નર્મદા યોજનાનાં બાકી લેણાંના નિકાલ અંગે ચારેય રાજ્ય વચ્ચે સમજૂતી 15/07/2026 5:46 am Badal Lakhlani કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે બાકી ચુકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ.
ઊંઝાના જીરું અને વરિયાળીને પ્રતિષ્ઠિત GI ટેગ 15/07/2026 5:09 am Badal Lakhlani ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે ઊંઝાના જીરું અને વરિયાળીને પણ GI ટેગ (Geographical Indication) મળ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડ તેના મસાલા માટે ખૂબ વખણાય છે, ત્યારે વર્ષે અંદાજે રૂ. 4000 કરોડનું ટર્નઓવર ધરાવતા એશિયાના સૌથી મોટા જીરું અને વરિયાળી માર્કેટને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેતનું પ્રમાણપત્ર એનાયત કરાતાં હવે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ 15/07/2026 6:12 am Nilesh Parmar ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા.
અમેરિકાએ ઈરાન સામે વાપરેલાં રિપર ડ્રોન ભારત ખરીદશે 15/07/2026 5:48 am Badal Lakhlani ભારતીય સશસ્ત્ર દળો દુશ્મન દેશો પર નજર રાખવા માટે ક્ષમતા વધારી રહ્યા છે. જે અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 31 એમક્યૂ-9 રિપર ડ્રોનની ખરીદવા જઈ રહ્યું છે. અમેરિકા સાથે કરાર મુજબ ભારતીય નેવીને 15, જ્યારે આર્મી અને એરફોર્સને 8-8 ડ્રોન સોંપાશે. આ ડ્રોન અત્યંત આધુનિક ગણાય છે, કેમ કે તેની ઉડાન ક્ષમતા 40 કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે.