Advanced search


વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ મિનાર કરતાં ત્રણ ગણી વધુ હશે.

એક ભારતીય તેના પિતાને ખભા પર બેસાડીને હજ કરવા પહોંચ્યો છે. તેણે પિતાને ખભા પર બેસાડીને જ હજની બધી અરકાન (વિધિઓ) અદા કરી હતી. લગભગ ૫૦ વર્ષીય મુહમ્મદ રશીદે જણાવ્યું કે પિતાને લઈ જવા માટે તે વ્હીલચેર ખરીદી શકતો હતો, પરંતુ પોતાના ખભાથી વધુ આરામદાયક વ્હીલચેર ક્યાંય ન મળતાં તેણે આ નિર્ણય કર્યો હતો. ‘સાઉદી ગેઝેટ’માં જણાવાયું હતું કે રશીદ તેના પિતાનો એકનો એક પુત્ર છે. માતાના નિધન પછી રશીદ જ તેના પિતાની દેખભાળ કરે છે. રશીદે જણાવ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે પિતા તેને ખભા પર બેસાડીને ફરવા લઈ જતા હતા, હવે પિતાને ખભા પર બેસાડીને લઈ જવાનો તેનો વારો છે.

‘વિશ્વના સૌથી ગરીબ રાષ્ટ્રપતિ’ની કાર ખરીદવા પડાપડી

મોન્ટેવિડીયોઃ ઉરુગ્વેના રાષ્ટ્રપતિ જોસ મુઝિકા આશ્ચર્યચકિત છે કે લોકો તેમની ૧૯૮૭ની કાર ખરીદવા માગે છે, અને તે પણ ભારે ઊંચી કિંમતે! જોસ મુઝિકા તેમની વિનમ્રતા અને સરળ સ્વભાવને કારણે પ્રખ્યાત છે. તેઓ મોટા ભાગે જાતે જ કાર ચલાવે છે. ઓફિસમાં પહોંચવા માટે લોકલ ટ્રેનમાં પણ મુસાફરી કરે છે. 

લંડનઃ દુનિયાભરમાં કરોડો લોકોને ભરખી જનારો એચઆઈવી વાઇરસ આફ્રિકી દેશ કોંગોમાંથી સમગ્ર દુનિયામાં ફેલાયો હોવાનું વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરાયું છે. આ વાઇરસે છેલ્લાં ૩૦ વર્ષમાં ૭.૫૦ કરોડ લોકોના જીવ લીધા છે અને હજી પણ અનેક લોકો તેનો ભોગ બનીને મોત સામે જંગ લડી રહ્યા છે.

જો તમારે જંકફૂડ ખાવાની લાલચથી બચવું હોય તો વધુ કસરત કરવી જોઇએ. નિષ્ણાતો કહે છે કે સેલ્ફ કન્ટ્રોલ માટે મન મક્કમ હોવું જરૂરી છે, પછી ભલેને તે જંકફૂડ લેવા જેવી બાબત જ કેમ ન હોય. અને મનને મક્કમ રાખવા દૈનિક કસરત જરૂરી છે. સાથોસાથ આલ્કોહોલના સેવનથી પણ દૂર રહો. આ બધી આદતને કારણે મનની મક્કમતા વધારશે. આ દાવો એક નવા સંશોધનને આધારે થયો છે. કેનેડિયન સંશોધકોનો દાવો છે કે માનસિક નબળાઇ કે આળસ જ માનવીને તે ન ઇચ્છે તેવા કામ કરવા માટે પ્રેરે છે. જો આ સ્થિતિમાં જંકફૂડથી કંટાળેલી વ્યક્તિ તેને છોડવા માગતી હોય તો પણ નથી છોડી શકતી કેમ કે તે માનસિક નબળાઇ અને આળસ ધરાવે છે. આમ તમારા ખોરાકને યોગ્ય અને સમતોલ રાખવામાં મનની મક્કમતા મોટો ફાળો આપે છે, અને મનને મક્કમ બનાવવા કસરત સૌથી સારો ઉપાય છે. આ ઉપરાંત રાત્રે પૂરતી ઉંઘ લેવાથી પણ માનસિક સંતુલન જળવાય છે. પ્રોફેસર પીટર હાલ કહે છે કે આદતો કે કુટેવોને તોડવામાં નિયમિત એક્સરસાઇઝ, આલ્કોહોલનો ત્યાગ, સમયસર અને પૂરતી ઉંઘ તમને સૌથી વધુ મદદ કરી શકે છે.

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની અન્ય સ્પેશિયાલિટી પ્રોડ્ક્ટ્સ રજૂ કરવા સજ્જ થઇ રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી આ ક્ષેત્રે કેનેડાની કંપની મેકેન ફૂડ્સનો દબદબો રહ્યો છે.

નીરજ અંતાણીઃ અમેરિકાના સૌથી યુવા લેજિસ્લેટર

વોશિંગ્ટનઃ અમેરિકામાં વીતેલા સપ્તાહે યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અનેક ભારતવંશી ઉમેદવારો ઝળક્યા છે, પણ ગુજરાતી નીરજ અંતાણીએ તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી જીતીને વિક્રમ સર્જ્યો છે.

જો ખરેખર સોંઘવારી આવશે તો?

ઇન્ડિયા કરતાં મોંઘા ‘નાઈકી’ શુઝ અને ઇન્ડિયા કરતાં મોંઘા ‘રે-બેન’ના ગોગલ્સ પહેરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મોદીના રાજમાં ‘અચ્છે દિન’ની સોંઘવારીના સપનાં જોતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

કુંતલ પટેલને ત્રણ વર્ષની કેદ

લંડનઃ મેજિસ્ટ્રેટ માતાની હત્યાનો પ્રયાસ કરવાના આરોપનો સામનો કરી રહેલી પુત્રી કુંતલ પટેલને સધર્ક ક્રાઉન કોર્ટે નિર્દોષ જાહેર કરી છે. જોકે કોર્ટે કુંતલને જીવલેણ ટોક્સિન રાખવાના ગુનામાં ત્રણ વર્ષની અને બીજી વખત તે ટોક્સિન મેળવવાના પ્રયાસ બદલ દોષિત ઠરાવીને ૧૮ મહિના કેદની સજા ફરમાવી છે. આ બન્ને સજાનો સહિયારો અમલ થશે.