ષ સારંગપુરમાં વિતાવ્યા હોવાથી પરિસર તેમની દિવ્ય સ્મૃતિઓથી અંકિત છે.