‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ અને ‘સંપદ’ ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમ દ્વારા કોચરબ આશ્રમની પુનઃ પ્રાણપ્રતિષ્ઠામાં સંગીન અનુદાન 16/01/2015 8:24 am Vikram Nayak અમદાવાદઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ તેમ જ સંપદ (સાઉથ એશિયન આર્ટસ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે ‘ઇન્સ્પાર્ડ બાય ગાંધી’ વિષય ઓનલાઇન નિબંધ લેખન સ્પર્ધાના લોન્ચીંગનો કાર્યક્રમ ૯ જાન્યુઆરીએ શહેરના કોચરબ આશ્રમ ખાતે યોજાયો હતો. મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાના ૧૦૦ વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે આ સ્પર્ધા યોજીને ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘સંપદ’ સંસ્થાનાં ભારતીય મૂળના ડિરેક્ટર સુશ્રી પિઆલી રે OBE, ઘણા વર્ષોથી યુકે અને વિદેશમાં સક્રિય છે. ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ઉપરાંત દેશવિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસી ભારતીયોને મોદીનો અનુરોધ, સંભાવનાઓ ભારતમાં તમારી રાહ જુએ છે 16/01/2015 8:25 am Mukesh Patel ગાંધીનગરઃ મહાત્મા ગાંધીના સ્વદેશ પરત આવ્યાની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં યોજાયેલા ૧૩મા પ્રવાસી ભારતીય દિવસના સંમેલનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ આર રામોતર, આફ્રિકાના વિદેશ પ્રધાન મઈતે નકોઆ માસાબને, મોરેશિયસના નાયબ વડા પ્રધાન શૌકતઅલી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ હાજર રહ્યાં હતાં. મોદીએ જણાવ્યું કે, પહેલાં આપણા પૂર્વજો સંભાવનાઓની શોધમાં વિદેશ જતાં હતાં. આજે સમય બદલાતા ભારતમાં જ સંભાવનાઓ વિપુલ પ્રમાણમાં છે અને વિદેશો ભારત સાથે કામ કરવા તત્પર છે. આવા સમયે વિદેશવાસી ભારતીયોએ માતૃભૂમિ સાથે જોડાવા અને તેનો વિકાસ કરવા આગળ આવવું જોઇએ. તેમણે ૪,૦૦૦થી વધુ પ્રવાસી ભારતીયોને આવકારવા સાથે ભારતના વિકાસમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
વિદેશવાસી ભારતીયો વતનની સંસ્કૃતિ વિશ્વમાં પ્રસરાવે 16/01/2015 8:27 am Mukesh Patel અમદાવાદઃ શહેરના સાબરમતિ રીવરફ્રન્ટ ખાતે ૯ જાન્યુઆરીએ સાંજે ૩૦૦૦થી વધુ પ્રવાસી ભારતીયો અને મહાનુભાવોની હાજરી વચ્ચે અને સુંદર આકર્ષક નજારાઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તથા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા.
પ્રોફેસર નીલેશ સામાણીને નાઈટહૂડ 16/01/2015 8:27 am Achyut Sanghavi લેસ્ટરઃ હૃદયરોગ વિશે સંશોધનમાં સમગ્ર કારકિર્દી સમર્પિત કરી દેનારા લેસ્ટરના પ્રોફેસર નીલેશ સામાણીને નવા વર્ષની સન્માન યાદીમાં નાઈટહૂડ એનાયત કરાયું છે. તેમને આ સન્માન મેડિસિન અને મેડિકલ રીસર્ચ ક્ષેત્રની સેવા બદલ અપાયું છે.
ભારત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ 16/01/2015 8:28 am Mukesh Patel ગાંધીનગરઃ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ધાટન બાદ તુરંત યોજાયેલા ઇન્ડિયન ડાયસ્પોરા સેમિનારમાં વિદેશી ભારતીયો સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાંક ડ્રીમ પ્રોજેક્ટ કેન્દ્રીય પ્રધાનોએ રજૂ કર્યાં હતા, જેમાં સ્માર્ટ સિટી, હૃદય પ્રોજેકટ, ગંગા શુદ્ધિકરણની યોજના, પ્રવાસન વિકાસ અને સ્કિલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.
પૈસા બચાવવાની ૨૦ રીતો! 16/01/2015 8:31 am Mukesh Patel મોંઘા ચશ્મા અને મોંઘા ડેન્ટિસ્ટોના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં પેટ્રોલ-ડિઝલના ઘટતા ભાવ જોઈને અચંબામાં પડી ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
Japan seeking to invest more in Gujarat 16/01/2015 4:17 am Arvind Rajput Japan is looking to investment opportunities in auto component manufacturing, small and medium scale sector, infrastructure projects, consumer durables and machinery in Gujarat