ડી’ વિલિયર્સે રેકોર્ડ ૩૧ બોલમાં સદી ફટકારી 21/01/2015 7:07 am Mukesh Patel જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકન કેપ્ટન એ. બી. ડી’વિલિયર્સે વિન્ડીઝ સામેની બીજી વનડેમાં આક્રમક બેટિંગ કરતાં માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારવાના કોરી એન્ડરસનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. કોરી એન્ડરસને ગત વર્ષે જાન્યુઆરીમાં વિન્ડીઝ ટીમ સામે રમાયેલી એક વન-ડેમાં ૩૬ બોલમાં સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
ટીમ ઇન્ડિયા નવા ડ્રેસમાં 21/01/2015 7:08 am Mukesh Patel મુંબઇઃ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નવા રંગરૂપમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા મેલબોર્ન ખાતે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી હતી. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેના ત્રિકોણીય શ્રેણીના મુકાબલામાં ભારતીય ખેલાડીઓ આ જ નવી જર્સીમાં મેદાને ઉતર્યા હતા. ભારતીય ટીમની નવી કિટમાં જર્સી અને બોટમનો સમાવેશ થાય છે તેની બનાવટમાં સરેરાશ ૩૩ રિસાઇક્લડ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરાયો છે. ટીમ ઇન્ડિયાની નવી જર્સી અગાઉ કરતા વધુ અનુકૂળ બનાવવામાં આવી હોવાનો ઉત્પાદક કંપની નાઇકીએ દાવો કર્યો છે. આ જર્સીનો કલરમાં કોઇ ખાસ ફેરફાર નથી. જોકે આ જર્સીના આગલા ભાગે લાઇનિંગ્સ રાખવામાં આવી છે, જે આ જર્સીને જૂની જર્સીથી અલગ તારવે છે.
ઘરમાં ગુજરાતી બોલો 27/01/2015 9:17 am Kamal Rao આપણામાં કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ આ કહેવત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણી માતૃભાષાને હંમેશાં આગવું સ્થાન આપવું જોઈએ. પણ હું જોઉં છું કે આપણા ગુજરાતીઓ એને અનુસરતા નથી. બ્રિટનમાં પચરંગી પ્રજા વસે છે. મુસ્લિમ, પંજાબી, શ્રીલંકન, ઇઝરાયલી વગેરે. પણ આ બધી પ્રજાઓ હરહંમેશ તેમના બાળકો સાથે તેમની માતૃભાષામાં જ વાત કરે છે અને તેથી જ તેઓ ભાષાનું અસ્તિત્વ ટકી રહ્યું છે.
યુકેની કંપની ગુજરાતમાં પાંચ લાખ કરોડનું રોકાણ કરશે 21/01/2015 7:23 am Viren Vyas અમદાવાદઃ આ વર્ષની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યમાં જે રૂ. ૨૫ લાખ કરોડના રોકાણ માટેના મળેલા વચનો પૈકી આશરે રૂ. પાંચ લાખ કરોડ જેવી માતબર રકમના રોકાણનું વચન તો એકમાત્ર યુકેની જ સલોરીઆ આર્કિટેક્ટસે જ આપેલું છે. આ કંપનીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે સમજૂતી કરાર કર્યા છે. ૩ વર્ષ પૂર્વે સાબરમતી રીવરફ્રન્ટ પર લંડન આઈ જેવું મિલેનીઅમ ઓબ્ઝર્વેશન વ્હીલ બાંધવાની ઓફર પણ આ જૂથે જ કરી હતી અને એનઆઈડી પાસે આ માટે જમીન પણ નિશ્ચિત કરી હતી.
અમદાવાદ રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનો પ્રારંભઃ 21/01/2015 7:29 am Viren Vyas અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ પ્રાયોગિક રીતે વાઇફાઈ સેવાનો પ્રારંભ થયો છે. આ વાઇફાઈ સુવિધા અત્યારે છ મહિના સુધી પ્રવાસીઓને મફત અપાશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્રવાસી સ્ટેશન પર આવ્યા બાદ તેને પોતાના લેપટોપ/મોબાઇલમાં વાઇફાઇ સ્વિચ ઓન કરવી પડશે. જેના પગલે એક હોમ પેજ શરૂ થશે. જેમાં મુસાફરે મોબાઈલ નંબર ડાયલ કરી સબમિટ કરવો પડશે. નંબર સબમિટ થતા જ તેને તરત જ એસએમએસ દ્વારા પાસવર્ડ મળી જશે.
Well known Indian chef awarded honorary doctorate 27/01/2015 9:28 am Rupanjana Dutta Well known Indian chef Vivek Singh, CEO of London's popular restaurant empire of Cinnamon Club, has been awarded an honorary doctorate from the University of Warwick in recognition of his efforts in developing Indian cuisine in the UK. Mr Singh, 44, was honoured at the University's winter convocation on 21 January by Vice Chancellor Professor Nigel Thrift.
પ્રિન્સ અોફ વેલ્સની પોટર્સબાર જૈન દેરાસરની ઐતિહાસિક મુલાકાત અને અહિંસા એવોર્ડથી સન્માન 27/01/2015 9:29 am Kamal Rao તા. ૨૨ જાન્યુઅારી ૨૦૧૫ની સવારે લંડનના પોટર્સબાર ખાતે અાવેલ વિશાળ અોશવાળ સેન્ટર અને યુ.કે.ના પ્રથમ ભવ્ય સંગેમરમરના શિખરબંધી જૈન દેરાસરમાં પ્રિન્સ અોફ વેલ્સનું અાગમન અને નવા સ્વરૂપે તૈયાર થયેલ અોશવાળ હોલનું ઉદ્ઘાટન, ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજીના ૨૫ વર્ષ અને દેરાસરના ૧૦ વર્ષ, એમ સિમા ચિહ્ન સમા અવસરોનો ત્રિવેણી સંગમ જૈનોના ઇતિહાસનું સોનેરી સોપાન બની ગયા.