Advanced search


લંડનઃ સ્થાનિક કાઉન્સિલો કેર હોમ્સની ફી ચૂકવી નહિ શકતાં વૃદ્ધ લોકો પાસેથી દર સપ્તાહે ૧૦૦થી વધુ મિલકતો જપ્ત કરી લે છે. સ્થાનિક સત્તાવાળાઓ સારસંભાળનાં ખર્ચની ચૂકવણી કરવા ઈનકાર કરતા હોવાથી પરિવારજનોને તેમની મિલકતો આપી દેવાની ફરજ પડે છે. દર વર્ષે આશરે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો આ રીતે પોતાની મિલકતો ગુમાવી રહ્યા છે.

લંડનઃ યુવાન બ્રિટિશરોની પેઢી ભારે નાણાભીડનો અનુભવ કરી રહી છે. તેઓ નાણાકીય ચિંતાના કારણે લગ્ન અને સંતાન માટે વિચારતાં ખચકાય છે. તેઓ જીવનની આ મહત્ત્વની ઘટનાઓ આર્થિક સદ્ધરતાં હાંસલ ન થાય ત્યં સુધી મુલત્વી રાખવા માગે છે. એક અભ્યાસ મુજબ ૨૫-૩૪ વયજૂથમાં ૧૦માંથી એક વ્યક્તિનું કહેવું છે કે તે કદી લગ્ન કરી શકશે નહિ. ૩૫-૪૪ વયજૂથમાં ૧૨માંથી એક વ્યક્તિ કહે છે કે તેમને કદી સંતાન પોસાય તેમ નથી. આ જ વયજૂથમાં ૨૫ ટકા લોકોને લાગે છે કે તેઓ કદી પોતાની માલિકીનું મકાન વસાવી શકે તેમ લાગતું નથી.

યુરોપીય યુનિયન (ઇયુ)માં આંતરિક હેરફેરની આઝાદીને અંકુશિત કરવાના પ્રયાસો બ્રિટનની સમૃદ્ધિ પર જોખમ લાવશે તેવી આશંકા બિઝનેસ જૂથોએ વ્યક્ત કરી છે. બ્રસેલ્સ ખાતે બ્રિટનના સંબંધોની પુનઃ વાટાઘાટના ભાગ સ્વરૂપે ઈયુની સરહદોમાં ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની ઈચ્છા વડા પ્રધાન ડેવિડ કેમરને પ્રદર્શિત કરી છે તે સંદર્ભે તેમણે આમ કહ્યું હતું. બ્રિટિશ બિઝનેસ સંગઠનોએ બેનિફિટ્સમાં કાપ સાથે અંગત અને કોર્પોરેટ ટેક્સમાં કાપની કેમરનની ખાતરીને સમર્થન આપ્યું હતું. જોકે, ઘણાં જૂથોએ ચેતવણી આપી છે કે યુરોપમાં કામદારોની હેરફેર પર કડક નિયમો બિઝનેસને અવરોધશે.

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને હતી. મેજિસ્ટ્રેટ માતાએ પ્રેમી નિરજ કાકડ સાથે લગ્ન કરવા મનાઈ ફરમાવતા રોષે ભરાયેલી ૩૭ વર્ષની કુંતલે ડાયેટ કોકમાં જીવલેણ ટોક્સિન ‘એબ્રિન’ ભેળવીને માતાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

લેસ્ટરઃ સાઉથ નાઈટન વિસ્તારમાં માત્ર ૨૦ દિવસના ગાળામાં ૧૨ મકાનમાં ચોરી થતાં ચિંતા અને ગભરાટ ફેલાયા છે. પોલીસે નાઈટન પાર્ક અને લંડન રોડ નજીકની શેરીઓમાં મકાનોની મુલાકાત લઈ લોકોને બહાર જતી વેળાએ બારીબારણાંને તાળાં લગાવવા અને ઘરની કેટલીક લાઈટો ચાલુ રાખવા સલાહ આપી છે. ડિસેમ્બરમાં લોકોને સાવધ રહેવા જણાવતા અભિયાનમાં કાર અને શરાબપાન સાથે વાહન હંકારવા સંબંધિત ગુનાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાંક મકાનમાલિકો વેકેશન ગાળવા બહાર ગયાં હોઈ મકાનો બંધ હતાં. ચોરીની આ ઘટનાઓમાં સલામત તાળાં લગાવેલાં ઘરમાં પણ ચોર અંદર ઘૂસ્યાં હતા. દિવસ અને રાતની ચોરીની આ ઘટનાઓમાં જ્વેલરી, કોમ્પ્યુટર્સ અને ઈલેકટ્રોનિક સાધનો સહિતની વસ્તુઓ ચોરાઈ હતીૉ

લંડનઃ જનમતમાં સ્કોટલેન્ડને વધુ સત્તા આપવાની ખાતરી પછી વડા પ્રધાન ડેવિડ કેમરન ભવિષ્યમાં ઈંગ્લેન્ડ માટે પણ આવી સત્તા હાંસલ કરવા માગે છે. ઈંગ્લિશ હોમ રૂલની યોજના ઘડવાનું કાર્ય વિલિયમ હેગના વડપણ હેઠળની સમિતિ કરશે. ટોરી પાર્ટીના અધિવેશનમાં જણાવાયું હતું કે ભાવિ ટોરી સરકાર ઈંગ્લિશ કાયદાઓ માટે ઈંગ્લેન્ડના લોકો મત આપે તેવી જોગવાઈ કરશે. આ માટે ઈંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સના લોકો માટે બંધારણમાં વર્તમાન અન્યાયકારી જોગવાઈઓને પણ સુધારાશે.

મારો જમાઈ શ્રીયેન કાયર છેઃ નીલ...

લંડનઃ દક્ષિણ આફ્રિકાની કેપ ટાઉન હાઈ કોર્ટમાં અની દેવાણી હત્યાકેસમાં પુરાવાના અભાવે છોડી દેવાયેલા બ્રિસ્ટલના ૩૪ વર્ષીય મિલિયોનેર શ્રીયેન દેવાણી બુધવાર, ૧૦ ડિસેમ્બરની સવારે બ્રિટન પરત આવી ગયા હતા. ગેટવિક એરપોર્ટે તેનું વીઆઈપી સ્વાગતા કરાયું હતું. બીજી તરફ, અનીની માતા અને શ્રીયેનના સાસુ નીલમ હિન્ડોચાએ મેઈલઓનલાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘મારો જમાઈ કોર્ટમાં કાયર હતો, તે હંમેશા કાયર જ રહ્યો છે.’ તેમણે કહ્યું હતું કે, ‘અનીને હત્યાની રાત્રે બે હત્યારાઓ સાથે એકલી છોડી દેવા જેટલો જ દયાહીન તે પોતાની વિરુદ્ધના આરોપ ફગાવી દેતી અરજી કરવામાં રહ્યો છે. અમારો સામનો કરવાની તેનામાં કોઈ ક્ષમતા ન હતી. તે કોર્ટમાં પણ કાયર જ રહ્યો અને તે હંમેશાંથી કાયર જ હતો.’

લંડનઃ રીડિંગ વેસ્ટના સાંસદ આલોક શર્માએ તેમના મતવિસ્તારમાં આવેલા ચર્ચ, મંદિર, મસ્જિદ, ગુરદ્વારા અને સીનેગોગ સહિતના ધર્મસ્થાનકોને પત્ર પાઠવીને અસુરક્ષિત ધર્મસ્થાનોની છત અને ગટર વ્યવસ્થાના સમારકામ માટે ૧૫ મિલિયન પાઉન્ડના નવા ભંડોળની માહિતી આપી છે.