Advanced search


હિન્દુ સમુદાયે સામાજિક હિતના

ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો પર મંતવ્યો રજૂ કરાયા હતા. વિશેષ તો, ૐ ક્રિમેટોરિયમ અને તેના વિકાસ તેમજ તેના દ્વારા મળનાર લાભ અંગે પણ સૌને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાનો, સંપ્રદાયોના અગ્રણી પ્રતિનિધિઓએ તેમજ મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની તથા પ.પૂ. સંતભગવંત સાહેબજીની ભાવનાને બિરદાવી. આ પ્રસંગે સૌ વક્તાઓએ એકસૂરે જણાવ્યું કે, યુકેમાં હિન્દુ સમાજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે, પરંતુ સમાજના હિતના મુદ્દાઓ પર વધુ સંગઠિત બનીને કાર્ય કરવાની જરૂર છે.

સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ દિન 4 જુલાઇથી શરૂ થયેલી આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ ટ્રસ્ટીઓ જોડાયા હતા.

જીવન આધુનિકતાથી નહીં, સંસ્કાર...

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

બાળકો માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેકના ટ્રેડિંગ સેશનની શરૂઆત માટે ઓપનિંગ બેલ વગાડયો. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બંને મોટા શેરબજારોએ વ્હાઇટ હાઉસમાંથી સંયુક્ત રીતે ઓપનિંગ બેલ વગાડવાની અનોખી ઘટના બની.

જોહાનિસબર્ગ સ્વામિનારાયણ મંદ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે.

Vadtal dham2

Vadtal dham2

Anoopam Mission-1

Anoopam Mission-1

trump account

trump account

સરદાર પટેલ યુનિવર્સિટીના બી.એ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’ એનાયત કરાશે. 

વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.