હનુમાન જયંતિના કાર્યકમો 31/03/2015 12:56 pm Kamal Rao પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી રામ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
આઇસીસી વર્લ્ડ ઇલેવનઃ એક પણ ભારતીય ક્રિકેટર નહીં 01/04/2015 7:21 am Mukesh Patel દુબઈઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે આઈસીસી દ્વારા વર્લ્ડ ઇલેવન જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમની કેપ્ટનશિપ ન્યૂ ઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમને સોંપાઇ છે અને ટીમમાં ન્યૂ ઝીલેન્ડના પાંચ ખેલાડીનો સમાવેશ કરાયો છે. તો બીજી તરફ વર્લ્ડ ઇલેવનમાં ભારતીય ટીમના એક પણ ખેલાડીનું નામ જોવા મળતું નથી.
Miliband Receives Threats of Revolt over Cuts 31/03/2015 12:57 pm Reshma Trilochun The Labour leader, Ed Miliband has been told that his efforts to cut public spending and clear the deficit will be undermined by his own members of parliament after the general election. He was told that around “30 to 40 left MPs” were preparing to dispute any attempt to make cuts.
હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમ યોજાશે 31/03/2015 12:58 pm Kamal Rao હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે તા. ૧૧-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા મહિલા સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતીના પ્રમુખ શાંતાક્કા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.
ઓસિઝ ફરી વિશ્વવિજેતા 01/04/2015 7:28 am Mukesh Patel મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું.
સાયના નેહવાલઃ વર્લ્ડ નંબર વન 01/04/2015 7:31 am Mukesh Patel નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે વર્લ્ડ નંબર વનના રેન્કિંગ સાથે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
રોયલ કપલની રિક્ષાસવારી 01/04/2015 7:35 am Mukesh Patel બ્રિટનના રાજ ઘરાનાના પ્રિન્સ ચાર્લ્સ અને તેમનાં પત્ની કેમિલા પાર્કર આમ તો બેન્ટલી કારમાં જ પ્રવાસ કરે છે, પરંતુ તાજેતરમાં આ રોયલ કપલ તેમના વારસાગત નિવાસસ્થાન ક્લેરેન્સ હાઉસના પરિસરમાં ભારતનો તિરંગો દોરેલી રિક્ષામાં બેસીને ચક્કર મારવા નીકળ્યાં હતાં. જાણે કોઈ અમ્યુઝમેન્ટ પાર્કની રોલરકોસ્ટર રાઈડમાં બેઠાં હોય એમ તેમનું હસવું રોકાતું નહોતું. કેમિલા પાર્કર તો રિક્ષા શરૂ થઈ કે તરત આગળની પાઈપ પકડીને બેસી ગયાં હતાં. વાત એમ છે કે આગામી નવેમ્બરમાં ભારતમાં ટ્રાવેલ્સ ટુ માય એલિફન્ટ નામની ૫૦૦ કિલોમીટર લાંબી ઓટોરિક્ષા રેસ યોજાવાની છે. આ રેસ કેમિલા પાર્કરના સ્વર્ગસ્થ ભાઈ માર્ક શાન્ડની સ્મૃતિમાં અને લુપ્ત થઇ રહેલા એશિયન હાથીઓને બચાવવા માટે જાગૃતિ લાવવા માટે યોજાઇ રહી છે. ગયા વર્ષે અવસાન પામેલા માર્ક શાન્ડ એશિયન હાથીઓના જબરા ચાહક હતા. એ સ્પર્ધાને સમર્થન આપવા માટે આ રોયલ કપલે રિક્ષાસવારી માણી હતી. રિક્ષાના આગળના ભાગે ભારત અને ઈંગ્લેન્ડના રાષ્ટ્રધ્વજ અને ઉપર હાથીની નાનકડી પ્રતિમા મૂકાઈ છે.