Advanced search


વડોદરામાં ૨૭ ડિસેમ્બરથી મોરારિબાપુની રામકથા

વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન  પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ કરશે.

લંડનઃ ભારતના સૌથી ધનિક જ્યોતિષીમાંના એક ગોવિન્દુ ટ્રિપલ મર્ડરમાં શંકાસ્પદ સંડોવણીના મુદ્દે હાલ બ્રિટનમાં નાસતા-ફરતા હોવાનું ભારતીય પોલીસ માને છે. ભારતના આંધ્ર પ્રદેશના ૫૪ વર્ષીય મલ્ટિ-મિલિયોનેર જ્યોતિષી બુથામ ગોવિન્દુએ પોતાના ભાઈની હત્યામાં પ્રતિસ્પર્ધી ગંધામ પરિવારનો હાથ હોવાનું માની ગંધામ નાગેશ્વરરાવ, ગંધામ મારાય્યા સહિત ત્રણ સભ્યોની હત્યાનો કોન્ટ્રેક્ટ આપ્યો હોવાનું ડીટેક્ટિવ્સ જણાવે છે. હત્યારાઓએ ૨૪ સપ્ટેમ્બરે વિજયવાડા હાઈવે પર આંતરીને તેમની હત્યા કરી હતી. હત્યા કરાયેલી એક વ્યક્તિ ગંધામ પાગિડી મારાય્યાએ ગોવિન્દુની પુત્રી સાથે નાસી જઈને લગ્ન કર્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલિ ઉત્સવ ઊજવાયો

તીર્થભૂમિ સારંગપુર ખાતે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલિ ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. લક્ષ્મીપૂજન, શારદાપૂજન-ચોપડાપૂજન વિધિમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યાા હતા. નવા વર્ષના પ્રથમ દિને અહીં મહા અન્નકૂટ ધરાવાયો હતો. નવા વર્ષના આરંભમાં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ‘સૌ હરિભક્તો સુખી થાય એના દેશકાળ સારા થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે પ્રાર્થના!’

મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

લંડનમાં ૨૦૦૩થી દાખલ કરાયેલા કન્જેશન ચાર્જના પરિણામે ટ્રાફિક અકસ્માતોમાં ૩૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લેન્કેસ્ટર યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્કૂલના અર્થશાસ્ત્રીઓના સંશોધન અનુસાર ચાર્જ દાખલ કરાયો ત્યારે વાહનોની સરેરાશ ઝડપ ૮.૬ માઈલ પ્રતિ કલાકથી વધીને હાલ ૨૦ માઈલ પ્રતિ કલાક થઈ હોવાં છતાં અકસ્માતોની સંખ્યા માસિક ૧૨૦થી ઘટીને માત્ર ૮૦ના આંકડે આવી છે. લંડન કન્જેશન ચાર્જ દિવસના ૧૧.૫૦ પાઉન્ડ છે.

લોકસભાની ચૂંટણી પૂરી થયે ભલે છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોય, પણ નરેન્દ્ર મોદીનો જાદુ આજેય બરકરાર છે તે વાત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામોએ પુરવાર કરી દીધી છે.

જનસેવા એ જ પ્રભુસેવા

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નાની-મોટી માત્રામાં અત્ર, તત્ર અને સર્વત્ર જનસેવા થતી જ રહે છે. જગતનિયંતાએ આ અનન્ય સૃષ્ટિનું સર્જન કરીને આપણને અદભૂત માનવદેહ બક્ષિસમાં આપ્યો છે. કદાચિત કોઇ પ્રસંગે આપણને અણગમતી કે અસ્વીકાર્ય ઘટના બની જાય તો તેમ માનવાની લગારેય જરૂર નથી કે જગત મિથ્યા છે અને માણસાઇ મરી પરવારી છે.

તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ છતાં ભારતના ૪૦૧ સાંસદોએ તેમની સંપત્તિ જાહેર કરતા નથી. ચૂંટણી પંચના આદેશને ઘોળીને પી જનારા કંઇ નવાસવા કે સામાન્ય જનપ્રતિનિધિ નથી.

સુરતઃ સુરત એરપોર્ટના રનવે પર ૬ નવેમ્બરે સ્પાઇસ જેટ એરલાઇન્સનું વિમાન ભેંસ સાથે અથડાવાની ઘટના પછી ત્યાં વિવિધ રિપેરીંગ કામ થઈ રહ્યું છે. વિમાનનું ફ્યુઅલ એન્જિન પૈકીનું એક બંધ પડ્યું હતું. 

અની પર બળાત્કારના પ્રયાસમાં ભૂલથી ગોળી છૂટ્યાનો દાવો

કેપ ટાઉન/લંડનઃ અની દેવાણી હત્યાકેસની ટ્રાયલમાં સોમવારે નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. આરોપી પતિ શ્રીયેન દેવાણીના બેરિસ્ટર ફ્રાન્કોઈસ વાન ઝીલે કેપ ટાઉન હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અપહરણ પછી અની દેવાણીને બળાત્કાર માટે ટેક્સીમાંથી બહાર ખેંચી કાઢવાની ઝપાઝપી દરમિયાન ભૂલથી ગોળી ચાલી હતી. મ્ઝિવામાડોડા ક્વાબેએ દાવો કર્યો હતો કે ગોળી મ્નજેનીએ ચલાવી હતી. દેવાણીના બેરિસ્ટરે ઉલટતપાસમાં ટેક્સીની બહાર ઊભેલા ક્વાબેએ જ ગોળી ચલાવી હોવાનો દાવો કર્યો હતો. બેરિસ્ટરે કહ્યું હતું કે મિસિસ દેવાણીના અપહરણ પછી તેના ધનવાન પતિ પાસેથી મોટી રકમ મેળવવાની યોજના હતી. ક્વાબેએ તેનો નકારમાં જવાબ વાળ્યો હતો. દેવાણી ખુદ તે ઘટનાનું વર્ણન કરવા વિટનેસ બોક્સમાં આવશે તેવો સંકેત વાન ઝીલે આપ્યો હતો.