છેલ્લા 35 વર્ષમાં અમીર દેશોને ઇમિગ્રેશનથી મોટો આર્થિક લાભ થયોઃ સ્ટડી 30/06/2026 11:14 am Arnold Christie આગામી સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંકની એક મહત્વની કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન મુજબ છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ ઇમિગ્રેશન દર ધરાવતા સમૃદ્ધ દેશોએ મોટો આર્થિક લાભ મેળવ્યો છે અને તેમાંથી ઘણા દેશો હજી પણ વધુ શ્રમિકોને સમાવી શકે તેમ છે.
માન્ચેસ્ટર એરપોર્ટ પર પોલીસ અને ગ્રાહક પર હુમલો કરનાર અમાઝને સાડા 3 વર્ષની કેદ 30/06/2026 11:25 am Arnold Christie જુલાઈ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર સ્ટારબક્સ કાફેમાં બે મહિલા પોલીસ અધિકારી અને એક નાગરિક પર હિંસક હુમલો કરવાના આરોપમાં 21 વર્ષીય મોહમ્મદ ફાહીર અમાઝને લિવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષની જેલની સજા કરાઇ છે.
લંડનમાં 1,74,000 પાઉન્ડના ડ્રગ્સ નેટવર્કમાં ઝડપાયેલા 3 ભારતીયોને કેદ 30/06/2026 11:23 am Arnold Christie જેલમાં બેઠા બેઠા ડ્રગ નેટવર્કનું સંચાલન કરતા એક ડ્રગ ડીલર માટે કામ કરતા પૂર્વ મેજિસ્ટ્રેટ પુરષોત્તમ ધિલ્લોન, બિક્રમજીત બ્રાર અને હેરી સિંઘને જેલની સજા ફટકારવામાં આવી છે.
માન્ચેસ્ટરમાં 139 માઇલની ઝડપે અકસ્માત સર્જનાર બે યુવકોને કેદ 30/06/2026 11:22 am Arnold Christie માન્ચેસ્ટરમાં 30 માઇલના સ્પીડ ઝોનમાં 139 માઇલ પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જી 50 વર્ષીય સિલ્વેસ્ટર અબાયોમીનું મોત નિપજાવનાર ઉવૈસ હુસેન અને ઉસ્મોન મહમૂદને જેલ ભેગા કરાયા છે.
બ્રિટનમાં સતત 3 દિવસ એક્સ્ટ્રીમ હીટ વોર્નિંગ જાહેર કરવી પડી, સૌથી ગરમ રાતનો નવો રેકોર્ડ 30/06/2026 11:01 am Arnold Christie ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસ સુધી યુકેમાં જૂન મહિનાના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક તાપમાનના રેકોર્ડ તૂટ્યા હતા. 26 જૂનના શુક્રવારના રોજ સફોકના સેન્ટન ડાઉનહામમાં તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું. જેણે સતત ત્રીજા દિવસે બ્રિટનમાં જૂન મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગુરુવારે સમરસેટમાં ૩૬.૭ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી.
નવી રાજ્યાશ્રય નીતિ અંતર્ગત માઇગ્રન્ટે 10,000 પાઉન્ડ ચૂકવવા પડશે 30/06/2026 11:11 am Arnold Christie બ્રિટનમાં અસાયલમ મેળવનાર માઇગ્રન્ટ્સે કમાણી શરૂ કર્યા પછી તેમના રહેઠાણ અને સહાયના ખર્ચ પેટે આશરે 10 હજાર પાઉન્ડ પરત ચૂકવવા પડશે. નવા ઇમિગ્રેશન એન્ડ અસાયલમ બિલમાં સામેલ નવા નિયમો હેઠળ પૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા પુખ્ત વયના લોકોને સમયાંતરે આ રકમ ચૂકવવા માટે જણાવવામાં આવશે.
એન્ડી બર્નહામ ક્યારે વડાપ્રધાન બની શકેઃ સંભવિત સમયપત્રક 30/06/2026 11:08 am Arnold Christie સોમવારે આપેલા એક પ્રવચનમાં ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામે પોતાની નીતિઓ રજૂ કરી હતી જેના પરથી હવે તેઓ વડાપ્રધાન બનશે કે નહીં તે પ્રશ્ન નથી રહ્યો, પણ ક્યારે બનશે તે માત્ર સમયનો સવાલ હોય તેમ લાગી રહ્યું છે.
પીયૂષ ગોયલ એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત 30/06/2026 11:05 am Arnold Christie ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને લંડન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સ 2026માં ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક્સેપ્શનલ લીડરશિપ ઇન એલિવેટિંગ યુકે-ઇન્ડિયા રિલેશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
અમેરિકાની 250મી જયંતીઃ ટ્રમ્પે નવા પાસપોર્ટની ડિઝાઇન જારી કરી 30/06/2026 3:24 pm Nilesh Parmar રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશની 250મી વર્ષગાંઠે જારી થનારા વિશેષ અમેરિકી પાસપોર્ટની નવી ડિઝાઈન જારી કરી છે. આ લિમિટેડ એડિશન પાસપોર્ટ પર ટ્રમ્પની તસવીર પણ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પાસપોર્ટનો નમૂનો શેર કરતાં લખ્યું હતુંઃ ‘અમેરિકાના નવા પાસપોર્ટમાં લખ્યું છે - સ્વાગત છે, પરંતુ સારો વ્યવહાર રાખજો.’
ઘરેલું હિંસામાં હત્યા કરનારાઓની જેલની સજામાં 10 વર્ષનો વધારો કરવા પ્રસ્તાવ 30/06/2026 11:09 am Arnold Christie મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને અટકાવવાના ભાગરૂપે સજાના કાયદાઓને વધુ કડક બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ ઘરમાં જ પોતાના પાર્ટનર કે ભૂતપૂર્વ પાર્ટનરની છરી અથવા અન્ય કોઈ હથિયાર વડે હત્યા કરશે તેને વધારાની 10 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે.