વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નં. ૧ 06/12/2014 6:43 am Sandip Bhavsar દુબઈઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લઇને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમાં ઓસ્ટ્રેલિયા ૧૧૪ પોઇન્ટ સાથે ટોચ પર છે જ્યારે ૧૧૩ પોઇન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા નબંરે અને ભારત ૧૧૩ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
‘યુવરાજ’ નામના એક પાડાની કિંમત રૂ. ૭ કરોડ! 06/12/2014 6:43 am Vikram Nayak મેરઠઃ મેરઠમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા કેટલ શોમાં યુવરાજ નામનો એક પાડો વિજેતા બન્યો છે. આશરે ૧૪૦૦ કિલો વજન ધરાવતા આ પાડાને તેના માલિકે ૭ કરોડ રૂપિયામાં પણ વેચવાનો ઈનકાર કરી દીધો છે. આ પાડાના માલિક કર્મવીર સિંહે જણાવ્યું હતું કે, હું મારા પાડા (યુવરાજ) વડે દર વર્ષે ૫૦ લાખની કમાણી કરું છું.
..તો એર ઇન્ડિયાનું અસ્તિત્વ ખતમ થશે 06/12/2014 6:44 am Sandip Bhavsar નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના તમામ પ્રયાસ કરી લે નહીં તો સંભવ છે કે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
વાવાઝોડાથી આંધ્ર-ઓડિશામાં ૨૪ના મોત 06/12/2014 6:46 am Sandip Bhavsar વિશાખાપટ્ટનમઃ હુદહુદ ચક્રવાતે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારે તબાહી મચાવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ૨૪ લોકો ચક્રવાતનો ભોગ બન્યાં છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સંપૂર્ણ પુનઃ નિર્માણ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. આંધ્રના દરિયાકાંઠા પર ૨૦૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ત્રાટકેલા ચક્રવાત અને ભારે વરસાદે વિશાખાપટ્ટનમમાં વિનાશ વેર્યો છે.
સરદાર પટેલ વગર ગાંધી અધૂરા હતા : મોદી 06/12/2014 6:46 am Vikram Nayak નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૦મી જંયતીએ ‘રન ફોર યુનિટી’ને ઝંડી દેખાડીને તેની શરૂઆત કરાવી હતી.
બોફોર્સકાંડમાં ફરિયાદ રદ્ કરવા માધવસિંહ સોલંકીની અપીલ 06/12/2014 6:47 am Sandip Bhavsar નવી દિલ્હીઃ ખળભળાટ મચાવનાર બોફોર્સ તોપ કૌભાંડમાં પોતાને કથિત રીતે સંડોવી દેવાના મામલે છેલ્લા ૧૧ વર્ષથી કાનૂની જંગ ખેલી રહેલા પૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીએ હવે દિલ્હી હાઇ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. તેમણે વર્ષ ૨૦૦૩માં એનડીએ સરકારના વખતમાં સીબીઆઇએ તેમની સામે દાખલ કરેલી એફઆઇઆર કાઢી નાખવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં થયેલી એક ઘટનાના સંદર્ભમાં એનડીએના શાસનમાં સીબીઆઇએ સોલંકી સામે એફઆઇઆર નોંધી હતી.
સાઇ-શંકરાચાર્ય વિવાદમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે નહીં 06/12/2014 6:48 am Sandip Bhavsar નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી અને સાઈ બાબાના ભક્તો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ નહીં કરે. જસ્ટિસ ટી. એસ. ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે આદેશ આપ્યો છે કે સરકાર કે સંબંધિત પક્ષોએ વિવાદનો ઉકેલ શોધવો જોઈએ. સાઇભક્તોની શ્રદ્ધાનો અધિકાર બાધિત થઈ રહ્યો છે તો તેઓ શંકરાચાર્ય સામે કેસ દાખલ કરી શકે છે. તેમની સામે ફોજદારી કે દીવાની કેસ કરી શકાય છે. આ આસ્થા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જુલાઈમાં શંકરાચાર્યએ સાંઇપૂજા બંધ કરવા જણાવ્યું હતું.
અંતે દિલ્હી વિધાનસભા ભંગ થઇઃ 06/12/2014 6:49 am Vikram Nayak દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી (આપ)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ અને આપે પણ ફરીથી ચૂંટણી યોજવાની માંગણી કરી હતી. હવે ફેબ્રુઆરી-૨૦૧૫માં ચૂંટણી યોજાવાની શક્યતા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી વિધાનસભા ભંગ કરવાની ભલામણને મંગળવારે મંજૂરી આપી છે. આ મુદ્દે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બેઠક પછી તરત જ ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે. એટલે કે કોઈને પણ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર નહીં કરે.
થરુર કોંગ્રેસના પ્રવક્તા પદેથી આઉટઃ 06/12/2014 6:49 am Sandip Bhavsar વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરવાનું કેરળના કોંગ્રેસી સાંસદ શશી થરુરને મોંઘું પડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિસ્ત સમિતિના અહેવાલને આધા તેમને પક્ષના પ્રવક્તા પદેથી હટાવ્યા છે.
૩૩ વર્ષ પછી બચ્ચન-રેખા સાથે દેખાશે? 06/12/2014 6:51 am Sandip Bhavsar અમિતાભ બચ્ચન અને રેખા ૩૩ વર્ષ બાદ ફરીથી ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળે તેવી સંભાવના છે. આ હિટ જોડીએ ૭૦ના દાયકામાં અનેક સુપરડુપર ફિલ્મો આપી નવો યુગ શરૂ કર્યો હતો.