હું ભારત રત્ન માટે યોગ્ય નથી: અમિતાભ 31/01/2015 6:07 am Viren Vyas પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજરમાં અમિતાભ બચ્ચન ભલે ભારત રત્ન માટે યોગ્ય હોય પણ પરંતુ મહાનાયક પોતાને તે માટે યોગ્ય નથી સમજતા.
હું પદ્મ ભૂષણ માટે હકદારઃ સલીમખાન 31/01/2015 6:13 am Viren Vyas જાણીતા ફિલ્મ લેખક અને અભિનેતા સલમાનખાનના પિતા સલીમખાને ‘પદ્મશ્રી’ સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
કાશ્મીરી પંડિતોની યાતના અંગે EDM 03/02/2015 6:46 am Achyut Sanghavi લંડનઃ એપીપીજીના ચેરમેન અને સાંસદ બોબ બ્લેકમેને તાજેતરમાં કાશ્મીરી પંડિતોની યાતના અંગે અર્લી ડે મોશન (EDM) પાર્લામેન્ટમાં રજૂ કરી હતી. EDMમાં જણાવાયું હતું કે જમ્મુ અને કાશ્મીરની પ્રજા સામે જાન્યુઆરી ૧૯૯૦માં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સરહદ પારથી હુમલા કરવામાં આવ્યા હતા.
શાહરુખ છે સૌથી વધુ હાઇ-ટેક 31/01/2015 6:22 am Viren Vyas સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે.
નવી ફિલ્મના શૂટિંગ માટે રિતિક કચ્છમાં 31/01/2015 6:25 am Viren Vyas ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે.
ભૂજ કોમ. બેન્કમાં વિવાદ, બોર્ડ વિસર્જનના આરેઃ 31/01/2015 6:30 am Viren Vyas પ્રોફેશનલ ડાયરેક્ટરની નિમણૂકના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ફસાયેલ ભૂજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સના વધુ સાત ડાયરેકટરોએ રાજીનામું આપતાં બોર્ડ બરખાસ્તીના આરે પહોંચ્યું છે. અગાઉ બેન્કના મેનેજિંગ ડાયરેકટર દ્વારા અને હવે વર્તમાન ચેરમેન-વાઇસ ચેરમેન સહિત સાત સભ્યોએ વિધિવત રીતે રાજીનામાં આપતા આગળ શું પગલાં લેવા તેના માટે જિલ્લા રજિસ્ટ્રારનું માર્ગદર્શન અને કાનૂની અભિપ્રાય મેળવવાના બેન્કના વહીવટકર્તાઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ૪૨ વર્ષ જૂની આ સહકારી બેન્કમાં આ પ્રકારનો રાજીનામાનો ભૂકંપ પ્રથમ વખત થયો છે. તાજેતરમાં આ બેન્કના પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે શહેર સુધરાઇના કોંગ્રેસી સભ્ય મહેન્દ્ર ડુંગરશી ઠક્કરની નિમણૂક બોર્ડ દ્વારા ગુપ્ત મતદાનની પ્રક્રિયાથી થયા પછી આ વિવાદ ઊભો થયો હતો. જેમાં સૈપ્રથમ બેન્કના મેનેજિંગ ડાયરેકટર ચેતન રવિલાલ શાહે રાજીનામું આપ્યું હતું.
સંઘ, ભાજપ, શિવ સેના, હિંદુ મહાસભાઃ એક જ માળાના મણકા 03/02/2015 6:56 am Nilesh Parmar વિશ્વ હિંદુ પરિષદની સાધ્વીઓ અને સંઘપ્રણિત શંકરાચાર્યો કે પછી ભાજપી સાંસદો હિંદુ મહિલાઓને પાંચથી દસ બાળકો પેદા કરવાની હાકલ કરતાં રહ્યાં છે. અનકૂળતા પ્રતિકૂળતામાં પલટાતી જોવા મળે ત્યારે ક્ષમાપ્રાર્થના કરીને મોકળાં થાય છે. કોરસ ગાન ચાલે છે. શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સૂર જુદો છે. એ ‘વધુ છોકરાં નહીં, તેજસ્વી છોકરાં’ની ફોર્મ્યુલા આગળ ધરે છે.