વડોદરાનાં પૂર્વીબહેન બિલ ગેટ્સને સલાહ આપશે! 28/11/2014 9:19 am Viren Vyas વડોદરાઃ સંસ્કારનગરીના મહિલા કૃષિ વિજ્ઞાની પૂર્વી મહેતા ભટ્ટની માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને પૂર્વ ચેરમેન બિલ ગેટ્સે પોતાના સિનિયર એડવાઇઝર તરીકે નિમણૂક કરી છે.
ઈયુમાંથી વિક્રમી ઈમિગ્રન્ટ્સ યુકેમાં 28/11/2014 9:21 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ધરખમ કાપ મૂકવા માગે છે, પરંતુ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના નવા આંકડા અનુસાર માત્ર યુરોપીય યુનિયન (ઇયુ)માંથી જ વધારાના વિક્રમી ૨૨૮,૦૦૦ ઈમિગ્રન્ટ્સ યુકેમાં આવ્યા છે.
Future of CSK, Rajasthan Royals uncertain 25/11/2014 2:57 pm K.K. Joseph The future of Chennai Super Kings and Rajasthan Royals remain uncertain as the Supreme Court asked whether Gurunath Meiyappan's indictment by the Mudgal Committee, which found him to be a CSK official, would not lead to suspension of the team
નજરબાગ પેલેસ બનશે ગુજરાતનો સૌથી મોટો મોલ 28/11/2014 9:57 am Viren Vyas વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલો નજરબાગ પેલેસ દાયકાઓથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે હવે આ પેલેસની જમીન પર ભવ્યાતિભવ્ય અને રાજ્યનો સૌથી મોટો એરકન્ડિશન્ડ શોપિંગ મોલ બનાવવાનું આયોજન થયું છે. બે વર્ષમાં આ મોલનું નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
સંક્ષિપ્ત સમાચાર 28/11/2014 10:14 am Viren Vyas સુરત એરપોર્ટ પાસેના તબેલા-તળાવો દુર કરાશેઃ સુરત એરપોર્ટના રનવે પર સ્પાઈસ જેટના વિમાન સાથે ભેંસ અથડાવાની દુર્ઘટના બાદ જાગેલા તંત્રે હવે સઘન કામગીરી શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરતે કમ્પાઉન્ડ વોલ તેમ જ ફેન્સીંગની કામગીરી શરૂ કરાયા પછી હવે સુરત મહા નગરપાલિકા દ્વારા પણ એરપોર્ટની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં જેટલા પણ તબેલા, ઝીંગા તળાવો તેમ જ પશુ-પક્ષીઓ આકર્ષાય તેવા તમામ સ્થળોને દુર કરવા માટે કવાયત શરૂ થઇ છે. મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ‘બફેલો હીટ’ની ઘટના બાદ એરક્રાફટ એકટ એન્ડ રુલ્સનો સઘન અમલ કરવામાં આવી રહ્યો છે.
Obama to be chief guest at India's R-Day celebrations 25/11/2014 2:57 pm K.K. Joseph US President Barack Obama will attend India's Republic Day celebrations in January as chief guest, a sign of steadily expanding ties between two countries that share concerns about China's growing power in Asia.
સંક્ષિપ્ત સમાચાર 28/11/2014 10:26 am Viren Vyas ચીનની કંપની સાણંદ પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશેઃ ચીનના જેઝીયાંગ પ્રાંતની કંપની લાંગ ચેંગ સાણંદ નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશે. પાર્કમાં લગભગ ૪૦ ચાઇનીઝ કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો શરૂ કરશે. જેઝીયાંગ પ્રાંતના ૬૦ જેટલા ઉદ્યોગકારોએ ગુજરાતમાં રોકાણની યોજના સાથે રાજ્યની મુલાકાત લીધી હતી. ચાઇના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કમિટીના જનરલ સેક્રેટરી જગત શાહે જણાવ્યું હતું કે, ‘ચીનના જેઝીયાંગના ઉદ્યોગપતિઓ એજ્યુકેશન ઇક્વિપમેન્ટ કંપની માટે ડેમો યુનિટ સ્થાપશે જ્યાં સ્કીલ ડેવલપમેન્ટ માટે ડેમોન્સ્ટ્રેશન થશે. આ ઉપરાંત રેલવે તથા હાઇવે પ્રોજેક્ટ હાથ ધરતા વાંગલીન જૂથે પણ રાજ્યમાં કામગીરી શરૂ કરવા તત્પરતા દાખવી છે.’