જોક્સ 05/12/2014 8:34 am Sandip Bhavsar મુંગેરીલાલ સૂટનું કાપડ લઈ સૂટ સિવડાવવા દરજી પાસે ગયો. દરજીએ કપડું માપીને કહ્યું, ‘કાપડ ટૂંકું છે સૂટ નહીં બને.’ મુંગેરીલાલ બીજા દરજી પાસે ગયો. બીજાએ તેનું માપ લઈને કહ્યું, ‘તમે દસ દિવસ પછી આવીને સૂટ લઈ જજો.’ દસ દિવસ પછી સૂટ તૈયાર હતો. મુંગેરી પૈસા આપવા જતો હતો ત્યાં જ તે દરજીનો નાનો પાંચ વર્ષનો છોકરો આવ્યો. એ છોકરાએ તેના સૂટના કાપડમાંથી જ બનેલા કપડાં પહેર્યા હતા. સૂટ સીવનાર દરજીએ પણ થોડી માથાકૂટ પછી સ્વીકારી લીધું. ત્યાંથી નીકળી પેલો મુંગેરી સૌથી પહેલાં એ દરજી પાસે ગયો જ્યાં તેને સૂટ સીવવાની ના પાડી હતી. તેણે દરજીને કહ્યું, ‘તમે તો ના પાડતા હતા કે કાપડ ટૂંકું છે, પણ તમારી બાજુની દુકાનવાળા દરજીએ તેમાંથી મારો અને તેના છોકરાનો પણ સૂટ સીવી નાંખ્યો.’ દરજી બોલ્યોઃ એના છોકરાની શું ઉંમર છે ખબર છે તમને. વ્યક્તિઃ પાંચ વર્ષ.દરજીઃ હવે તમને ખબર પડી... મારા છોકરાની ઉંમર તો ૧૮ વર્ષ છે.
મિની ટોર્નેડો લેસ્ટરશાયરના ટાઉન પર ત્રાટક્યું 06/12/2014 5:42 am Vikram Nayak લંડનઃ મિની ટોર્નેડોએ રવિવાર, બીજી નવેમ્બરની વહેલી સવારના આશરે ૭.૩૦ના સુમારે લેસ્ટરશાયરના કોલવિલે ટાઉનમાં ત્રાટકીને તબાહી મચાવી હતી. સૂસવાટા મારતા પવનોએ છતો પરથી ટાઈલ્સ ઉખાડી નાખ્યાં હતાં, મોટરકાર્સને નુકસાન પહોંચાડ્યું હતું, વૃક્ષોને મૂળમાંથી ઉખાડ્યાં હતાં અને કચરાના બીન્સને હવામાં ફંગોળ્યાં હતાં.
લિબરલ ડેમોક્રેટ્સ અને લેબર પાર્ટી દ્વારા દિવાળીની ઊજવણી 06/12/2014 5:45 am Vikram Nayak લંડનઃ વ્હાઈટહોલના એડમાઈરલ્ટી હાઉસ ખાતે બુધવાર, ૨૨ ઓક્ટોબરે હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ઉપનેતા લોર્ડ નવનીત ધોળકિયા PC OBE DL દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે સર્વનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું હતું. આ કાર્યક્કમમાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર નિક ક્લેગ ચીફ ગેસ્ટ હતા. તમામ ખંડો ભરચક હતા અને ગોપીચંદ હિન્દુજા, સાંસદો માર્ટિન હોરવૂડ અને પોલ બર્સ્ટો તથા લોર્ડ રાજ લૂમ્બા સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા.
અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો! 05/12/2014 8:37 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહના જીવંત પંથમાં આપે ‘અંતિમ પર્વ’ નામથી પ્રકાશિત થયેલા પુસ્તક વિશે વાંચ્યું. ભાઇશ્રી રમેશ સંઘવી દ્વારા સંપાદિત આ જીવન-ઉપયોગી પુસ્તકમાંથી કેટલાંક ટાંચણો રજૂ કર્યા હતા. અંતિમ પર્વની સુયોગ્ય તૈયારી એ આપણા સંસ્કાર-વારસાનું એક અભિન્ન અંગ છે.
જલારામ મંદિર-યુકે દ્વારા વાંકાનેરમાં સેવાકાર્ય 06/12/2014 5:45 am Mukesh Patel વાંકાનેરઃ શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ-યુકે અને ગાયત્રી મંદિરના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરમાં ૧૯ ઓક્ટોબરે મફત દંત ચિકિત્સા યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કેમ્પના દાતા શૈલેષભાઈ ચંદ્રકાંતભાઈ બરછા, અલ્કાબહેન બરછા અને દિવ્યેશ અને આનંદ બરછા-યુકે દ્વારા આર્થિક સહયોગ સાંપડ્યો છે. આ કેમ્પ માટે અમૃતભાઈ જે. રાજાણી (યુકે)એ પણ સહયોગ આપ્યો હતો.
જાન્યુઆરીથી રેલવે ભાડાંમાં ૨.૫ ટકાની વૃદ્ધિઃ સીઝન ટિકિટધારકને વાર્ષિક £૫૦૦૦નો માર 05/12/2014 8:38 am Achyut Sanghavi લંડનઃ રેલવે ભાડાંમાં બીજી જાન્યુઆરીથી ૨.૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. આના પરિણામે લંડનમાં અવરજવર કરનારા સીઝન ટિકિટધારકને તેમની વાર્ષિક વેતનવૃદ્ધિ કરતાં પણ વધુ અથવા વર્ષે ઓછામાં ઓછાં £૫,૦૦૦ નાણા પ્રવાસભાડાં પાછળ ખર્ચવા પડશે. કેટલાકને તો £૧૦,૦૦૦ પણ ખર્ચવા પડી શકે છે. આમ છતાં, મોટા ભાગના પ્રવાસીને યાત્રા દરમિયાન બેસવાની જગ્યા નહિ મળે.
ભારતની રક્ષા 06/12/2014 5:45 am Sandip Bhavsar પંદરસો વર્ષોથી પરદેશીઓના આક્રમણોથી ગુલામગીરી, અત્યાચારો, ધર્માંતરો અને જનસંહાર સહન કર્યો તોય આપણી આંખ ઉઘડતી નથી. પાકિસ્તાન અને શ્રીલંકા આપણા માછીમારોની બોટો જપ્ત કરી તેમને જેલમાં પુરે! આપણા બેજવાબદાર દરિયાઈ રક્ષા દળોએ એમની કેટલી બોટો પકડી? છે જવાબ? આ વિટંબણાને સદંતર બંધ કરવી હોય તો આપણી બોટોને દેશની સીમા જણાવતાં અધ્યતન યંત્રોથી સજજ કરવી પડશે. કહેવાતું ‘આઝાદ કાશ્મીર’ પણ ભારતનો નિર્વિવાદ ભાગ છે. ત્રણ ત્રણ યુદ્ધ થયાં, હજારો જવાનોનાં રક્ત રેડાયાં, પરંતુ પ્રજાએ મીડીયાએ કે સરકારોએ આ બાબતમાં એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. ચીનાઓ આપણી સરહદ પર દાદાગીરી કરી ઘૂસી જાય તોય કોઈ કડક પગલાં ભરાતાં હોય એમ જણાતું નથી. આઝાદી પછીથી આજ સુધી આપણા નબળા, અજ્ઞાની અને ભ્રષ્ટાચારી રક્ષામંત્રીઓ, પ્રધાનો આપણી ત્રણેય સેનાઓને અદ્યત્તન શસ્ત્રો, વિમાનો, મનવારો, જહાજો કે સબમરીનો વગેરે પુરતા પ્રમાણમાં આપી શક્યા નથી. જે કંઈ મેળવ્યાં તે ઉતરતી કક્ષાનાં હોઈ નિષ્ફળ નીવડ્યાં અને કેટલાંક તો ખતમ થઈ ગયાં. દેશની રક્ષાને નબળી બનાવીને આપણા જવાં મર્દોનો જુસ્સાને ઠેસ પહોંચાડી છે. ૬-૬ સૈકાઓથી જી હજુરીયા જેવા બનીને ‘સુલેહ અને શાંતિ’ની વાટાઘાટોથી શું મેળવ્યું? પૃથ્વી પર જ્યારથી જીવન પાંગર્યું ત્યારથી ‘મારે એની તલવાર’ અને ‘બળીયાના બે ભાગ’ એ સત્યને અનુસરીને કેટલાય દેશો આજે સર્વોપરી બનીને, મહાસત્તાઓ થઈ ગઈ. આપણું ભારત ક્યાં છે?? એમાં પણ આપણે ‘ભાઈ ભાઈ અને અહિંસા તેમજ અમે તો પહેલા ઘા નહિ કરીએ.’ એવી નમાલી વાતો કરી, એમાં ઊણા ઊતર્યાં.હા, સમયસુચકતા અને કુનેહની સતત જરૂર છે. પરંતુ આપણી સહનશક્તિની પણ હદ હોવી જરુરી છે. દેશની સંરક્ષણ અને પરદેશ નીતિમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે એમાં બે મત નથી.- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હિલ
મેડિટેશનનો ચમત્કારઃ માનસિક તણાવ માત્ર ૧૦ દિવસમાં દૂર થાય 05/12/2014 8:53 am Sandip Bhavsar ન્યૂ યોર્કઃ કોઈ આઘાતની સ્થિતિ પછી સર્જાયેલા માનસિક તણાવની સ્થિતિનો ભોગ બનેલા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) ધરાવતા લોકો માટે એક ખુશખબર છે. જેમાં ગહન ધ્યાન કરનારા લોકોને આ પ્રકારના માનસિક તણાવમાંથી ૧૦ જ દિવસમાં મહદ્અંશે રાહત મળી જાય છે. આ મેડિટેશન ખાસ કરીને એ લોકો માટે ઉપયોગી છે જેઓના જીવનમાં એક કે તેનાથી વધુ આઘાતજનક ઘટનાઓ બની હોય અને માનસિક તણાવથી પીડાતા હોય. આ માટે યુગાન્ડામાં કોન્ગોના યુદ્ધઆશ્રિતો પર પ્રયોગો કરાયા હતા, જેમાં મેડિટેશનના કારણે મળેલી સફળતા સંશોધકોએ નોંધી હતી.
કેદારનાથ પીડિતો માટે મોરારિબાપુ દ્વારા રૂ. ૧૦ કરોડના દાનનું વિતરણ 06/12/2014 5:47 am Mukesh Patel મહુવાઃ જૂન-૨૦૧૩માં ઉત્તરાખંડમાં થયેલ પૂર પ્રકોપમાં જીવન અને સંપત્તિની ભારે તબાહી થઈ હતી. તેથી પૂ. મોરારિબાપુએ ગયા વર્ષે બેકર્સ ફિલ્ડ (કેલિફોર્નિયા) અમેરિકામાં પોતાની રામકથા દરમિયાન આ આપદાના પીડિતોને જરૂરી મદદ કરવા આહ્વાન કર્યું હતું.