Advanced search


ગુજરાતમાં હજુ સુધી 24.63 ટકા વરસા

ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 9 ઈંચ સાથે સિઝનનો 24.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગતવર્ષે 9 જુલાઈ સુધી 19.45 ઈંચ સાથે સરેરાશ 48 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વખતે અત્યાર સુધી કચ્છમાં 0.37 ઈંચ સાથે 1.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ સાથે 14 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 5.60 ઈંચ સાથે 17.31 ટકા, સૌરાષ્ટ્રમાં 8.30 ઈંચ સાથે 27.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21 ઈંચ સાથે 34.70 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 9 જુલાઈ સુધી કચ્છમાં 57, ઉત્તર ગુજરાતમાં 42, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58, સૌરાષ્ટ્રમાં 49.57 અને દક્ષિણ ગુજરાતમાં 51.75 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હવે આગામી એક સપ્તાહ વરસાદની કોઈ સંભાવના નથી.

રામમંદિરના દાનની ચોરી આર્થિક

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, શ્રીરામ મંદિરના ફાળાની ચોરી આસ્થાના નામે રાજનીતિ અને દાનના નામે લૂંટ છે.

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તા

સતત વિસ્તરતા અને આધુનિકતા તરફ વધતા અમદાવાદ શહેરમાં જમીનની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે હવે વર્ટિકલ ડેવલપમેન્ટ એટલે કે બહુમાળી ઇમારતો અનિવાર્ય છે. એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડના વિકાસ બાદ હવે શહેરીજનો અને બિલ્ડરોની પ્રથમ પસંદગી સાયન્સ સિટી વિસ્તાર બન્યો છે. ભવિષ્યની આ જરૂરિયાતોને ધ્યાને લઈ કોર્પોરેશને આ વિસ્તારમાં ગગનચુંબી ઇમારતોના નિર્માણ માટે લીલીઝંડી આપી છે.

યુકે – ભારત દ્વિપક્ષીય વેપારમાં સુવર્ણ યુગ

યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે.

કચ્છ યુનિવર્સિટીએ ખાંડનો વિક

કચ્છ યુનિવર્સિટીએ સંશોધનક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના છોડથી મળતા કુદરતી ગળપણનો ઉપયોગ કરીને સ્વીટનર (ખાંડનો વિકલ્પ) તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે, જેના માટે ભારતીય પેટન્ટ 10 જુલાઈએ પ્રકાશિત થઈ છે.

ધર્મરાજનનું સપનું સાકાર...

કેરળના કોઝિકોડના નિવૃત્ત અધિકારી ધર્મરાજન નાયરે 72 વર્ષની ઉમરે કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. ધર્મરાજન નાયરે કુંગ ફૂ અને બોક્સિંગ 1974માં શીખ્યા હતા, પરંતુ તેમનું બ્લેક બેલ્ટ મેળવવાનું સપનું અધુરું રહી ગયું હતું, સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાને કારણે તે શક્ય ન બન્યું.

હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપા

 જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તોઇબાના આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ પહલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટે કહ્યું કે, નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઇદને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી પડશે.

દેશના 70 ટકા વિસ્તારથી અચાનક વર

ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, હવે અચાનક દેશના લગભગ 70 ટકા વિસ્તારમાં વરસાદી વાદળો ગાયબ થઈ ગયાં હોવાનું સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે. આમ થવા પાછળનું કારણ ચક્રવાત હોવાનું માનવામાં આવે છે.

અનિલ અંબાણી ગ્રૂપની રૂ. 1021 કરોડ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં EDએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડને સંડોવતાં કેસમાં રૂ. 1,021 કરોડની નવી સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાઈ છે.

અમેરિકી અર્થતંત્રને સુધારાનો...

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નીતિરીતિનું ઘડતર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી દુનિયાની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેન્ક યુએસ ફેડરલ રિઝર્વમાં ફરી એક વખત ભારતીય દિગ્ગજોની મેધાનો ડંકો વાગ્યો છે. અમેરિકા પર મંદીના વાદળો મંડરાઇ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બેન્કની આર્થિક નીતિની સમીક્ષા કરવા અને તેમાં જરૂરી સુધારાવધારા સુચવવા માટે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે.